________________
૩૧૬
તેને અહીં કહે છે એ ધૂળના પતિ છે–પ્રભુ તેને ખબર નથી.
“ભો અન્યા:” (મો) સમ્બોધન વચન; (અગ્ન્યા:) શુધ્ધ સ્વરૂપના અનુભવથી શૂન્ય છે જેટલા જીવાશિ તે,” છ વિભક્તિ અને સાતમું સંબોધન આવે છે. કર્તા,કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, અધિકરણ એ છ વિભક્તિ છે, ત્યાર પછી સાતમું સંબોધન આવે..... અન્ધા ! એમ કહીને સંબોધન કરે.
કલશામૃત ભાગ-૪
આહાહા ! તારો નાથ અંદર શુધ્ધ ચૈતન્ય ભગવાન બિરાજે છે. તેના અનુભવથી તું ખાલી છો ! આ પુણ્ય-પાપના ભાવમાં અંધ થઈ તેમાં મૂર્છાઈ ગયો છે. મૃતક કલેવ૨ શ૨ી૨ તે તો મડદું છે. અમૃતસ્વરૂપ ભગવાન આત્મા મૃતક કલેવ૨માં મૂર્છાઈ ગયો છે.
જિનેન્દ્રદેવ ૫૨માત્માને કયાં કોઈની પડી છે ! ? કે–આ મોટા રાજા છે કે રંક છે...એ બધા આંધળાઓ છે. ચૈતન્યમાં અંદર રિધ્ધિ સિધ્ધિ ભરેલી છે તેને નહીં જાણનારા આંધળા છે. આવી વાતો છે! પ્રભુ તારા સ્વરૂપની વાત તેં સાંભળી નથી, એની તેને ખબરું નથી. ભાઈ અનંતજ્ઞાન, અનંત અતીન્દ્રિય આનંદથી છલોછલ ભરેલો પ્રભુ આત્મા છે, તેને તો તું જોતો નથી. એ પુણ્ય ને પાપનો રાગ જેમાં નથી તેને તો તું જોતો નથી ! એ રાગ, પુણ્ય ને પાપના ફળ તેને જ તું જુએ છે તેથી આંધળો છે. સંતોની કરુણા તો જુઓ !! હે–આંધળા ! જેને જોવું જોઈએ તેને તો તું જોતો નથી અને જે જોવાનું નથી તેને જુએ છે ?!
મહાવિદેહમાં સીમંઘ૨ ૫૨માત્મા સાક્ષાત્ બિરાજે છે. ત્યાંથી આવેલી આ વાણી છે. મુનિ દિગંબર સંતો જે આત્માના અનુભવના રસિયા એ જગતને કરુણાથી આમ કહે છે. “ભો સન્યા:” હે..આત્મા ! તું આંધળો છો હો!! અંત૨માં અતીન્દ્રિય આનંદ, અતીન્દ્રિય જ્ઞાન, અતીન્દ્રિય શાંતિ, અતીન્દ્રિય અનંત વીતરાગતા જેમાં ભરેલી છે એવું જે આત્મ તત્ત્વ અંદર છે; છતી ચીજ છે તેને તું જોતો નથી. તેના તરફ તારી નજરું નથી. તારી નજરું પુણ્ય-પાપના ભાવમાં અને તેનાં ફળમાં છે, તેથી તું આંધળો છો. ભલે શાસ્ત્રોને કે અગિયાર અંગને જાણ્યા હોય, પંચમહાવ્રત પાળતો હો....પણ તે રાગની ક્રિયા છે. એ રાગથી ભિન્ન અંદર ભગવાન ચૈતન્ય પ્રભુ બિરાજે છે. સચ્ચિદાનંદ પ્રભુ આત્મા ! એ વસ્તુ છે ને ઃ સત્ છે ને ! જે સત્ છે તેની આદિ નથી, એ અનાદિથી છે, અને અનંતકાળ રહેનારી તે ચીજ છે. તેનો નાશ થાય એવી કોઈ ચીજ નથી. આવો અનાદિ અનંત ભગવાન આત્મા ! જેમાં અનંત આનંદ અને પૂર્ણ શાંતિ ભરેલી છે. જે ભગવાન છે તેને તું ભાળતો નથી ? તું તને જોવા નવરો નથી ? તું તારી ઋધ્ધિને જાણવા નવો નથી તેને શું કહેવું હવે ? એમ કહે છે. આવી વાતો છે ભગવાન !
આ બધાં ધૂળ ધમાહા શરીર, વાણી, મન, હાડકાં, એ તો બધું જડ-માટી–ધૂળ છે...તેના પ્રેમમાં ફસાણો, અંદ૨માં થતાં પુણ્ય ને પાપના ભાવ, દયા-દાન-ભક્તિના ભાવ એ પણ રાગ છે. એ રાગમાં ફસાઈ ગયો, તેમાં એકાકાર થઈને અંદરનું તારું નિજ પદ પડયું રહ્યું. ચૈતન્યધાતુ એટલે ચૈતન્યસ્વભાવ જેણે ધારી રાખ્યો છે તેવો ભગવાન આત્મા તેને જોવાની કદી નજરું ન