________________
કલશ-૧૩૮
૩૧૫ (ર) ચેતના સ્વરૂપના (મરત:) ભારથી, અર્થાત્ કહેવા માત્ર નથી, સત્યસ્વરૂપ વસ્તુ છે, તેથી નિત્ય-શાશ્વત છે. ભાવાર્થ આમ છે કે જેને-પર્યાયનેમિથ્યાદેષ્ટિ જીવ પોતારૂપ જાણે છે તે તો સર્વ વિનાશિક છે, તેથી જીવનું સ્વરૂપ નથી; ચેતનામાત્ર અવિનાશી છે, તેથી જીવનું સ્વરૂપ છે. ૬-૧૩૮.
કળશ નં.-૧૩૮: ઉપર પ્રવચન પ્રવચન નં. ૧૪૦૧૪૧–૧૪૨
તા. ૦૫-૦૬–૦૭/૧૧/'૭૭ સૂક્ષ્મ વિષય છે પ્રભુ! અનાદિ કાળનો આત્મા છે, અંદર પોતાનું સ્વરૂપ શુધ્ધ ચિ આનંદકંદ પ્રભુ છે...તે આત્માનું સ્વરૂપ છે. તેને ભૂલીને અનાદિકાળથી પુણ્ય-પાપના ભાવ, શરીરાદિ ધૂળ જડ જે પુણ્ય-પાપના ફળ તેને પોતાનું સ્વરૂપ માને છે. પોતે અંદર ચિદાનંદ સ્વરૂપ... વીતરાગ દેવ, જિનેશ્વરદેવ પરમેશ્વર દેવ એવા શુધ્ધ સ્વરૂપે (રહેલ) આનંદની મૂર્તિ આત્મા છે.
તેને પ્રથમ સંબોધન કરે છે-“ભો :” હે! આંધળાં! પ્રભુ! તને ખબર નથી. તારી અંદર શુધ્ધ ચૈતન્ય સ્વરૂપ ભગવાન આત્મા બિરાજે છે. અહીં હું આંધળા ! એમ કહ્યું ને !! ત્રિલોકનાથ પરમેશ્વર તીર્થંકરદેવે ઇન્દ્રો અને ગણધરોની સભાની વચ્ચે કહ્યું. હે આંધળા !! છ ખંડના ધણી ચક્રવર્તી! જેને છનું કરોડ પાયદળ, છનું કરોડ ગામ તેના સાહેબા જે સભામાં બેઠા હોય ત્યારે પ્રભુની વાણીમાં જે આવ્યું તેને સંતો આડતીયા થઈને જગતમાં જાહેર કરે છે...હે આંધળા ! એટલે શું? અંદરમાં ચૈતન્યમૂર્તિ આનંદનો નાથ પ્રભુ છે. તેને તું જોતો નથી માનતો નથી.જાણતો નથી....અને આ પુણ્ય ને પાપના ભાવ, તેના ફળમાં મળેલી ધૂળ, શરીર, વાણી આદિ બાહ્ય વસ્તુમાં મૂંઝાઈને પડ્યો છે તેથી તું આંધળો છો. આ વચન કણાનું છે, સંતોના વચનો કરુણાથી હોય છે.
હે..આંધળા...! આહાહા! અંદર જ્ઞાનાનંદ પ્રભુ બિરાજે છે તેની તને ખબર નથી. ભાઈ ! તારું સ્વરૂપ તો શુધ્ધ ચૈતન્ય આનંદકંદ છે; પ્રભુ! તું તેને જોતો નથી, તું તેને જાણતો નથી તેથી તેને આંધળો કહ્યું છે. તે ભલે મોટો ચક્રવર્તી હોય, અબજોપતિ અબજની પેદાશવાળો હોય તેને કહે છે હે આંધળા! તારે જેને જોવું જોઈએ, દેખવું જોઈએ તેને તો દેખાતો નથી અને આ શરીર-મન,વાણી, ધૂળ-માટી, પત્ની, બાળકો એ બધી તો જડ પુદ્ગલની સામગ્રી છે. અંદરમાં જે પુણ્ય-પાપના ભાવ થાય, દયા દાન-વ્રત-ભક્તિના ભાવ થાય એ રાગ ભાવ છે. હિંસા, જૂઠ-ચોરી-ભોગની ભાવના એ પાપનો રાગભાવ છે. એ રાગને તું જાણનારો અને રાગની પાછળ તું( પોતે) ચૈતન્યમૂર્તિ પ્રભુ છો તેને નહીં જાણનારો હોવાથી તું આંધળો છો. બહુ ચોખ્ખું કહ્યું છે.
આ પૈસાવાળા બધા( આંધળા) એવા હશે? આ કરોડોપતિ ને અબજોપતિ માણસ;