________________
કલશ-૧૩૭
૩૧૩ બોલે તો જાણે કે તેણે બહુ ત્યાગ કર્યો !! મૈનપણું સેવે તો લાભ થાય પણ કર્યું મનપણું એ સમસ્ત પ્રકૃતિનો સ્વભાવ ભેદ છે. કોઈની પ્રકૃતિ ખૂબ મંદરાગની હોય પણ એ કાંઈ વસ્તુનું સ્વરૂપ નથી.
“તેમાં પરમાર્થ તો કાંઈ નથી.” પંચ મહાવ્રત પાળે, પાંચ સમિતિમાં નિર્દોષ આહાર ત્યે એને માટે બનાવેલા ન લે ! અત્યારે તો બનાવીને રાખે છે... સવારમાં દૂધ-ચા બનાવીને રાખે. તે મુનિ માટે નથી. એની વાતો તો અહીંયા છે જ નહીં, આ તો બરોબર સમિતિ પાળે, પણ એને માટે બનાવેલું કે નહીં મહાવ્રત પાળે છતાં તે પરમાર્થ નથી. આ તો પરમાત્માના ઘરની વાતો છે. જિનેન્દ્રદેવ વિતરાગ સ્વભાવની વાતો કરનાર છે. રાગની ક્રિયાનો કરનારો એમાં પરમાર્થ નથી.
જેટલા કાળ સુધી જીવ પર્યાયમાં પોતાપણું અનુભવે છે તેટલા કાળ સુધી મિથ્યાષ્ટિ છે, રાગી છે, કર્મબંધન કરે છે” અહીં હવે સરવાળો કરે છે. “જેટલા કાળ સુધી”
એટલે વર્તમાન દશામાં રાગની મંદતાની ક્રિયા છે એ પર્યાયમાં રત છે તેટલા કાળ સુધી તે મિથ્યાષ્ટિ છે. જેટલો કાળ એ પર્યાયમાં એટલે અવસ્થામાં હાલ રાગ છે...ત્યારે દ્રવ્ય ધ્રુવ છે. ત્રિકાળી પ્રભુ! સત્ છે. “ઉત્પાદ વ્યય ધ્રુવ યુક્તમ સત્” એ ભગવાનની વાણીમાં આવ્યું, એમાં ઉત્પાદ, વ્યય તે પર્યાય છે. ધ્રુવ તે ત્રિકાળી શક્તિનો આખો પિંડ છે. હવે એ ત્રિકાળી વસ્તુની તો ખબરું ન મળે, એનો અનુભવ ન મળે અને તે વર્તમાન પર્યાય અને રાગની ક્રિયા મેં કરી છે. તેમાં પોતાપણું અનુભવે છે. એ રાગની ક્રિયા મેં કરી છે, તે મારી ક્રિયા છે, તે મને લાભદાયક છે એમ અનુભવે છે.
પ્રશ્ન- કામ પર્યાયમાં થવાનું છે ને?
ઉત્તર- કામ પર્યાયમાં કરવાનું છે.....પણ કઈ પર્યાય? એ નિર્મળ પર્યાય થાય કયારે ? એ પર્યાય ત્રિકાળી દ્રવ્યનો આશ્રય લે ત્યારે ને!! પર્યાયના આશ્રયે પર્યાય ન થાય. ઝીણી વાત છે બાપા ! વર્તમાન પર્યાયના આશ્રયે પર્યાયમાં સમકિત ન થાય.....! સમકિત એ પર્યાય છે પણ ત્રિકાળી જ્ઞાનવંતના આશ્રયે સમકિત પ્રગટ થાય. હવે આમાં કયાં મેળ કરવો !?
જેટલા કાળ સુધી જીવ પર્યાય એટલે વર્તમાન દશા જે રાગાદિ ક્રિયા અને વર્તમાન પર્યાય એક અંશ ઉઘડલો ક્ષયોપશમભાવ એ વર્તમાન પર્યાયનો અંશ એમાં રત છે.
“જીવ પર્યાયમાં પોતાપણું અનુભવે છે તેટલા કાળ સુધી મિથ્યાષ્ટિ છે.”પર્યાયબુધ્ધિ એ મિથ્યાષ્ટિ; દ્રવ્યદૃષ્ટિ તે સમ્યગ્દષ્ટિ” દ્રવ્ય એટલે શું આ પૈસા? દ્રવ્ય એટલે અંદર આનંદનો નાથ ભગવાન પડયો છે... ભાઈ ! તને ખબર નથી. જેમાંથી કેવળજ્ઞાની પરમાત્માને કેવળજ્ઞાનની અનંત પર્યાય પ્રગટયા જ કરે. આનંદની પર્યાય પ્રગટયા જ કરે એવી અંદર ખાણ છે. અરે ! કોણ છે એ ધ્રુવ અને એ શું છે? એની ખબર ન મળે!
પર્યાયબુદ્ધિ છે તેટલો કાળ મિથ્યાદૃષ્ટિ છે, રાગી છે, જેને રાગની ક્રિયામાં પ્રેમ છે એ