________________
૩૧૨
કલશામૃત ભાગ-૪ વિકલ્પ છે અને એનો પ્રેમ છે તેને રાગની રૂચિ છે. તેને સ્વભાવની અરુચિ છે. ત્રિકાળી અતીન્દ્રિય આનંદનો નાથ પ્રભુ એના પ્રત્યે જેને અરુચિ છે તેને રાગની રુચિ છે... તે મિથ્યાદેષ્ટિ છે તેને જૈનની ખબર નથી.
તથાપિ રાગી હોવાથી મિથ્યાષ્ટિ છે, કર્મબંધને કરે છે.” તે પાંચ સમિતિમાં તત્પર હોવાથી પંચ મહાવ્રતને પાળે છે. અહીં કહે છે- તે રાગી છે. કેમકે એ વિકલ્પ છે, વૃત્તિ છે. એ કયાં આત્માનો સ્વભાવ છે? તેથી તે કર્મબંધને કરે છે. ભાવાર્થ આમ છે કે જે કોઈ જીવ પર્યાયમાત્રમાં રત હોતાં પ્રગટ મિથ્યાષ્ટિ છે.” જુઓ! શું કહે છે? જે પર્યાયમાં રાગ છે તેમાં રત છે. રાગ, પુણ્ય, દયા-દાન-વ્રતની પર્યાયમાં રત છે તેને જે ત્રિકાળી દ્રવ્ય સ્વભાવ છે તેની તો ખબરેય નથી. સમજાણું કાંઈ? વર્તમાન પર્યાય એટલે દયા-દાન-વ્રત-ભક્તિના પરિણામ એ રાગ પર્યાય છે. એની દૃષ્ટિ તે રાગબુદ્ધિ છે અને રાગબુધ્ધિ તે પર્યાયબુદ્ધિ છે. આવું છે....... આ શ્લોક તો એવો (સુંદર) આવ્યો છે!
જે કોઈ જીવ એ રાગની ક્રિયામાં...રત છે તે મિથ્યાષ્ટિ છે. રાગની વાત શું!? વર્તમાન એક સમયનો જ્ઞાનનો ઉઘાડ (બુદ્ધિ) છે તે પર્યાય છે –તે અવસ્થા છે તેની જેને રુચિ છે. એ મિથ્યાષ્ટિ છે. આહાહા ! એ એક સમયની અવસ્થાની પાછળ ભગવાન આત્મા! જે ત્રિકાળી સચ્ચિદાનંદ આનંદકંદ પ્રભુ બિરાજે છે-એની નજરું કરવાનો જેને વખત નથી, તેની સામું જોવાનો ટાઈમ મળતો નથી તે મિથ્યાષ્ટિ છે. આવી વાતો હવે!
અહીં કહે છે કે –એ પ્રગટ મિથ્યાષ્ટિ છે, ગુપ્તય નહીં. એની પ્રરૂપણામાં એ જ વાત આવે વ્રત કરો, અપવાસ કરો, ભક્તિ કરો, એમાંથી તમને ધર્મ થશે. એ પ્રરૂપણા જ મિથ્યાદેષ્ટિની છે. “તેમની પ્રકૃતિનો સ્વભાવ છે કે” રાગ મંદ કરીને અપવાસ કર્યા, વ્રત પાળ્યા એ તો પ્રકૃતિનો સ્વભાવ છે. એ કાંઈ ભગવાન આત્માનો જ્ઞાનાનંદ સહજાનંદ પ્રભુનો સ્વભાવ નથી.
“અમે સમ્યગ્દષ્ટિ અમને કર્મબંધ નથી, એવું મુખથી ગરજે છે.” અમે ધર્મી છીએ, અમે ધર્મ કરીએ છીએ, અમને શું ભગવાનની શ્રધ્ધા નથી? અમે સમકિતી છીએ ને ભગવાનને નથી માનતા અમે? અહીં કહે છે ભગવાનને માન છે પણ રાગ છે. પરમેશ્વરદેવને માનવા એ પણ એક રાગનો ભાગ છે. આ બેસે કેમ ? એ વાત કહે છે.
અમે સમ્યગ્દષ્ટિ છીએ તેથી અમને કર્મબંધ નથી, એવું મુખથી ગરજે છે. વાત મોટીમોટી કરે છે. અમે વર્ષી તપ કર્યા અને તેની પાછળ પોણો લાખ રૂપિયા ખચ્યું છે. એમાં ધૂળમાં શું? એ માને છે કે અમે ધર્મ કર્યો! અને તેના સાધુ પણ ફૂલમાળા પહેરાવે-આ કરે...તે કરે! તેમાં બધા રાજી રાજી થઈ જાય અને અમને કર્મ બંધન નથી એમ ગરજે છે. “કેટલાક પ્રકૃતિના સ્વભાવને લીધે મોન જેવા રહે છે, કેટલાક થોડું બોલે છે, ત્યાં એ પ્રમાણે રહે છે તે સમસ્ત પ્રકૃતિનો સ્વભાવભેદ છે, એમાં પરમાર્થ તો કાંઈ નથી.” મૌન રહે તો પણ તે પ્રકૃતિનો સ્વભાવ છે. રાગનો સ્વભાવ એ કાંઈ આત્માનો સ્વભાવ નથી. કેટલાક બહુ થોડું