________________
૩૧૮
કલામૃત ભાગ-૪ બરફની પાટ હોય છે ને ! મુંબઈમાં તો ૨૫-૨૫ મણની ૪૦-૪૦ મણની બરફની મોટી પાર્ટ ખટારામાં નીકળતી હોય તે જોતાં હોઈએ. તેમ આત્મા શીતળ આનંદના નાથની પાટ છે. અતીન્દ્રિય આનંદની મોટી પાટ આત્મા છે. અરે તેને કેમ બેસે?
એવા ભગવાન આત્માનો પૂર્ણાનંદ સ્વભાવ છે. તેમાં તો અનંતુ કેવળજ્ઞાનની અનંતી પર્યાય પડી છે. એવા આત્માને તું જોતો નથી અને આ રાગાદિ અશુધ્ધ પરિણામ થાય, પુણ્ય પાપના ભાવ થાય તેને જુએ છે અને આ મેં કર્યા, આ મારા છે તેમ માને છે. ઝીણી વાત છે ભાઈ ! વીતરાગ પરમેશ્વર જિનેન્દ્રદેવનો માર્ગ આખી દુનિયાથી જુદો છે.
જે ચારગતિરૂપ પર્યાય” એ ચારગતિની દશા છે. પુણ્ય ને પાપ આદિ અશુધ્ધ પરિણામ એ બધો રાગને વિકાર છે પ્રભુ! “તથા ઈન્દ્રિય વિષય જનિત સુખ દુઃખ” એ તો ઝેર છે. ભાઈ ! તને તારા અમૃતના નાથની ખબર નથી. ભાઈ ! એ ઝેરના પ્યાલાને તું પી અને પડયો છો “ઈન્દ્રિય વિષય જનિત” કાનેથી શબ્દ સાંભળવા, બીજા વખાણ કરે કે તમે તો કર્મી જાગ્યા-કર્મી જાગ્યા એમ કહે છે ને!ધર્મી જાગ્યા એમ કહે છે? લોકમાં શું કહે છે? મારો દિકરો કર્મી જાગ્યોઃ કર્મી એટલે કર્મનો-પાપનો કરનારો દિકરો ખુશી થાય કે –બાપાએ મને કર્મી કહ્યો!? (શ્રોતા:-આપકર્મી) આપ કર્મી ધૂળેય નથી. તેના બાપ પાસે ન હોય અને પાંચ પચ્ચીસ લાખ પેદા કર્યા હોય તો આપકર્મી કહે. ધૂળેય નથી આપકર્મી સાંભળને !! એ તો કોઈ પૂર્વના પુણ્યના પરમાણું પડ્યા હોય તો બહાર(સામગ્રી આદિ) દેખાય. તું તેમાં કયાં છો ! એ તારે લઈને આવ્યું છે?
જિનેન્દ્રદેવ પરમાત્મા જગતને જાહેર કરે છે....હે આંધળા! આ ઇન્દ્રિય જનિત સુખદુઃખ એટલે કે અનેક પ્રકારે પ્રતિકૂળતા હોય. નિર્ધનતા હોય ત્યારે દુઃખી છીએ, રોટલો ખાવા મળતો નથી. અહીંયા બધા કરોડપતિઓ આવે છે તેથી કાંઇ કરો) બાપા! અહીંયા તો ધર્મ છે, અહીંયા પૈસાનું (કામ નથી).
અહીં કહે છે કે અંદરમાં છે, જે પાંચ ઇન્દ્રિયોના વિષયોના (લશે ) માનેલું સુખ-દુઃખ કલ્પના છે. “ઇત્યાદિ અનેક છે તે-જેટલું કંઈ છે તેન(અપમ સાર્વ)” શું કહે છે? આ ચારગતિરૂપ પુણ્ય-દયા-દાન, રાગ-દ્વેષના પરિણામ, ઇન્દ્રિય વિષય જનિત સુખ દુઃખની કલ્પના એ (અપવમલપર્વ) “કર્મ સંયોગની ઉપાધિ છે.” એ માને છે કે હું સુખી છું. પાંચ પચાસ લાખ ધૂળ મળી હોય, પત્ની રૂપાળી મળી હોય, છોકરાં સારા થયા હોય તે બધી ઉપાધિ છે. એ ઉપાધિને મારી માનીને મરી ગયો. અરેરે ! તેણે આત્માના સ્વરૂપને ઘાયલ કરી નાખ્યો. આ પુણ્ય ને પાપના ભાવ મારા, ઇન્દ્રિયના વિષયમાં સુખ-દુ:ખની કલ્પના તેને પોતાના છે એમ માની તે તારા ચૈતન્યને, આનંદના નાથને ઘાયલ કરી નાખ્યો છે. એમ સર્વજ્ઞ પ્રભુ કહે છે. આવી તો તને ખબર નથી ભાઈ !
આ તે કઈ જાતનો ઉપદેશ! પેલા કહે વ્રત પાળો, ભક્તિ કરવી, લીલોતરી ન ખાવી..આવું