________________
૩૧૦
કલશામૃત ભાગ-૪ જેવા છે. એવા ત્રિકાળી આત્માનું શુધ્ધ સ્વરૂપ ચૈતન્યને દૃષ્ટિમાં લીધા વિના, પોતે ભગવાન સ્વરૂપે બિરાજે છે તેનો અનાદર કરીને....., રાગની ક્રિયા-વિભાવની ક્રિયા જે સ્વભાવની ક્રિયાથી વિરુધ્ધ છે તેનો આદર મા.......તેમાં ધર્મ માન તો સંસારમાં ૨ખડીશ. મારગડા આમ છે બાપુ ! અત્યારની શૈલીથી જુદી જાત છે.
અત્યારની શૈલી તો બધે આ જ સાંભળવા મળે છે. વ્રત કરો ને અપવાસ કરો ને ઉપધાન કરો, જાત્રાકરો, દાનકરો, મંદિર બનાવો, ગજરથ ચલાવો, વરઘોડા મોટા કાઢો મુનિઓને આહાર આપો, ચોકા લગાવો, તમે મુનિ છો કે નહીં તેની હજુ તમને ખબર નથી. દેના૨ મુનિ માની આહાર આપે તો તે મિથ્યાર્દષ્ટિ છે. ઝીણી વાત છે......! અત્યારે બહુ ફે૨ફા૨...!
મારગ તો એવો છે કે–જેના એક ક્ષણમાં સમ્યગ્દર્શન થાય, તેના જ્ઞાનમાં પૂર્ણ શેય આવે એટલે જેનું સ્વરૂપ પૂર્ણાનંદ પ્રભુ છે તેને શેય બનાવે....અને રાગાદિ ૫૨શેય તરીકે જેને ભાસે એવી સમ્યગ્દર્શનની દશા તે અલૌકિક ચીજ છે. તેના વિના જન્મ –મ૨ણનો અંત કોઈ દિ’ નહીં આવે બાપુ !
“( સમિતિપરતાં)માનપણું અથવા થોડું બોલવું અથવા પોતાને હીણો કરી બોલવું.” એથી શું થયું બાપુ ! એ તો જડની ક્રિયા છે. તેણે કદાચિત્ રાગની મંદતા રાખી હોય એમ તું માને તો માન ! સમિતિમાં બરાબર તત્પર રહે. એષણા સમિતિ જોઈને ચાલે, જોઈને નિર્દોષ આહાર લ્યે, તેને માટે બનાવેલો આહાર પ્રાણ જાય તો પણ ન લ્યે! એવી સમિતિ પાળ તો પાળ ! પણ એ સમ્યગ્દર્શન નહીં, તારા ! એ બધાં થોથાં છે.
“તેનું સમાનરૂપ સાવધાનપણું તેને (આલમ્બન્તાં) અવલંબે છે. અર્થાત્ સર્વથા પ્રકારે આ રૂપે પ્રકૃતિનો સ્વભાવ છે જેમનો,” એમ કહે છે કે રાગનંદ થયો એ પ્રકૃતિનો સ્વભાવ છે, તારો સ્વભાવ નહીં. પ્રભુ ! આવી વાતો આકરી બહુ!? લાખ્ખો, કરોડો માણસ કંઈક બીજું માને અને આ કંઈક જુદી વાત આમાં અથડામણ જ ઊભી થાય ને !!
આહાહા....બાપુ ! તને ખબર નથી ભાઈ ! અંત૨માં મોટું નિધાન પડયું છે ભાઈ! અનાકુળ આનંદનો નાથ પ્રભુ બિરાજે છે. અનાકુળ અતીન્દ્રિય જ્ઞાનનો સાગર આત્મા છે. અનાકુળ ઈશ્વરતાની શક્તિનો ભંડા૨ છે. એ ત૨ફની નજ૨ વિના તારી નજરું વર્તમાન પર્યાય રાગની ક્રિયા ઉ૫૨ છે....તેથી મિથ્યાર્દષ્ટિ છે.
“(સમિતિપરતાં) પાંચ સમિતિમાં તત્પર રહે. ( પરતાં) શબ્દ છે ને ! પાંચ સમિતિનું આલંબન લ્યે છે. જોઈને ચાલે વગેરે બધી ક્રિયાઓ રાગની છે. અરે ! આવી વાત સાંભળવા મળે ત્યાં–કહે જૈન ધર્મનો આવો માર્ગ હશે ? ત્યાં આવું સાંભળ્યું હતું ? એ તો અપાસરામાં સાથે રહેનારા......હતા. બાપુ! આ મારગ જુદા ભાઈ ! તેને કરવટ બદલવી નથી. રાગની પડખે ચડયો છે એ સ્વભાવની પડખે આવ્યો નહીં. રાત્રે એક પડખે સુવે....પછી પડખું ન