________________
કલશ-૧૩૭
૩૧૧ ફેરવે કેમકે એ બાજુ ભીંત હોય તેમ અહીંયા એક બાજુની કરવટ છે. તેણે પર્યાયબુદ્ધિમાંથી પડખું ફેરવ્યું નહીં....અને સ્વભાવ સન્મુખ ગયો નહીં.
“સમિતિ પરતાં માનવુન્તા” એ રાગને ભલે આલંબો પણ એ પ્રકૃતિનો સ્વભાવ છે, તારા આત્માનો નહીં. ગજબ વાતો છે. પ્રભુ તું કોણ છે? તું તો જ્ઞાન ને આનંદનો સાગર છો ને પ્રભુ !! તને તારી મોટપની ખબર નથી? પામર ચીજ જે રાગાદિ તેની તને મહિમા અને સત્કાર છે. પ્રભુ! તું હેરાન થઈ ગયો. વાડામાં રહે તો (આવી વાત કરનારને) વાડામાં ના રહેવા ધે! અહીં તો જંગલ છે.જેને માનવું હોય તે માનો-બાપા! મારગ આ છે.
અમારે તો વિક્રમ સંવત ૧૯૮૦ ની સાલમાં થોડી પ્રરૂપણા કરી કહ્યું કે સંપ્રદાયની દૃષ્ટિ તે સમ્યગ્દર્શન એમ છે નહીં, વસ્તુ બીજી છે. ત્યાં તો બહારમાં ખળભળાટ ખળભળાટ થઈ ગયો આજથી ત્રેપન વર્ષ પહેલાંની વાત છે. બોટાદમાં ચોમાસુ હતું. ૧૯૭૭,૭૯,૮૦ એમ બોટાદમાં ચોમાસુ કરેલું. ત્યારે અમારા ગુરુભાઈ મૂળચંદજી હતા. તે બધાને એકઠાં કરી અને કહે- જો ભાઈ ! તમે ગમે તે સાંભળ્યું હોય પણ શ્રધ્ધા તો ગણધર જેવી છે તેથી સમકિતી છીએ, હવે વ્રત-તપ કરવા એ ચારિત્ર....આમ કહી બધાંને સમાધાન કરાવે!
એ વખતે પંદરસો પંદરસો માણસની સભા વ્યાખ્યાનમાં થતી. આપણા ત્રણસો ઘર હતા. રાયચંદ ગાંધી જેવા મોટા ગૃહસ્થ, પૈસાવાળા, વિશાશ્રીમાળી, નારણ ભૂધર એ સંઘના શ્રેષ્ઠ હતા. અપાસરામાં સભા સમાય નહીં તો કેટલાય ઓટલે બેસે!
આ સંવત ૧૯૮૫ ની સાલની વાત છે. હળવે દઈને વાત કરી....આ પંચ મહાવ્રતના પરિણામ છે તે આસવ છે. જે ભાવે તીર્થકર ગોત્ર બંધાય એ ભાવ ધર્મ નહીં. ધર્મથી બંધ ન પડે અને જે ભાવે બંધ પડે એ ભાવ ધર્મ નહીં. બધા શેઠિયા બેઠા હતા. સંપ્રદાયમાંય અમારું નામ મોટું હતું ને! એ વખતે બહાર ઓટલા પર બેસી પોલીસે વ્યાખ્યાન સાંબળ્યું. પછી તે કહે મહારાજ તમે બધાને સાધુ કરી દેશો તો પછી તેને વહોરાવનાર કોણ રહેશે? એ પોલીસે આવો પ્રશ્ન કર્યો. પછી કીધું એમ ન હોય! સજ્જન માણસ એમ કહે કે હું કરોડપતિ થઈશ તો પછી આ વાસણના સાફ કરનારા કોણ રહેશે? એમ વિચારતા હશે? મારગ જુદો છે પ્રભુ! જેમાં જન્મ-મરણના અંત આવે તે મારગ છે. એ વિના બધી વાતું ને થોથે થોથાં છે.
અહીંયા તો કહે છે-પંચ મહાવ્રત પાળો, અગિયાર અંગના કરોડો શ્લોકોને કંઠસ્થ કરો, શાસ્ત્રોનું જાણવું કરો અને પાંચ સમિતિમાં તત્પર રહો.....તો પણ એ સંસાર છે. એ રાગની ક્રિયા છે. સાંભળ્યું જાય નહીંજગતને કઠણ પડે શું થાય? સાધુઓએ એવી પ્રરૂપણા કરી છે– અને સાંભળનારાને એ જ મળ્યું છે બિચારાને! બધા એ જ પ્રરૂપણા કરે છે... આ કરો વ્રત કરો, અપવાસ કરો, જાત્રા કરો...!ભગવાન અહીંયા તો કહે છે ...પાંચ સમિતિમાં ભલે તત્પર હો! પણ એ પ્રકૃતિનો સ્વભાવ છે, એ તારો ધર્મ નહીં.
“તથાપિ રાગી હોવાથી મિથ્યાદેષ્ટિ છે, કર્મબંધને કરે છે.” ક્રિયાનો રાગ છે તે