________________
કલશ-૧૨૭
૧૮૧ અહીં કહે છે – ભગવાન ઉપયોગથી ભેટો થયો તો તે એમ ને એમ રહે તે તો અલૌકિક વાત છે. એ તો ધારાવાહી અલૌકિક છે. પણ, એમાં ન રહી શકે અને વિકલ્પ આવે. સમકિતી જ્ઞાની હજુ ગૃહસ્થાશ્રમમાં છે, મુનિને પણ છઠે વિકલ્પ છે. તે જ્યારે સાતમા ગુણસ્થાનમાં જાય ત્યારે તો ઉપયોગ જામી ગયો છે. ત્યારે પંચમહાવ્રતના વિકલ્પ પ્રમાદ છે – એ પણ નથી. ત્યાંથી ખસીને પાછા તરત અંદર આવી જાય છે. છઠે ઉપયોગ અંદરમાંથી ખસી ગયો છે, વિકલ્પ આવ્યો છે પણ જે પરિણતિ શુદ્ધ થઈ છે તે ખસતી નથી. ત્રણ કષાયના અભાવની જે દશા ચાલે છે તે ધારાવાહી ચાલે છે. ધારાવાહી તો વહે છે પણ શુદ્ધતા ધારાવાહી વધતી ચાલે છે.
એટલે શું? પંચમહાવ્રતનો રાગ આવ્યો, દુઃખ છે એ આવ્યું. પણ અંદરમાં જેટલો સ્વાદ આવ્યો છે વિકાસનો એ ધારાવાહી ચાલે છે. ધારાવાહીમાં ક્ષણે ક્ષણે પર્યાયની શુદ્ધિ વધે છે. કેમકે સ્વનો આશ્રય છે ને! ભલે હજુ થોડો રાગ હો... તો પણ (શુદ્ધિ વધે છે.) આવી વાતો છે! હવે આમાં કોની સાથે વાદ ને ચર્ચા કરવી? મારગડા તારા જુદા નાથ !
અહીંયા કહે છે કે – ધર્મી જીવને સમ્યગ્દર્શનમાં અંદરમાં ઉપયોગ જામી ગયો છે. ત્યારે તો ધારાવાહી અલૌકિક દશા છે. પછી ત્યાં તો બુદ્ધિપૂર્વક વિકલ્પ નથી, અબુદ્ધિપૂર્વક હોય તેની ગણતરી નથી. હવે બુદ્ધિપૂર્વક જ્યાં વિકલ્પ આવ્યો તે કોઈ શુભરાત્રેય આવ્યો કોઈ અશુભરાત્રેય આવ્યો... પણ જે શુદ્ધતાના આશ્રયે જેટલી પવિત્રતા ત્રણ કષાયના અભાવની, બે કષાયના અભાવની શાંતિ પ્રગટી છે તે ધારાવાહી રહે છે. આ રીતે બે પ્રકાર કહેવાય છે.
બીજી રીતે લઈએ તો બુદ્ધિપૂર્વક અને અબુદ્ધિપૂર્વક એમ લીધુંને ! એટલે શું? એક તો જેને રુચિપૂર્વક રાગ નથી. રાગ આવે છે, પણ હોય છે પણ રુચિ નથી. તેને રુચિ ભગવાન આનંદની ચિદાનંદની છે. એટલે આ બુદ્ધિપૂર્વકનો રાગ-રુચિપૂર્વક રાગ તેને નથી. બીજી વાત શુદ્ધસ્વરૂપની શ્રદ્ધાની નિર્મળ પરિણતિની ધારા વહે છે. અને રાગ પણ આવે છે; એ રાગ જાણવામાં આવે છે તે અપેક્ષાએ બુદ્ધિપૂર્વક કહેવામાં આવે છે. જાણવામાં આવે છે કે – આ રાગ છે તેને બુદ્ધિપૂર્વક કહેવામાં આવે છે... , તે રુચિપૂર્વકનો નથી. રુચિપૂર્વક બુદ્ધિપૂર્વક એક વાત, બુદ્ધિપૂર્વક એટલે સચિપૂર્વક રાગ તે મિથ્યાષ્ટિને છે. અને બુદ્ધિપૂર્વક રાગ ( હોવા છતાં) રુચિપૂર્વક નહીં, એવો રાગ જ્ઞાનીને પણ હોય છે.
બુદ્ધિપૂર્વકના બે પ્રકાર (૧) સચિપૂર્વક અને (૨) અસ્થિરતાનો રાગ જાણવામાં આવે છે કે – આ આવ્યો રાગ એમ ખ્યાલ આવે પણ છતાં તેને તેની રુચિ નથી. એ વખતે પણ તેને (રાગનું) અવલંબન નથી. અવલંબન તો ભગવાન ત્રિકાળી નાથનું છે. આહાહા ! દુઃખ આવે છે તેને જાણે છે પણ અવલંબન નથી. અવલંબન તો અહીંયાનું (ત્રિકાળી ધ્રુવનું ) છે. બધી વાતો ફેર તેમાં કેટલું યાદ રાખવું? આવી વાતું છે બાપા! તારા મારગડા જુદા છે ભાઈ !
આહાહા ! એ યુવાની ઝોલા ખાશે, એ વૃદ્ધાવસ્થા થઈ જશે નાથ! આ જડની દશા છે.