________________
૨૦૨
કલશામૃત ભાગ-૪ દશા પૂર્ણ આસ્રવ રહિત થાય ત્યાં સુધી તેને અખંડિતધારામાં રહેવું. સમજાણું કાંઈ?
મુનિને સાતમું ગુણસ્થાન અપ્રમત્તદશા થાય તો પણ અબુદ્ધિપૂર્વક આસ્રવ રાગ છે, અને રાગ છે તેટલો (પ્રમાદ છે ) અપ્રમત્ત દશામાં ઉપયોગ ધ્યાનમાં છે ત્યારે પણ અંદર રાગ છે. અને અંદર રાગનું વેદન પણ છે. એનો ઉપયોગ રાગ બાજુ નથી. આહાહા! ઉપયોગ જો રાગના વેદનમાં ન હોય તો તેને પૂર્ણ આનંદનું વેદન જોઈએ. આહાહા ! જ્યાં પૂર્ણ આનંદનું વેદન છે ત્યાં તો આસવની ગંધ નથી. પરંતુ જ્યાં આગળ પૂર્ણ આનંદનું વેદન નથી, ચોથે તો સમકિતીને અલ્પ આનંદનું વેદન છે. ત્રણ કષાયનો આસ્રવ છે. અને તેટલું દુઃખ છે. અને એટલું તેને બંધન છે.
શ્રોતા:- ભક્તિ આદિમાં શાંતિ દેખાય છે ને!
ઉત્તર- કાંઈ શાંતિ નથી, ધૂળેય શાંતિ નથી. એ તો જાણવા માટે પ્રશ્ન કરે છે. ભક્તિમાં શુભભાવ છે ત્યાં શાંતિ કેવી? એ તો પર તરફનું લક્ષ છે. એવો ભાવ આવે ખરો પણ છે. અશાંતિ અને આકુળતા.
શ્રોતા- ભક્તિના ભાવમાં અમે ભૂલી જઈએ છીએ કે તે પર છે.
ઉત્તર- એ તમારા બીડી, તમાકું ભૂલી જવાય છે ને! પણ અંદર રાગ નથી ભૂલી જવાતો. શેઠ, – બીડી ભૂલી જાય છે? જ્ઞાનીને રાગ થાય છે તેટલો આસ્રવ છે.
ત્રિલોકીનાથ ભગવાન તો એમ કહે છે કે – પ્રભુ! તું મારી સામે જોઈશ તો તને રાગનો આસ્રવ થશે. આ વાણી વીતરાગની છે. તું તારી સામું જોઈને ઠરી જા તો તને વીતરાગતા થશે. કારણે કે – અમે તો તારા માટે પરદ્રવ્ય છીએ. અષ્ટપાહુડના મોક્ષ અધિકારની ૧૬ મી ગાથામાં પ્રભુ એમ કહે છે કે “પર દબ્રાવો સુપા” અમારા ઉપર તારું લક્ષ જશે તો તારી ચૈતન્યની ગતિ નહીં થાય, તારી દુર્ગતિ થશે. આ રાગ છે તે દુર્ગતિ છે. એ તો વીતરાગ કહે બાપુ! મોઢામાં કોળિયો કોને ખરાબ લાગે? મારી સામું જોઈશ તો તને રાગ થશે. અરે! પુણ્યનો રાગ પણ છે રાગ, તેથી પર દબ્બાઓ દુગ્ગઈ.” પ્રભુ! એકવાર સાંભળ કે – અમારી સામું જોતાં પણ તને રાગની ગતિ થશે; એ ચૈતન્યની ગતિ નહીં. તે જ દુર્ગતિ છે. અષ્ટપાહુડમાં મોક્ષ પાહૂડ તેની ૧૬ મી ગાથા.
“પર વાતો કુમારું સવાલો દુ સુપાર્ફ દો!
इय जउण सदव्वे कुळई हूई विरह इयरम्मि”। ભગવાન એવા પરદ્રવ્ય ઉપર જો તારું લક્ષ જશે તો તને રાગ થશે. તીર્થકર, સંત દિગમ્બર મુનિ હોય અને તેના ઉપર લક્ષ જશે તો તને રાગ થશે. ચૈતન્યની ગતિ નહીં થાય, એ તો દુર્ગતિ છે. “પર વ્યાવો સદ્ગાવો દુ સુના” ભગવાન ચૈતન્યની અંદર જતાં જે એકાગ્ર થાય તેને સુગતિ કહીએ આકરી વાતો બાપુ! આ તો વીતરાગનો માર્ગ છે. આ કાંઈ હળદરના ગાંઠીએ ગાંધી થઈ જવાય એવું નથી. તેને ચારેકોરના પડખાં જોવાં