________________
૩૦૫
કલશ-૧૩૦
કરે છે, રાગની વૃત્તિના પ્રેમમાં પડયા છે અને કહે છે કે અમે સમ્યગ્દષ્ટિ છીએ. છે મિથ્યાર્દષ્ટિ અને અમને એમ માનો કે અમે સમ્યગ્દષ્ટિ છીએ. “એમ માનો તો માનો” શ્રી જયસેન આચાર્યની ટીકામાં સંસ્કૃતમાં (આવન્તુ) નો અર્થ ફેર પાડયો છે. પંચ મહાવ્રત પાળો, અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ એ પાંચ મહાવ્રતનો જે ભાવ છે તે રાગ છે. આવું આકરું કામ છે!
એ. ..મહાવ્રત પાળો કે–શાસ્ત્રના અધ્યયન કરો લાખો કરોડો શ્લોકોને ભણો તો પણ એ બધો રાગ છે. કેમકે તેની પર્યાયબુદ્ધિ છે. વર્તમાન અંશ ઉ૫૨ અને વર્તમાન રાગના ભાગ ઉ૫૨ રુચિ નામ વલણ છે તેથી તેને અહીંયા મિથ્યાર્દષ્ટિ કહ્યો છે. એ પંચ મહાવ્રત પાળતો હો..... ! પણ તે આસ્રવ છે. પંચ મહાવ્રત પોતે આસ્રવ છે. શાસ્ત્ર અધ્યયન કરતો હો ! શાસ્ત્રનું અધ્યયન કરવું એ તો ૫૨ તરફના વિકલ્પવાળો રાગ છે. અગિયાર અંગનું જ્ઞાન કરે, નવ પૂર્વની લબ્ધિ પ્રગટે એ શું ચીજ છે ? તેને તો રાગનો પ્રેમ છે, ક્રિયાનો પ્રેમ છે અને માને છે કે– અમે સમ્યગ્દષ્ટિ છીએ.
“તથાપિ તેમને કર્મબંધ છે” તેને મિથ્યાત્વનું કર્મ બંધન છે. નવા લોકો સાંભળે તેને આ આકરું લાગે ! અહીં તો દિગંબર સાધુ નામ ધરાવે, પંચ મહાવ્રત પાળે....તો પણ તેને રાગમાં પ્રેમ છે. પંચ મહાવ્રતનો ભાવ તે રાગ છે અને રાગમાં જેની રુચિ છે તેની દૃષ્ટિ ત્યાં રાગ ઉ૫૨ હોવાથી તેને મિથ્યાર્દષ્ટિ કહેવામાં આવે છે. આવી વાતું બાપુ! એ તો પ્રેમથી (સાંભળવા ) આવ્યા છે.
અહીં કહે છે સર્વજ્ઞ જિનેશ્વરદેવ ૫૨મેશ્વરે જે ચિદાનંદ સ્વરૂપ આત્માનું સ્વરૂપ બતાવ્યું છે તે તેણે અનંતકાળથી જોયું નથી. અંદર વસ્તુ જે આત્મતત્ત્વ જે શુધ્ધ આનંદકંદ અનંતબળ અને અનંત આનંદનું ઘ૨ તેની સામું તેણે એક સેકન્ડ પણ નજ૨ કરી નથી. આહાહા ! આવો ભગવાન શુધ્ધ ચિદાનંદ આનંદકંદ જે વીતરાગ સર્વજ્ઞદેવે જોયો છે તે નિજ આત્મા. બાકી અજ્ઞાની, આત્મા ....આત્મા કરે....તેણે જોયો નથી તેથી તેનો આત્મા સાચો નથી. આ તો ત્રણલોકના નાથ સર્વજ્ઞ ૫રમેશ્વર દેવ.....જિનેન્દ્રદેવ તેમણે જ્યારે નિજ આત્માને જોયો, તેવા દરેક આત્માને જોયા કે આત્મા તો શુધ્ધ ચિદ્ આનંદઘન છે. અંદરમાં જે દયા-દાનના વિકલ્પ થાય છે, તેને પુણ્ય તત્ત્વ તરીકે ( આત્માથી ) ભિન્ન તત્ત્વ જોયું. જ્યારે અજ્ઞાની ભિન્ન તત્ત્વ તરીકે અર્થાત્ તે હું છું એમ માને છે. તેની દૃષ્ટિ પર્યાય ઉ૫૨ છે.
પર્યાય (દૃષ્ટિ ) એટલે ? ત્રિકાળી આનંદકંદ પ્રભુ છે તેના ઉ૫૨ની દૃષ્ટિનો અભાવ છે. વર્તમાન પર્યાય એટલે પ્રગટ દશા. તેની દયા-દાન આદિ રાગ ઉપર દૃષ્ટિ છે તેથી તે પર્યાયબુધ્ધિ મિથ્યાદૃષ્ટિ છે.
( શ્રોતાઃ-ક૨વું શું ? ) આ ક૨વાનું તો કીધુંને ! વાતો તો થઈ ગઈ. એ વર્તમાન પર્યાયમાં અને રાગ તેની પાછળ પ્રભુ ચૈતન્ય છે. ચેતન તો ધ્રુવ અનાદિ અનંત છે. આ તો પલટતી