________________
કલશ-૧૩૭
૩૦૭ આહાહા! પંચ મહાવ્રત પાળે, વ્રત-જાત્રા-ભક્તિ -પૂજા-દયા–દાન કરે....પણ એ રાગની ક્રિયામાં ધર્મ માનનારો છે માટે તે મિથ્યાદેષ્ટિ છે. અને તેથી તેને અનંત સંસારનું બંધન છે. પેલા તેમાં ધર્મ માને, અહીંયા કહે છે તેને અનંત સંસાર વધે છે. કારણ કે રાગનો તને પ્રેમ છે. આનંદનો નાથ જે દ્રવ્યસ્વભાવ છે તેની સામું તો તું જોતો નથી અને રાગની ક્રિયા સામું જોઈને તું બેઠો છે...તેથી ખુશી ખુશી થઈ જાય છે. ભાઈ ! આવી વાતો છે.
“એવા જીવ એવું માને છે તો માનો તથાપિ તેમને કર્મબંધ છે” અરે! વાતું સાંભળવી પણ મુશ્કેલ પડે બાપા! તે અનાદિનો દુઃખિયો છે. કરોડપતિ અબજોપતિ પૈસા હોય તેને ભગવાન તો રાંકા-ભિખારી કહે છે. અંતરમાં આનંદ ને શાંતિની લક્ષ્મી પડી છે, બેહદ આનંદ પડ્યો છે. સચ્ચિદાનંદ પ્રભુ આત્મા છે તેની લક્ષ્મીની તો ખબર ન મળે....અને બહારથી લાવો લાવો ને લાવો તેથી ભિખારી મોટો માંગણ છે.
અહીંયા કહે છે- જૈનનો દિગમ્બર સાધુ થયો મોટો. વસ્ત્રવાળા સાધુને જૈનસિધ્ધાંતમાં સાધુ કહેતા નથી. ઝીણી વાત છે.... દિગમ્બર સાધુ વસ્ત્રનો ટૂકડો ન રાખે...પંચ મહાવ્રત પાળે. છઠ-છઠ્ઠ, અઠ્ઠમ અપવાસ કરે, લૂખા પારણા કરે......પણ એ બધી ક્રિયા રાગની છે. એ રાગના રસનો પ્રેમ છે તે ભલે ધર્મી નામ ધરાવે પણ તે મિથ્યાષ્ટિ છે. આકરી વાતું છે ભાઈ ! ઉપયોગી વાત છે. અરે! સત્ય વાત છે. અરે.......! સત્ય વાત કાને પણ ન પડે! સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકનાથનું સત્ય કથન છે. એ વાત કાને ન પડે તે જીવનું શું થાય? ભાઈ ! બહારમાં કોઈ શરણ નથી.
અહીંયા એ વાત કરે છે. બ્રાહ્યમાં એવું નામ ધરાવો તો ધરાવો! “વળી કેવા છે” ઉત્તાનોત્પના : ઊંચા કરી ફૂલાવ્યા છે ગાલ-મુખ જેમણે, એવા છે” અમે ધર્મી છીએ, મહિના મહિનાના અપવાસ કરીએ છીએ. પણ એમાં આ બધું શું છે? ઊંચા કરીને ફુલાવ્યા છે ગાલ-મુખમો બસ આમ હોય! મહિના-મહિનાના અપવાસ કરીએ, બહારનું લૂખું ખાઈએ, રસ છોડી દઈએ, ઘી અને દૂધ ન ખાઈએ, ખાખરા ને છાસ ખાઈએ, અને તમે અમને ધર્મ ન કહો? ભાઈ ! તું તારે ફૂલાને! પણ એ રાગના ભાગની તેને ખબર નથી. એ ભાગ તારો નથી. એ રાગ વિનાની અંદર ચીજ છે. પ્રભુ ચૈતન્ય આનંદકંદ સચ્ચિદાનંદ સત્ એટલે શાશ્વત ચીજ જે જ્ઞાનને આનંદનું ઘર પ્રભુ પડયું છે. ભાઈ ! તે આ કદી સાંભળ્યું નથી. દોલતરામજીની સ્તુતિમાં આવે છે. “હમ તો કબઠું ન નિજઘર આયે.” તેણે નિજ ઘરને કદી જોયું નથી. “પરઘર ફિરત બહુત દિન બિતે, નામ અનેક ધરાયે” મેં દયા પાળી, મેં વ્રત લીધા, મેં અપવાસ કર્યા એવા પરઘરની વાતના તે અનેક નામ ધરાવ્યા. નિજઘરમાં અંદર સચ્ચિદાનંદ પ્રભુ છે. સર્વજ્ઞ કેવળી જિનેન્દ્રદેવે જેને પ્રગટ કર્યો તેવા અનંત જ્ઞાન, અનંત આનંદ એ આવ્યા કયાંથી? એ કયાંય બહારથી આવે છે? જે અંદરમાં (શક્તિરૂપે) પડ્યું છે અનંત આનંદ ને અનંતજ્ઞાન તેમાંથી આવ્યું.