________________
૩૦૪
કલશામૃત ભાગ-૪ છે, તેમાં રત છે એ કારણે મિથ્યાદેષ્ટિ સર્વથા રાગી છે. તેણે ભલે રાજ્ય, કુટુંબ છોડયું હોય તો પણ સર્વથા રાગી છે. તે કથંચિત્ રાગી અને કથંચિત અરાગી એમ નથી.
આહાહાજેને કર્મના નિમિત્તથી પુણ્ય-પાપના ભાવ અને તેના ફળમાં પત્ની, છોકરાવ, ધૂળ, ધમાલ, દિકરીઓ સારી, જમાઈ આદિ એ બધો વિસ્તાર જડનો છે. એમાં જે રત છે તે કારણે મિથ્યાદેષ્ટિ સર્વથા રાગી પ્રાણી છે. અરેરે ! આવી વાત સંપ્રદાયમાં કયાં છે.? અમને બધી ખબર છે ને સ્થાનકવાસી કે શ્વેતામ્બરમાં આ વાત છે જ નહીંને!! દિગમ્બરમાંથી બે હજાર વર્ષ પહેલાં શ્વેતામ્બર માર્ગ નીકળ્યો. એના શાસ્ત્રો બનાવ્યા એમાં તો આ વાત આવી જ નથી. પાંચસો વર્ષ પહેલાં સ્થાનકવાસી(મત) નીકળ્યો, તેમાંથી તેરાપંથી તુલસી હમણાં નીકળ્યો. આમ જુઓ તો માર્ગ આકરો છે ભાઈ ! તેમાં બધાને અણુવ્રત આપે છે, મિથ્યાદૃષ્ટિ છે અને અણુવ્રત? એ વ્રતમાં ધર્મ થઈ ગયો જાણે. બાપુ! મારગડા જુદા ભાઈ !
રાગી હોવાથી કર્મબંધના કર્તા છે” રાગી પ્રાણી કર્મબંધનના કર્તા છે. રાગી કેમ? દયા-દાનનો ભાવ છે એ રાગ છે. એ રાગની જેને રુચિ છે તે મિથ્યાદેષ્ટિ છે. તે રાગી હોવાથી કર્મબંધનો કર્તા છે. તેને સંવર નિર્જરા તો નથી પણ તે કર્મબંધનો કર્તા છે. પ્રવચન નં. ૧૩૯
( તા. ૦૩/૧૧/'૭૭ એ રાગ અને રાગની વૃત્તિથી મને લાભ થશે એ માનનારને અહીંયા મિથ્યાષ્ટિ કહેવામાં આવે છે. “કેવા છે મિથ્યાદેષ્ટિ જીવ? “શયમ કદં સ્વયમ સચદ: નાતુ મે વશ્વ: સ્થા” અમે ધર્મ કરીએ છીએ, અમે અપવાસ કરીએ છીએ, ભક્તિ કરીએ છીએ, દાન કરીએ છીએ; શું અમને ભગવાનની શ્રધ્ધા નથી ? એમ અજ્ઞાની માને છે. અમે સમ્યગ્દષ્ટિ છીએ, અમે ભગવાનને માનીએ છીએ, અમે દેવ-ગુરુને માનીએ છીએ, શાસ્ત્રને માનીએ છીએ. વ્રત પાળીએ છીએને! અમે સમ્યગ્દષ્ટિ નથી? એમ અજ્ઞાની માને છે એ તો મિથ્યાષ્ટિ છે. તે વ્રત પાળે, ભક્તિ કરે, પૂજા કરે, દેવ-ગુરુ-ધર્મને માને એ બધો તો રાગભાવ છે. બહુ ઝીણી વાત ભાઈ ! એ તો વિકલ્પ છે, વૃત્તિનું ઉત્થાન છે, એમાં જેને રુચિ ને પ્રેમ છે એ મિથ્યાષ્ટિ માને કે અમે ધર્મી નથી ? આવું કરીએ છીએ અને ધર્મી નહીં ?
સ્વયં સમ્યગ્દષ્ટિ છું તેથી ત્રણેકાળ અનેક પ્રકારનું વિષયસુખ ભોગવતા પણ મને કર્મનો બંધ નથી.” મિથ્યાદેષ્ટિ જીવ ત્રણેકાળ અનેક પ્રકારનું વિષય સુખ ભોગવતાં પણ મને તો કર્મનો બંધ નથી એમ કહે છે. અમે ધર્મી છીએ, સમકિતી છીએ તેથી અમે વિષયના સુખ ભોગવીએ. પર વિષયમાં પ્રેમ રાખીએ તો પણ અમને બંધ નથી. એમ અજ્ઞાની દલિલ કરે છે.
તિ શાવરન્ત” એવા જીવ એવું માને છે તો માનો” એવા જીવ માનો તો માનો! આમાં આવો અર્થ કર્યો છે (વરનુ) “એવું માને તો માનો” આ અર્થ છે. રાગની ક્રિયા