________________
૩૦૨
કલશામૃત ભાગ-૪
દ૨કા૨ ક૨ી નથી.
પાઠમાં બે શબ્દ આવ્યાને ‘આત્મ’ ‘અનાત્મ’ – ‘આત્મ’ એટલે શુધ્ધ ચૈતન્યધન, આનંદકંદ પ્રભુ છે. આ દયા-દાન-વ્રત-ભક્તિના પરિણામ શુભભાવ અને હિંસા-જૂઠ–આબરુપત્ની-છોકરા–સાચવવાના ભાવ એ બધા પાપભાવ છે. એ બધું અનાત્મ છે. જીવનું શુધ્ધ સ્વરૂપ અને અજીવ દ્રવ્યકર્મ, ભાવકર્મ એવું અનાત્મપણું તે હેય છે અને આત્મા ઉપાદેય છે તેવા ભિન્નપણારૂપના જાણપણાથી અજ્ઞાની શૂન્ય છે.
અમૃતચંદ્ર આચાર્ય દિગમ્બર સંત છે. તેઓ હજા૨ વર્ષ પહેલાં થયા, એ સંત પોતે પોકાર કરે છે. જેમને પાંચ મહાવ્રતના પરિણામ આવે છે. તે કહે છે. કે એમાં મારી રુચિ નથી. તેઓ તો તેને હેય જાણે છે. અમારો ચિદાનંદ આત્મા છે તેને અમે ઉપાદેય માનીએ છીએ. આવા હેય-ઉપાદેયપણાનું જાણપણું એટલે આત્માને અનાત્મનું ભિન્નપણું વર્તે છે.
ભગવાન આત્મા આનંદ સ્વરૂપ...જ્ઞાનસ્વરૂપ છે. આ દયા-દાન–વ્રતનો વિકલ્પ અર્થાત્ રાગ અને શરીરાદિ તે બન્નેનું ભિન્નપણું છે. તે બન્ને એક થયા નથી, એક છે નહીં. એવા ભિન્નપણાના જાણપણાથી અજ્ઞાની શૂન્ય છે. તેને કાંઈ ભાન નથી. હેય શું ને ઉપાદેય શું ? તેની કાંઈ ખબર નથી. એ ભલે કરોડપતિ અબજોપતિ હોય... પણ એ બધા પાપી મિથ્યાર્દષ્ટિ છે અને મોટા આચાર્ય ને ઉપાધ્યાયના નામ ધરાવતા હોય... પણ જેને રાગની રુચિ છે તે પાપી પ્રાણી છે એમ કહે છે. સામે પાઠમાં અંદર છે કે નહીં ? તેનો અર્થ છે કે નહીં ?
“હેય ઉપાદેયરૂપ જાણપણું, તેનું શૂન્યપણું હોવાથી” છે કે નહીં પાઠમાં ? જગતની આગળ તેને પોતાની કયાં દ૨કા૨ છે! (શ્રોતા:-બધા હા પાડે છે.) સામે પાઠ છે, સત્ય છે. તેની ના પાડે તો ચાલે કયાંથી ? તું મનુષ્ય છો ! તેની હા પાડે છે. અને તું ગધેડો છે તો તેની ના પાડે છે કે નહીં ? અહીંયા રાગને પોતાનો માનનાર એટલે હેય ને પોતાનો માનનારા, ઉપાદેયને પોતાનો નહીં માનનારા... ભિન્નપણાના જાણપણાથી તે શૂન્ય-મિથ્યાદૃષ્ટિ છે. આવી વાતો છે! લોકોને આ બેસવુ કઠણ પડે!
અહીંયા કહે છે ભિન્નપણાનું જ્ઞાન તેનાથી શૂન્ય છે. તને જે રાગ થાય છે. તેને તું ઉપાદેય માને છે. મહાવ્રતનો રાગ છે તે તને આદરણીય છે. તેનાથી મારું કલ્યાણ થશે એમ માનનારે રાગને ઉપાદેય માન્યો. રાગ તે અનાત્મા છે. અંદર ભગવાન આત્મા છે... અનંત શુધ્ધ છે. એ બન્નેના જાણપણાથી શૂન્ય છે. માટે તે મિથ્યાર્દષ્ટિ-પાપી છે.
ઉપ૨ પાઠમાં કહયું કે તે રાશિન: અદ્યાપિપાપા રાગના રાગીઓ તમે પાપી છો એમ કહે છે. અંદર પાઠમાં છે કે નહીં ? સમયસારમાં આ શ્લોકનો અર્થ અને ભાવાર્થના પૂરા બે પાનાં ભર્યા છે. ભાવાર્થ જયચંદજી પંડિતનો છે.
“ભાવાર્થ આમ છે કે - મિથ્યાર્દષ્ટિ જીવને શુધ્ધ વસ્તુના અનુભવની શક્તિ હોતી નથી” જેની દૃષ્ટિ મિથ્યા છે. રાગની રુચિમાં પડયો છે. તેને જીવના શુધ્ધ વસ્તુના આનંદના