________________
કલશ-૧૩૭
૩૦૧ કરનારા એ પણ શુભરાગની વૃત્તિ છે. અને તેમાં રુચિ રાખી તો તું મરી ગયો. તું આનંદનો નાથ તેને તે મારી નાખ્યો. આત્માને ઘાયલ કરી નાખ્યો. જેમ છરા વડે શરીરને ઘાયલ કરે તેમ આ પુણ્ય ને પાપના પ્રેમમાં તેં તારા ચૈતન્યના આનંદને ઘાયલ કરી નાખ્યો. પ્રભુ! તને કાંઈ ખબર નથી.
જુઓ, હળવે હળવે એ વાત આવે છે. પાંચ સમિતિને પાળનારા, પંચમહાવ્રતનું આલંબન લેનારા, એને કરનારાને શુભરાગ છે. પણ એની જેને રુચિ છે તે મિથ્યાષ્ટિ પાપી છે. આવું કેવું જૈનપણું? વાડામાં આવી પરમ સત્ય વાત સાંભળવાય મળે નહીં. વીતરાગ ! વીતરાગ ભાવથી ધર્મ બતાવે છે. જે રાગભાવથી ધર્મ માને તે વીતરાગના વિરોધીઓ છે. અહીંયા આમ વાત છે. અહીંયા દાંડી પીટીને ચોખવટ કરીને તો કહેવાય છે.
લોકો એમ કહેને કે -છાશ લેવા જાય ને દોણી સંતાડાય? આ બધું બનેલું જોયું છે. પૈસાવાળા ભેંસુ ઘરે, પછી મહેમાન ઘરે આવ્યા હોય તો વધારે છાશ જોઈએ. છાશ લેવા જાય ત્યારે બોઘેણું પાછળ સંતાડીને રાખતો હશે? મહેમાન ઘરે આવ્યા છે તો દોણીને મોઢા આગળ મૂકવી પડે. તેમ અહીંયા સન્માર્ગ છે તે અસત્યને ખુલ્લુ પાડીને ઉઘાડું પાડી ધે છે. તેને ગોપવીને રાખતા નથી.
પાંચ મહાવ્રત પાળતો હોય, પાંચ સમિતિ પાળતો હોય, હજારો રાણીઓ છોડીને મહિના મહિનાના લુખ્ખા અપવાસ કરે, પણ એ બધી રાગની રુચિ છે. બાપુ તારુ સ્વરૂપ નથી. પ્રભુ! તું તો જ્ઞાનાનંદ સહજાનંદ સ્વરૂપ છો ને! રાગની સચિની વૃત્તિઓ ઊઠે છે તે પાપી છે. કેમ કે તે શુધ્ધ સ્વરૂપ અનુભવથી શૂન્ય છે.
“શા કારણથી? શુધ્ધ ચૈતન્ય વસ્તુ (નાત્મ) દ્રવ્યકર્મ-ભાવકર્મ-નોકર્મ” જુઓ! આત્મા શુધ્ધ ચૈતન્ય વસ્તુ અને અનાત્મા..જડકર્મ-દ્રવ્યકર્મ-ભાવકર્મ એટલે પુણ્ય-પાપ, દયાના ભાવ, નોકર્મ એટલે શરીર, વાણી “તેમનું હેય ઉપાદેયરૂપે ભિન્નપણારૂપ જાણપણું, તેનું શૂન્યપણું હોવાથી” અજ્ઞાની, રાગ હેય છે અને ચૈતન્યમૂર્તિ ઉપાદેય છે, તેવા હેય ઉપાદેયના જ્ઞાનથી શૂન્ય છે. ગજબ વાત છે.
કોઈને પાંચ-પચીસ લાખ રૂપિયા મળે, છોકરા સારા પાકે, તો તો જોઈ લ્યો તમારે “હું પહોળો ને શેરી સાંકડી” તે બધા મરીને કોઈ પશુમાં અને કોઈ નરકમાં જવાના.
અહીં પરમાત્માનો પોકાર છે.- “આત્મ” “અનાત્મ' બન્ને શબ્દ પડ્યા છે ને ! આત્મા એટલે શુધ્ધ ચૈતન્ય-વસ્તુ. “અનાત્મા” એટલે જડદ્રવ્યકર્મ, ભાવકર્મ, નોકર્મ, દયા-દાન-વ્રતભક્તિના પરિણામ એ ભાવકર્મ છે. જડકર્મ એ દ્રવ્યકર્મ, શરીર નોકર્મ, તેમનું હેય ઉપાદેયપણું. નોકર્મ,દ્રવ્યકર્મ, ભાવકર્મ હેય છે. અને શુધ્ધ સ્વરૂપ આત્મા તે ઉપાદેય છે. એવા હેય ઉપાદેયરૂપ ભિન્નપણાનું જાણપણું, એવા જાણપણાથી અજ્ઞાની શૂન્ય છે. શેઠ! ભાષા તો સાદી છે. ...સમજાય એવી છે. તેણે તેની દરકાર કરી નથી. અરે! હું કોણ છું? મારાથી ભિન્ન શું ચીજ છે? તેની