________________
કલશ-૧૩૭
૨૯૯ તે રજિ: અદ્યાપિ પITI: “મિથ્યાષ્ટિ જીવરાશિ શરીર-પંચેન્દ્રિયના ભોગસુખમાં અવશ્ય રંજિત છે” પ્રશંસાના શબ્દો સાંભળવામાં પ્રેમ છે. –“તમે આવાને આવા” એવું સાંભળવામાં પ્રેમ છે તે બધા મિથ્યાષ્ટિ મૂઢ જીવ ભવાબ્ધિમાં રઝળનારા છે. પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં કાને પ્રશંસા સાંભળે, આંખે રૂપાળી સ્ત્રી, છોકરાં, મકાન મોટા મોટા હજીરા પચાસ પચાસ લાખના હોય તેને દેખે, કપડા, દાગીનાને દેખે, શરીર રૂપાળું દેખે. અહીં કહે છે-એ બધા પંચેન્દ્રિયના ભોગ છે. શરીરના સ્પર્શના ભોગ, રસમાં મેસુબના ભોગ એ રાગના ભોગ છે. તે પંચેન્દ્રિયના વિષયોનાં ભોગ સુખમાં જરૂર રાગી છે. શ્લોક બહુ સરસ આવ્યો છે. આવી વાતો અત્યારે તો સાંભળવા મળતી નથી.
અહીંયા તો કહે છે પાંચમહાવ્રત ચોખ્ખા પાળે, સમિતિ ગુપ્તિ ચોખ્ખી પાળે, એને માટે બનાવેલ આહાર પાણીને પ્રાણ જાય તો પણ ન લ્ય, છતાં એ શુભરાગ છે. એ રાગની રુચિથી મને લાભ થશે એમ માનનારો મિથ્યાષ્ટિ જીવ છે. પાઠમાં તો એમ કહ્યું છે કે તે પાપી છે.
[ અદ્યા]િ કરોડ ઉપાય જો કરે અનંતકાળ પર્યત તો પણ પાપમય છે” કરોડ ભવમાં કરોડો, વર્ષ સુધી પાંચ મહાવ્રત પાળે, સમિતિ પાળે, રાજકુટુંબ છોડે... પણ જેને રાગમાં રુચિ છે તે પાપી પ્રાણી છે. આવું કયાંય સાંભળ્યું છે.
આ ધૂળ-માટી (શરીર) જગતની ચીજ હતી. તે રજકણો વીછીના ડંખ રૂપે હતા...ત્યારે તેના પ્રત્યે ગ્લાનિ થાય. એ વીંછીના ડંખ અત્યારે શરીરપણે પરિણમ્યા છે. એ રજકણો અહીંયા (શરીરમાં) આવ્યા છે. કારણ કે પરમાણું જગતની ચીજ છે. શરીરને મારાપણે માનીને સવારથી સાંજ સુધી..ન્હાવું, ધોવું, ખાવું,- આમ ગાંડા (પાગલ) જેવું લાગે. પ્રભુ ! તને આ સનેપાત શેનો લાગ્યો? એ રાગમાં જેને એકતાબુધ્ધિ છે એ પાપી પ્રાણી છે. એ તો પાપી છે પણ .....પાંચ મહાવ્રત ને સમિતિ બરોબર પાળે, એ પણ રાગ છે. એ કાંઈ ધર્મ નથી એ તો વૃત્તિનું ઉત્થાન છે. હું દયા પાળું, બ્રહ્મચર્ય પાળું, જૂઠું ન બોલું એ બધું વૃત્તિનું ઉત્થાન છે.- રાગ છે. એમાં જેને રુચિ છે. (અદ્યાપિ) અહીંયા સુધી આવ્યો તો પણ તે પાપી છે.
શ્રોતા :- પહેલા આચાર પાળે પછી સમ્યગ્દર્શન થઈ જશે?
ઉત્તર- એ થઈ જશે મિથ્યાત્વી. મિથ્યાત્વનું આચરણ કરશે. તો પછી મારીને જશે નરક ને નિગોદમાં. અહીંયા (સત્યનો) પોકાર કરે છે. કરોડ ઉપાય જો કરે અનંતકાળ પર્યત તો પણ પાપમય છે. જ્ઞાનાવરણાદિ કર્મબંધને કરે છે. મહાનિંધ છે. શા કારણથી એવો છે.? “યત: સગેeત્વ રિતા સન્તિ” કારણ કે વિષય સુખરંજિત છે. જેટલો જીવરાશિ તે શુધ્ધાત્મ સ્વરૂપના અનુભવથી શૂન્ય છે”
એ પાંચ ઇન્દ્રિયના વિષયના રાગમાં રંગાયેલો છે. ભગવાન આત્મા! અતીન્દ્રિય આનંદ અને શુધ્ધ ચૈતન્ય છે. તે અતીન્દ્રિય આનંદના સ્વાદથી ભરેલો પ્રભુ છે, તેની જેને પ્રતીતિ અને તેનો જેને અનુભવ છે તે જ્ઞાની ધર્મી છે. અને તે રાગથી ખાલી છે.