________________
૨૯૭
કલશ-૧૩૭
આ દિકરા, દિકરીયું, પત્ની એ તો કયાંય રહી ગયા. એ તો પુદ્ગલનો વિસ્તાર છે. અહીંયા તો જે દયા–દાન-વ્રત-ભક્તિ-પૂજા-કામ-ક્રોધના ભાવ પણ પુદ્ગલની જડની સામગ્રી છે. એ ચૈન્નયના ધ૨ની એ સામગ્રી નહીં. આહાહા ! એ પુણ્યના ફળ અને પુણ્ય એ બન્નેનો જેને અંદ૨માં પ્રેમ છે તેને વીતરાગ કહે છે. તું મિથ્યાર્દષ્ટિ છો. તારી દૃષ્ટિ જૂદી છે. સત્યથી તારી માન્યતા તદ્ન જુદી છે. તારી માન્યતા સત્યનું ખૂન કરનારી છે.
શ્રોતા :- ગૃહસ્થ પૂજા-ભક્તિ જ કરી શકે, બીજુ શું કરી શકે? ઉત્તર :- પૂજા-ભક્તિ કોણ કરે છે? એ ક્રિયા તો જડની છે. [ તે રાશિન: અદ્યાપિ પાપા ] લ્યો,તેને તો અહીં પાપી લેખ્યા છે. વાત સાચી છે. શ્લોકમાં બીજા પદનો છેલ્લો શબ્દ છે. “રાશિનોઽવ્યાપરન્તુ આલમ્બન્તાં સમિતિ પરતાં તે યતોઘપિ પાપા” આહાહા ! તે પંચમહાવ્રત પાળે, પાંચ સમિતિ, ગુપ્તિ પાળે તો પણ રાગનો પ્રેમી છે તે પાપી છે. આટલો શુભભાવ હોવા છતાં તે પાપી છે. કેમ કે તેણે અનંત આનંદનો નાથ પ્રભુનો અનાદર કર્યો છે. એનાથી વિરુધ્ધ રાગનો આદર કર્યો એ મિથ્યાત્વ વિના હોય શકે નહીં. ગજબ વાત છે ને !
વિકારભાવ દયા-દાન-વ્રત-તપનો એ તો રાગ છે. તે સ્વભાવથી વિરુધ્ધ ભાવ છે. રાગ ભાવ છે તે વૃત્તિનું ઉત્થાન છે. જે વૃત્તિ ઊઠે છે તે રાગ છે. જેને રાગનો પ્રેમ છે. તેની દૃષ્ટિ પર્યાયબુધ્ધિની છે. તેની દૃષ્ટિમાં રાગ જ રુચે છે.
સંસારમાં આખો દિવસ પાપના ધંધા. આખો દિવસ પત્ની, છોકરાવ,કુટુંબ,૨ળવું,ખાવું, એ તો પાપ, પાપ ને પાપ જ છે. એમાં તો પુણ્ય પણ નથી. પણ અહીં તો એ પુણ્યમાં આવ્યો છે. અને મહાવ્રત, પાંચ સમિતિ,ગુપ્તિને બરોબર ચોખ્ખી પાળે છે. એ રાગની જેને રુચિ છે, એ રાગ જેને પોષાય છે. મિથ્યાર્દષ્ટિ વિના હોય શકે નહીં. ગજબ વાત છે. [ અદ્યાપિ પાપા: ] એ વાત આગળ આવશે.
અહીં તો એક બાજુ રામ અને એક બાજુ ગામ છે. એક બાજુ પ્રભુ આત્મા અનંત અનંત બેહદ જ્ઞાન ને આનંદનો ભંડાર છે. એવા અત્મારામ સિવાય જેટલા પુણ્ય ને પાપના શુભાશુભ ભાવ થાય અને તેના ફળ તરીકે (નોકર્મ) પત્ની, છોકરાં, પૈસા મળે એ બધો પુદ્ગલનો વિસ્તાર છે. એ બીજું ગામ છે. એક બાજુ રામ અને બીજી બાજુ ગામ છે. એ પુદ્ગલના ગામના કોઈપણ અંશના પ્રેમની જેને રુચિ છે તે મિથ્યાર્દષ્ટિ છે. વીતરાગ માર્ગની આવી વાતું છે. અરેરે.. તેણે કોઈ દિવસ સાંભળ્યોય નથી. એમ ને એમ પશુની જેમ જિંદગીયું ચાલી જાય છે.. અને ફરી પાછા જશે પશુમાં ..! આહાહા! જેને આવા (તત્વના ) સંસ્કા૨ નથી, જેણે આવા સંસ્કા૨ નાખીને શુભભાવ કરેલા નથી...તેને તો પશુની ગતિ છે અને ત્યાંથી મરી ને પછી નરક નિગોદમાં ..ચાલ્યા જાય ત્યાં આ બહારની સામગ્રી નહીં રહે પ્રભુ.!
શ્રી સમયસારજીમાં આ શ્લોકના અર્થના બે મોટા પાટિયા (પેઈજ )ભર્યા છે.જડની ક્રિયા જડથી થાય અને માને કે મારાથી થઈ. રાગની ક્રિયા શુભભાવ છે. તે બંધનું કારણ છે