________________
કલશામૃત ભાગ-૪ એક વેજલકાનો યુવાન માણસ છે, તેને અભ્યાસ સારો છે. આર્જાની પાસે ગયા હશે ! તે કહે તમારું બીજું બધું ઠીક પણ ...તમે તપને ધર્મ કેમ નથી માનતા ! આ ભાઈ કહે –કયું તપ ? આ અપવાસ વગેરે છે તે તો બધી રાગની ક્રિયા છે. એ તપ નથી. ચુડા અને રામ૫૨ની વચ્ચે વેજલકા ગામ છે. એ છોકરો બહુ હુશિયાર છે. અભ્યાસી છે. બધી વાત કરતાં કરતાં અર્જિકા કહે તમારી બધી વાત ઠીક પણ તપસા એ ધર્મ નથી એ વાત મને ના બેસે. કઈ તપસા ? –એ બધી તો તારી લાંધણું છે. હજુ તો આ રાગના રસમાં પડયો છે. એવા તારા અપવાસ એ બધી લાંધણું છે. એમ પ્રભુ કહે છે. “વિષય કષાય આહાર ત્યાનો યંત્ર વિદ્યયતે જેમાં વિષય ને કષાય નહીં, વિધેતે” ત્યાં આગળ તેને આત્માના અતીન્દ્રિય આનંદનો સ્વાદ છે. જેમ સોનું ગેરુથી શોભે તેમ અતીન્દ્રિય આનંદ પ્રભુ ! રાગ રહિત થઈને...વીતરાગ ભાવે શોભે છે. તેને અહીં તપ કહેવામાં આવે છે. “તપતિ કૃતિ તપ” તે તપ છે. બાકી બધી લાંધણું છે. આકરી વાતું છે બાપા!
.
“અનંતકાળ પર્યંત કરે તો પણ પાપમય છે” કેમ કે તે સમકિતથી રહિત છે. જેને રાગની રુચિ છે તે મિથ્યાર્દષ્ટિ છે અને તેથી તે આત્માના અનુભવથી ખાલી છે. શૂન્ય છે. (રિવત્તા) રિક્ત છે. લોકોને કયાં પડી છે? બે ચાર છોકરા સારા પાકે અને એક-એક છોકરાને બે-બે લાખની પેદાશું હોય, રૂપાળા હોય, દાગીના-કપડાં આમ પહેર્યા હોય ! જેના પ્રેમમાં ઘૂસી ગયો એ બધા સ્મશાનના હાડકાં છે.
સંવત ૧૯૫૯ ની વાત છે. મારી ઉમર તેર વર્ષની હતી. છ ચોપડી સુધી અભ્યાસ કર્યા પછી પાલેજ દુકાને ગયો. આસો મહિનો અને પૂનમનો દિવસ હતો. ત્યાં જીન છે. ત્યાં બાયું રાસડા વ્યે ! અમે પૂછયું કે–ત્યાં શું છે ? અમને ત્યાં ન જવા દેવા માટે કહે –ત્યાં ચૂડેલ થાય છે. શરી૨ કોમળ એટલે બહાર જવા ન દે ! મારાથી નાનો મગન હતો, ૫૨ણ્યા પછી બે વર્ષે ગુજરી ગયો. અમો પાલેજમાં પહેલ વહેલાં ગયેલા ..તેઓ કહે ત્યાં ચૂડેલ છે અને આપણને ખાય જાય–ભ૨ખી જાય. ચૂડેલ એટલે વ્યંતર દેવી –જેને ડાકણ કહેવાય. ત્યાર પછી બે પાંચ વર્ષે ખબર પડી એ તો ( ગામની ) બાયું ( સ્ત્રીઓ ) હતી. અમારા ઘરાક, દુકાને માલ લેવા આવે –બાયુંને બધા આવે અમે પૈસાની ઉધરાણી ક૨વા જતા એટલે ખ્યાલ આવ્યો કે–અરે ! આતો બાયું છે. અમને ત્યાં જોવા ન જવા દેવા ખાતર ચૂડેલ છે, તેમ કહેલું. અહીંયા ૫૨માત્મા કહે છે– રાગનો ભાગ એ ચૂડેલ છે– તે ડાકણ છે. એને જો પ્રેમ કર્યો તો તને ખાઈ જશે ! ચીમોતેર વર્ષ પહેલાંની વાત છે.
૩૦૦
અહીંયા ત્રણ લોકના નાથ કહે છે ! પ્રભુ તારી પાસે અનંત આનંદ, જ્ઞાન ને શાંતિ પડી છે. તેને છોડી દઈને આ રાગ પુણ્ય-પાપની તો વાત જ શું કરવી ? સંસારમાં પત્ની, છોકરાવ, કુટુંબ, ધંધા સાચવવા, શરીરને પોષે એ તો એકલું પાપ, એ બધા તો દુર્ગતિમાં જવાના. જ્યારે અહીંયા તો પંચ મહાવ્રતને પાળનારા, હજારો રાણી છોડીને મહિના ...મહિનાના અપવાસ