________________
૨૯૬
કલશામૃત ભાગ-૪ સ્વરૂપની રુચિ અનુભવ છોડી દઈને અંદરમાં જે દયા-દાન-મહાવ્રત-સમિતિનો રાગ થાય, એ રાગનો રાગ જેને રુચે છે તે મિથ્યાદૃષ્ટિ છે- તેને જૈન ધર્મની ખબર નથી. અંદર પાઠમાં છે ને બધુંય !
આમ ને આમ જિંદગી ઢોરની પેઠે ચાલી જાય છે. ત્રિલોકીનાથ પરમાત્મા જિનેશ્વરદેવ તેમની દિવ્યધ્વનિમાં આ આવ્યું છે અને સંતોએ જગત પાસે જાહેર કર્યું છે. દિગમ્બર સંતો જાહેર કરે છે...ભાઈ ! જિનેશ્વર દેવ પરમાત્મા ! ઇન્દ્રો અને ગણધરોની સભાની મધ્યમાં પ્રભુ આમ કહેતા હતા કે જેને દયા-દાન-વ્રત-ઉપવાસના વિકલ્પ ઊઠે છે એતો રાગ છે. એ રાગની જેને રુચિ છે એ મને લાભ કરશે, એ મારી ચીજ છે. એવી માન્યતાને મિથ્યાદ્રષ્ટિનો મિથ્યાત્વભાવ કહે છે. જે મિથ્યાત્વભાવ ચોરાસી લાખ યોનિના અનંત અવતારનું કારણ છે. અરેરે !કયાં એણે જોયું છે. અને કયાં તેણે જાણ્યું છે !!
પ્રભુ! તું જ્ઞાન ને આનંદની મૂર્તિ છો ને! આખું જગત જે ય તેનો તું જાણનાર દેખનાર છો ને!? તેને ઠેકાણે પર શેયને (પોતાનું માને) દયાદાન-વ્રત-તપનો જે વિકલ્પ ઊઠે એ પરણેય છે. એનો તું પ્રેમથી આદર કરે છે- એ રાગ મારો છે તે રાગની રુચિ છે. એ મિથ્યાષ્ટિ છે. | સર્વજ્ઞ વીતરાગ પરમેશ્વર અકષાય કરુણાથી તેમને વિકલ્પ નથી પણ વાણીનો ધ્વનિ વહે છે. એ વાણીમાં એમ આવ્યું છે. (બનારસી વિલાસમાં આવે છે.) “મુખૐકાર ધુનિ સુનિ અર્થ ગણધર વિચારે” ભગવાનના શ્રીમુખેથી ઓમ ધ્વનિ નીકળ્યો. ત્રિલોકનાથના મુખેથી
ઓમકાર ધ્વનિ સાંભળીને સંતોના ગણ, સંતોના ટોળાના ધરનાર એવા ગણધરો છે તે વિતરાગની વાણીને સાંભળે “રચિ આગમ ઉપદેશે” એમાંથી ગણધરો સંતો આગમ રચે છેશાસ્ત્રો રચે છે. “રચિ આગમ ઉપદિશૈ, ભવિક જીવ સંશય નિવારે” સંશય નામ મિથ્યાત્વ. અજ્ઞાની જૈનની સભામાં અનંતવાર ગયો. જૈન પરમેશ્વરના સમવસરણમાં મહાવિદેહમાં અનંતવાર ગયો, અનંતવાર સાંભળ્યું પણ ત્યાં કેવળી આગળ રહી ગયો કોરો લૂખો રહી ગયો. કેમ કે તેણે પોતાના આનંદ ને જ્ઞાનસ્વભાવથી વિરુધ્ધભાવ એવો જે દયા-દાન-વ્રતભક્તિનો ભાવ તેનો પ્રેમ અને રુચિ તેણે છોડી નહીં. આવું છે ભાઈ; અરેરે! વિતરાગના માર્ગને કોણ નાદ આપે ! આવું સ્વરૂપ છે પ્રભુ!
મહાવ્રતનો કે ઉપવાસનો વિકલ્પ હો! હું ઉપવાસ કરું છું તે વિકલ્પ છે તે રાગ છે. તે કાંઈ ધર્મ નથી. એ રાગની જેને રુચિ છે એટલે કે એ રાગ જેને પોસાય છે એ જીવ મિથ્યાષ્ટિ છે. મિથ્યાષ્ટિ વિના રાગનું પોષણ ને રાગની રુચિ હોય શકે નહીં. તેણે કર્યું શું? તેણે ઢોર (પશુ)ની જેમ જિંદગી ગાળી અને આમ ને આમ મરીને પશુમાં જવાનો પાછો.. અંદરમાં આવા જેને સંસ્કાર નથી કે હું એક આત્મા છું. અનંતજ્ઞાન ને અનંત આનંદના સ્વભાવથી ભરેલો ભગવાન છું. હું ભગવત્ સ્વરૂપ છું. કૃતકૃત્ય છે. આવા આત્માનો અનુભવ અને દ્રષ્ટિ કર્યા વિનાનો (ચોરાસીમાં રખડી મરવાનો).