________________
૨૯૪
કલશામૃત ભાગ-૪ ને પાપના ભાવ અને એના ફળ એ બધી કર્મની સામગ્રી છે. એ દુશ્મન –વેરીની સામગ્રી છે. એના પ્રત્યે જેને પ્રેમ છે તેને આનંદના નાથ ભગવાન આત્મા પ્રત્યે અપ્રેમ –દ્વેષ છે. જે કાંઈ શુભાશુભ રાગ અને તેના ફળના પડખે ચડીને પ્રેમી થયો છે તેને આનંદનો નાથ સચ્ચિદાનંદ આત્મા તેનો દ્વેષ છે. અરે...... આવી વ્યાખ્યા કેવી ? બાપુ ! અપૂર્વ વાત કાંઈક રહી જાય છે.
“તે રાશિન: અદ્યાપિ પણપા: મિથ્યાર્દષ્ટિ જીવરાશિ શરીર-પંચેન્દ્રિયના ભોગ સુખમાં અવશ્ય રંજિત છે.” જોયું !! તેને એમાં સુખબુધ્ધિ છે. તે રાગના રંગમાં રંગાય ગયો છે. અહીં ‘રંજિત’ કહ્યું ને ! ? હજુ આગળ કહેશે કે – પંચમહાવ્રત પાળે, સમિતિ ભલે પાળે, “સમિતિ પરતાં” જોઈને ભલે ચાલે....પણ અંદરમાં રાગના પ્રેમમાં પડયો છે. તે ભલે પુણ્યનો રાગ છે પણ તે પુદ્ગલનો પાક છે. તેમાં એને પ્રેમ ને રુચિ છે, તે મહાવ્રત અને પાંચ સમિતિ પાળવા છતાં તે પાપી મિથ્યાર્દષ્ટિ છે. આવી વાતું છે.
સમ્યગ્દષ્ટિ જીવ, છખંડના રાજ્યમાં પડયો દેખાય છતાં તેને રાગમાં પ્રેમ અને સુખબુદ્ધિ ઊડી ગઈ છે. મારો નાથ અતીન્દ્રિય આનંદથી ભરેલો ભગવાન છે.તેના પ્રેમના, રસના સ્વાદ આગળ બધામાંથી સ્વાદ ઊડી ગયો છે. તેને કર્મબંધન નથી – તીવ્ર બંધન નથી. અને પેલાને તો મિથ્યાત્વનું અને અનંતાનુંબંધીનું મહાપાપનું બંધન છે. તેને કર્મની સામગ્રી પ્રત્યે પ્રેમ છે અને આત્માની સામગ્રી પ્રત્યે તેને દ્વેષ છે. અનંત આનંદ ને જ્ઞાનનો સાગર ભગવાન તેના પ્રત્યે તેને અરુચિ છે અને એને રાગની રુચિ છે. આવી વાતું હવે બાપુ ! આ તો મારગડા વીતરાગના. પ્રભુ તું વીતરાગ સ્વરૂપ છો ભાઈ ! એનો મારગ, એમાં જવાનો, એમાં ઠરવાનો કોઈ અલૌક્કિ છે. એ બહા૨ના કોઈ સાધનથી અંદરમાં જવાય એવું નથી. એટલે કે રાગની મંદતાના સાધનોથી અંદ૨માં જવાય એવું તો છે નહીં. એ વાત આગળ કરશે.
પંચ મહાવ્રત પાળે, અહિંસા, સત્યવ્રત, બ્રહ્મચર્ય, જીવનપર્યંત શીલ પાળે પણ અંદ૨માં જે રાગનો ભાવ આવે છે તેનો એને પ્રેમ છે. પછી તે દયાદાનના રાગનો રાગ હો ! વ્રતનો હો ! પણ તેનો જેને પ્રેમ છે તે મિથ્યાર્દષ્ટિ રાગમાં સુખ માને છે. ગજબ વાત કરી છે ને !?
એ પંચ મહાવ્રત આદિ રાગ છે. તેને સાધન માને છે. મારા સુખનું એ સાધન છે. આહાહાહા....! આકરી વાત પડે તેથી શું કરે. મારો ધ૨મ જે વીતરાગ સ્વભાવ એમાં એ વ્રત અને તપનો જે ભાવ રાગ એ સાધન છે. એનાથી સાધ્ય પ્રગટશે એવો મિથ્યાર્દષ્ટિ જીવ પંચમહાવ્રત અને પાંચ સમિતિમાં તત્પર રહેલો હોય, છતાં તે મિથ્યાર્દષ્ટિ છે. આહાહાહા.... ! સમજાણું કાંઈ !
પ્રવચન નં. ૧૩૮
તા. ૦૨/૧૧/’૭૭
“મિથ્યાત્વ ભાવ વિના કર્મનીસામગ્રીમાં પ્રીતિ ઉપજતી નથી એમ કહે છે.” જૈનમાં જન્મ્યા તેને જૈન ધર્મ શું ! તેની ખબર નથી. એનો વિસ્તાર આવવાનો છે. મિથ્યાત્વ વિના