________________
૨૯૨
કલશામૃત ભાગ-૪ વર્ષની યુવાન અવસ્થા હોય, પત્ની પણ યુવાન હોય...તે ભોગમાં મીઠાશ માને છે તે મૂઢ જીવ અનંત સંસારના બંધનને કરે છે. આવો માર્ગ છે.....!
“તેઓ પરિણામોથી ચિકણા છે.” સમ્યગ્દષ્ટિમાં એમ લીધું હતું કે- લૂખા છે. અહીંયા પરિણામમાં ચિકણા છે. તેને એક પણ ઇન્દ્રિયના વિષયમાં રાજીપો, ખુશીપણું ઉત્પન્ન થયા વિના રહેતું નથી. એ તો તેમાં રાજી રાજી થઈ જાય છે. મને પૈસા મળ્યા, મને ભોગ મળ્યો, મને આબરુ મળી, મારી પ્રશંસા થઈ એમ પર પદાર્થમાં ખુશીપણું થઈ જાય છે. એથી તે અનંત સંસારના કર્મને બાંધે છે. જ્યારે સમ્યગ્દષ્ટિને રાગ આવે તે અસ્થિરતાની વાત છે. અસ્થિરતાનો રાગ આવે પણ તેમાં રસ નથી.
શ્રોતા:- લૂખુ લૂખુ ભોજન કરે તો પછી ક્યાં રાગ રહ્યો?
ઉત્તર- ભોજન લૂખુ કરે પણ અંદર રાગ કરે. અંદર ખાવાના ભાવમાં રાગ છે તેમાં મને મજા પડે છે એમ માને છે. ભલે લૂખ ખાય તો પણ તે ધર્મનો ત્યાગી છે અને રોગનો ભોગી છે. ભરત ચક્રવર્તી જેવા સમ્યગ્દષ્ટિ છે તે આહારમાં બત્રીસ કોળિયાનો આહાર લ્ય છે. એનો એક કોળિયો એવો હોય છે કે તેને છનું કરોડપાયદળ ન પચાવી શકે. તેના ખોરાકમાં હિરાની ભમ્મુ, ત્રાંબાની ભમ્મુ, લોખંડની ભમ્મુ, મણિ-રત્નની ભમ્મુનો બનેલ હોય છે. ચક્રવર્તીની દાસી એવી (બળવાની હોય કે હીરાને હાથમાં લઈને બીજા હાથથી મસળી –ભૂકો કરી, તેની ભસ્મને રોટલીના લોટમાં નાખે....એવો બત્રીસ કોળિયાનો આહાર ખાય તો પણ તે ભોગનો ભોગી નથી. તેમાં સુખબુદ્ધિ નથી. અજ્ઞાનીને તેમાં રસ આવે છે, જ્ઞાનીને તેમાં દુઃખ લાગે છેઆટલો ફેર છે.
મિથ્યાત્વ ભાવના એવા જ પરિણામ છે- ચિકણા પરિણામ અજ્ઞાનીના છે. ભલે ! એકલો ખાખરો ખાતો હોય... પણ એમાં એને રાગની મીઠાશ છે.
શ્રોતા તો એ શું ખાય છે? ઉત્તર- તે ચિકણો રાગ ખાય છે. આવી વાતું છે.
“સર્વજ્ઞનો ધર્મ સુશર્ણ જાણી, આરાધ્ય આરાધ્ય પ્રભાવ આણી અનાથ એકાન્ત સનાથ થાશે, એના વિના કોઈ ન બાહ્ય સ્વાશે.” ત્રિલોકીનાથ સર્વજ્ઞ પરમાત્મા જિનેન્દ્રદેવનું આ ફરમાન છે. મિથ્યાદેષ્ટિને ભોગમાં રાજીપો હોવાથી તેને ખુશીથી ભોગવે છે તેથી તેને કર્મબંધન છે. અને જ્ઞાનીને બત્રીસ કોળિયામાંનો એક કોળિયો છનું કરોડ પાયદળ પચાવી ન શકે તેવા બત્રીસ કોળિયાનો દરરોજનો આહાર લ્ય છે.
ચક્રવર્તીનો આહાર તૈયાર કરવા ત્રણસો સાંઈઠ રસોયા હોય છે. તેને ત્રણસો સાંઈઠ દિવસમાં એક દિવસ રસોઈ કરવાની હોય...તો પણ તે ત્રણસો સાંઈઠ દિવસ તૈયારી કરે, એ રસોયાઓનો અમલદાર હોય તે હુકમ કરે કે- આજ મહારાજ માટે....આ ચીજ કરજો, એ ચીજ પણ કેવી હીરાની ભસ્મ નાખેલો શીરો આવે, લાડવા આવે..પણ એ બધા પુદ્ગલ