________________
૨૯૦
કલશામૃત ભાગ-૪ એવો લાગે છે જાણે કોઈ રોગનો ઉપસર્ગ થતો હોય;” સમ્યગ્દષ્ટિ જીવ એટલે ધર્મની પહેલી સીઢી, ધર્મ અર્થાત્ મોક્ષ મહેલનું પહેલું પગથિયું.... એવો સમ્યગ્દષ્ટિ જીવ તેને ભોગ એવો લાગે છે કે જાણે કોઈ રોગનો ઉપસર્ગ થતો હોય! ધર્મી જીવને આત્માના આનંદના સ્વાદ આગળ ભોગનો રાગ કાળા નાગ જેવો દેખાય છે. રોગનો ઉપસર્ગ જાણે આવ્યો હોય માણસને સર્પ, વિંછી કરડે અને ઉપસર્ગ આવે એમ ધર્મીને ભોગનો જે રાગ છે તેને ઉપસર્ગ જાણે છે. અજ્ઞાની એ રાગને મીઠાશથી વેદે છે. આટલો ફેર છે. જ્ઞાની ભોગને રોગ સમાન દેખે છે. ભગવાનની સ્તુતિમાં આવેલું ને કે- “ભૂજંગભોગ” ભોગને ભૂજંગ જાણે છે...ભૂજંગ એટલે કાળો નાગ ફેણ ચડાવે અને (તેનાથી ભાગે) તેમ સમ્યગ્દષ્ટિ જીવને આત્માના સ્વાદની આગળ...એ ભોગનો ભાવ કાળા નાગ જેવો લાગે છે. પછી તે ગૃહસ્થાશ્રમમાં હો !
સ્ત્રી કુટુંબમાં હો! પણ એ ભાવને કાળા નાગ જેવો દેખે છે – તેને ઝેર દેખે છે. ભગવાન આત્માનું સમ્યગ્દર્શન થતાં આનંદના સ્વાદ આગળ, ભોગના રાગને રોગ સમાન જાણે છે. ધર્મની આવી વાતો છે.
જાણે કોઈ રોગનો ઉપસર્ગ થતો હોય; તેથી કર્મનો બંધ નથી, એમ જ છે.” કેમ કર્મ બંધ નથી ? સમ્યગ્દષ્ટિને ભોગના ભાવ બંધન કેમ નથી? તે તેને કાળો નાગ અને રોગ દેખે છે. તેથી એને તેનું બંધન નથી. ભોગના ભાવને દુઃખ દેખે છે. આનંદનો નાથ પ્રભુ અંદર બિરાજે છે.....તેના સ્વાદનું જેને ભાન થયું છે તે ભોગના રાગને રોગની જેમ દેખે છે. આ આવો ઉપદેશ કેવો! પેલામાં આવતું કે -છકાય જીવની દયા પાળવી. તેની દયા પાળવી કે તારે તારી દયા પાળવી! તેની અહીંયા વાત છે. તું જેવડો છો તેવડો માને ત્યારે દયા પાળી કહેવાય. એવડો અને એવો ન માનતાં આત્માને રાગ જેવડો માનવો તેમાં તેણે આત્માની હિંસા કરી છે. સમજાણું કાંઈ?
સ્વ દયા એટલે? જે પૂર્ણ આનંદ ને પૂર્ણજ્ઞાન, પૂર્ણશાંતિના સ્વભાવનો સાગર પ્રભુ છે તેને તેટલો ને તે રીતે કબૂલવો, જાણવો, અનુભવવો તેનું નામ સ્વની દયા કહેવામાં આવે છે. એને એ રીતે અને એટલો ન માનવો અને દયા-દાનનાં પરિણામ જેટલો આત્મા છે તે જીવની હિંસા છે. ભોગના મીઠાશ જેટલો માનવો, એક સમયની પર્યાય છે એટલો આત્માને માનવો તે જીવની હિંસા છે. તે પોતાના ભગવાનની હિંસા છે. આવી વ્યાખ્યા કેવી ? જિનેન્દ્રદેવ વીતરાગ પરમાત્માનો આ હુકમ છે. દુનિયા માને ન માને તેથી કાંઈ વસ્તુ ફરી ન જાય !?
શ્રોતા- દુનિયા માને એમ જ કરોને....!
ઉત્તર:- એ માને એની તો આ વાત ચાલે છે. માનવું ન માનવું એ તો એની ઉપર છે. જેની વૃત્તિ-મીઠાશ પરમાં છે તે માને શી રીતે? જેણે ચીજને દેખી નથી તેને માનવી શી રીતે?
અહીંયા તો સમ્યગ્દર્શન ને જ્ઞાનમાં વસ્તુને દેખીને જાણી ને અનુભવી છે ધર્મીને જે ભોગનો રાગ આવે છે તેને ઝેરીલો નાગ જાણે છે. જેમ નાગને આવતો દેખેને