________________
કલશ-૧૩૭
૨૮૯ મૌનપણું અથવા થોડું બોલવું અથવા પોતાને હીણો કરી બોલવું, તેનું (પરતાં) સમાનરૂપ સાવધાનપણું, તેને (માનવુન્તા) અવલંબે છે અર્થાત્ સર્વથા પ્રકારે આ રૂપે પ્રકૃતિનો સ્વભાવ છે જેમનો, એવા છે; તથાપિ રાગી હોવાથી મિથ્યાષ્ટિ છે, કર્મબંધને કરે છે. ભાવાર્થ આમ છે કે જે કોઈ જીવ પર્યાયમાત્રમાં રત હોતાં પ્રગટ મિથ્યાષ્ટિ છે તેમની પ્રકૃતિનો સ્વભાવ છે કે અમે સમ્યગ્દષ્ટિ, અમને કર્મબંધ નથી એવું મુખથી ગરજે છે, કેટલાક પ્રકૃતિના સ્વભાવને લીધે મૌન જેવા રહે છે, કેટલાક થોડું બોલે છે, ત્યાં આ પ્રમાણે રહે છે તે સમસ્ત પ્રકૃતિનો સ્વભાવભેદ છે, એમાં પરમાર્થ તો કાંઈ નથી. જેટલા કાળ સુધી જીવ પર્યાયમાં પોતાપણું અનુભવે છે તેટલા કાળ સુધી મિથ્યાદેષ્ટિ છે, રાગી છે, કર્મબંધને કરે છે. પ-૧૩૭.
કળશ .-૧૩૭ : ઉપર પ્રવચન પ્રવચન નં. ૧૩૭–૧૩૮–૧૩૯
તા. ૦૧-૦૨-૦૩/૧૧/'૭૭ આ પ્રસંગે એમ કહે છે કે – સમ્યગ્દષ્ટિ જીવને વિષય ભોગવતાં કર્મનો બંધ નથી.” જેને સમ્યગ્દર્શન – સત્યદર્શન થયું છે તેવા (જીવની વાત કહે છે). પરમાત્મા પોતે વીતરાગ મૂર્તિ છે. તેનો ત્રિકાળ સ્વભાવ અને શક્તિ છે. એવા આત્માની સમ્યક પ્રતીતિ અને તેનું જ્ઞાન કરીને એટલે જાણીને પ્રતીતિ થઈ તેને સમ્યગ્દષ્ટિ કહે છે. એવા જીવને વિષય ભોગવતાં કર્મનો બંધ થતો નથી
એ શું કહ્યું? તેને કર્મનો બંધ નથી....એટલે મિથ્યાત્વ અને અનંતાનુબંધીનું જે બંધન તે સમ્યગ્દષ્ટિને નથી. તેને વિષય ભોગવવામાં આસક્તિ પણ છે. આસક્તિ છે તેથી અસ્થિરતાનો દોષ છે. તો પણ તેને મિથ્યાત્વ અને અનંતાનુબંધીનું જે કર્મ બંધાય છે તે બંધન તેને નથી. આવો ધર્મ ક્યાંથી કાઢયો?
કોઈ એમ કહેતું હતું કે- આ નવું ક્યાંથી કાઢયું? આ નવો માર્ગ નથી ભગવાન! અનાદિનો વીતરાગ જિનેન્દ્ર પરમાત્માનો આ માર્ગ છે. લોકોને સાંભળવા મળ્યો ન હોય તેથી નવો લાગે....પણ નવો નથી. અનંત તીર્થકરો, અનંત કેવળીઓ આ રીતે કહેતા આવે છે... અને કહે છે, અને કહેશે!! એમાં કોઈ બીજી વાત છે નહીં.
ત્યાં કારણ એ છે કે સમ્યગ્દષ્ટિના પરિણામ ઘણાજ લૂખા છે.” ઘણાં જ લૂખા” એટલે? એટલે કે તેપાંચ ઇન્દ્રિયોના વિષયોમાં ઊભો દેખાય, જરા આસક્તિ પણ હોય અસ્થિરતાની તો પણ પર તરફના તેનાં પરિણામ ઘણાં જ લૂખા છે. એટલે કે- જેને આસક્તિનો પણ રસ નથી, રસ આત્માનો છે. અતીન્દ્રિય આનંદનો નાથ પ્રભુ છે તેના રસની આગળ આસક્તિનો રસ અને તેમાં સુખબુદ્ધિ જેને ઊડી ગઈ છે.
“ત્યાં કારણ એ છે કે – સમ્યગ્દષ્ટિના પરિણામ ઘણા જ લૂખા છે, તેથી ભોગ