________________
કલશ-૧૩૭
૨૯૧ એમ રાગને દેખે છે. એનાથી કેમ જલ્દી છૂટવું એમ વિચારે છે. જ્યારે અજ્ઞાની તેની મીઠાશના પ્રેમમાં પ્રવાહમાં દોરાય જાય છે. અંદરની વસ્તુ અંદર પડી રહે છે. સમજાણું કાંઈ? આવું છે!! કાંઈ સમજાણું? એમ ! તો શું કહેવા માગે છે એ પધ્ધતિથી વાત સમજાય છે? એમ !
ત્રિલોકીનાથ જિનેન્દ્રદેવ પરમાત્માની આ આજ્ઞા છે. સમ્યગ્દષ્ટિ જીવને ભોગથી કર્મનો બંધ નથી. કેમ નથી ? કે તેને રાગ છે તે દુઃખ લાગે છે. અરે! મારો નાથ આનંદ સ્વરૂપ પ્રભુ છે, એવા આનંદને માનનારો છે તે રાગના ભોગને દુઃખ માને છે. રોગ માને છે. આ રોગ આવ્યો તેમ દેખે છે. જે તેને રોગ સમજે છે તેને બંધ નથી. પરંતુ તેને રોગ ન સમજતાં એ મારી પ્રેમવાળી ચીજ છે એમ માનનારને મિથ્યાત્વ અને અનંતાનુબંધીનો બંધ છે.
મિથ્યાત્વ એટલે અનંત સંસારનું કારણ. જેને રાગની મીઠાશ વર્તે છે. પછી તે પાપના રાગની હો કે પુણ્યના રાગની હો! પણ જેને મીઠાશ વર્તે છે તે સ્વભાવનો અનાદર કરનારો અજ્ઞાની મિથ્યાત્વને સેવે છે. ધર્મીને પુણ્યના પરિણામ આવે તે જુદી વાત છે. આવા ભોગના આસક્તિના ભાવ આવ્યા તેને સાધક રોગ અને દુઃખ દાયક જાણે છે. કેમ કે તેણે પોતાનું સ્વરૂપ આનંદ છે એવું જાણું છે. એ આનંદની સાથે મેળવે છે તો તેને દુઃખ લાગે છે. માર્ગ તો આવો છે ભાઈ ! દુનિયાએ મારગને વિંખી નાખ્યો પિંખી નાખ્યો છે. આવા મારગને કંઈક ઊંધા રૂપ આપી દીધા છે. અરે...પ્રભુ! જિંદગી ચાલી જાય છે.
અહીં કહે છે કે – સમ્યગ્દષ્ટિને ભોગ ભોગવતાં, વિષય ભોગવતાં કર્મનો બંધ નથી. શા કારણથી નથી? સમ્યગ્દષ્ટિના પરિણામ ઘણાં લૂખા છે. સમ્યગ્દર્શન થતાં તેને વીતરાગ ભાવ પ્રગટયો છે એથી રાગ આવે તો પણ તેમાં રુચિ નથી. ભોગના રાગના ભાવની તેને રુચિ નથી. અંતરમાં તેને પોસાતું નથી પણ રાગ આવે છે. પોસાણ નથી, રુચિ નથી માટે તેને બંધ થતો નથી. ક્યો બંધ નથી ? મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાયનો બંધ તેને નથી. આસક્તિ છે તેટલો ચારિત્રમોહનો તેને બંધ છે, એને અહીંયા ગૌણ ગણ્યો છે. મુખ્ય બંધ મિથ્યાત્વનો નથી તેથી તેને ભોગમાં નિર્જરા છે એમ કહેવામાં આવે છે. જો ભોગમાં નિર્જરા હોય તો તો ભોગ છોડીને અંદરમાં ચારિત્ર અંગીકાર કરવું એ રહેતું નથી.
આ કઈ અપેક્ષાએ કહે છે કે – ભોગમાં નિર્જરા છે ધર્મીને અંદરના પરિણામ લૂખા છે. તે ભોગને રોગ સમાન ભાળે છે. તેથી તેને કર્મનો બંધ નથી. એમ જ છે. જે કોઈ મિથ્યાદેષ્ટિ જીવ પાંચ ઇન્દ્રિયોના વિષયના સુખને ભોગવે છે,”જોયું? પાંચ ઇન્દ્રિયોના વિષય તરફમાં આબરુને સાંભળી રાજી થાય, આંખે સુંદર રૂપ દેખીને રાજી થાય, સુગંધ દેખીને રાજી થાય, રસ દેખીને રાજી થાય, ભોગનો સ્પર્શ દેખીને રાજી થાય એ મિથ્યાષ્ટિ પાંચ ઇન્દ્રિયના વિષયનો લોલુપી છે. અતીન્દ્રિય આનંદનો નાથ ભગવાન તેનો અનાદર કરીને... એ પાંચ ઇન્દ્રિયના વિષય સુખને ભોગવી તેમાં સુખ માને છે.
એ પાંચે ઇન્દ્રિયના વિષયમાં અજ્ઞાની સુખ માને છે. સુંદર રૂપાળું શરીર, ૨૫-૩૦