________________
કલશ-૧૩૭
૨૯૩ માટી જડ છે. તેના પ્રત્યેનો ઉત્પન્ન થયેલો રાગ ઝેર છે – દુઃખ છે. તેમાં તેને ક્યાંય ગોઠતું નથી. એ ધર્મીને એવા રાગમાં ક્યાંય ગોઠતું નથી. અજ્ઞાની એ રાગમાં ગોઠવાય ગયો છે. હવે જ્ઞાની, અજ્ઞાનીના આંતરા કોણ જાણે?
મિથ્યાત્વના એવા જ પરિણામ છે, સહારો કોનો છે?” એમાં બીજી જરૂરિયાત અને મદદ કોની? અજ્ઞાનીને વિષયમાં પ્રેમ છે, રાગ છે, સુખબુદ્ધિ છે. જ્યારે સમકિતીને રાગમાં સુખબુદ્ધિ નથી. તેને ઝેરબુધ્ધિથી દેખે છે. આ રીતે અંદરમાં બન્નેના પરિણામમાં તફાવત છે. “એમાં સહારો કોનો?”
“ત્યાં તો જીવો એવું માને છે કે “અમે પણ સમ્યગ્દષ્ટિ છીએ” અમે પણ લૂખુ ખાઈએ છીએ........ આવું ખાઈએ તેથી ધર્મી છીએ. અમારે પણ વિષય સુખ ભોગવતાં કર્મબંધ નથી – એમ અજ્ઞાની માને છે. અમે પણ ધર્મને માનનારા છીએ, વીતરાગને માનનારા છીએ, તેથી અમને ભોગમાં બંધ નથી. દૃષ્ટિમાં મિથ્યાત્વ છે છતાં એ એમ માને છે કે – ભોગ ભોગવતાં અમને નિર્જરા છે. આહાહા! અમે પણ સમ્યગ્દષ્ટિ છીએ...અમને કર્મ નથી, એવા જીવો ભ્રાંતિમાં પડયા છે.
પાંચ ઇન્દ્રિયોના વિષયો એટલે પ્રશંસાના શબ્દો, આંખનું સુંદર રૂપ, રૂપ દેખવામાં, સુગંધ મીઠાશ લાડવાનો, રસ રસગુલ્લા, મેસુબ, સ્ત્રીના ભોગનો સ્પર્શ એ પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં અજ્ઞાની એમ કહે છે કે-એ ભોગ અમને નિર્જરાનું કારણ છે. અમારે બંધ નથી એમ માનનાર મૂઢ છે. ભોગમાં મીઠાશ લાગે છે અને બંધ નથી એમ કહે છે એમાં સુખબુધ્ધિ પડી છે અને કહે છે અમને બંધ નથી. એમ ન ચાલે બાપા! આ કાંઈ પોપાબાઈનું રાજ નથી.
“તેમને કર્મનો બંધ અવશ્ય છે, તેથી તે જીવો મિથ્યાષ્ટિ અવશ્ય છે.” કેમ કે મિથ્યાત્વભાવ વિના કર્મની સામગ્રીમાં પ્રીતિ ઊપજતી નથી. આત્મા સિવાય જેટલા પુણ્યપાપના ભાવ ને શરીર મળે, પૈસા આદિ મળે એ બધી પુદ્ગલની સામગ્રી છે. જડની સામગ્રીમાં જેને પ્રેમ છે તે મિથ્યાત્વ વિના પ્રેમ હોય શકે નહીં. સચ્ચિદાનંદ પ્રભુ આનંદનો નાથ તેનો પ્રેમ છોડીને કર્મની સામગ્રીમાં જેને પ્રેમ ચોંટયો છે તે મિથ્યાદેષ્ટિ જીવ છે. કદાચિત્ તે ભોગને ન ભોગવે તો પણ તેને બંધનું કારણ છે. આવી વાતું કેવી? મારગ તો આવો છે ભાઈ !
આહાહા! અનંતકાળ એણે મૂઢપણે ગાળ્યો છે. અનંત અવતાર કરીને બાપા! એ માણસ છે તે મરીને જાય ઢોરમાં, અને ઢોર મારીને નરકમાં જાય...ભાઈ ! આવા અવતાર તો અનંત કર્યા છે.........મિથ્યાત્વને લઈને.....પણ તેને ભૂલી ગયો. તેને પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં મીઠાશ લાગી છે. જેમાં ઝેર છે – દુઃખ છે તેમાં તેને મીઠાશ લાગી છે તેણે આત્માને મારી નાખ્યો છે. અતીન્દ્રિય આનંદના નાથનો તેણે અનાદર કર્યો છે. પંચેન્દ્રિયના વિષયોમાં સુખપણું માન્યું એ જ મિથ્યાત્વભાવ – મહા જૂઠો ભાવ છે તે સંસારમાં રખડવાનું કારણ છે.
“મિથ્યાત્વભાવ વિના કર્મની સામગ્રીમાં પ્રીતિ ઊપજતી નથી એમ કહે છે.” પુણ્ય