________________
૨૨૨
કલશાકૃત ભાગ-૪ શુભાશુભ આસવ હતો તે સ્વરૂપમાં લીન થતાં “વિક્રત તોષ” ઘણો આનંદ છે. ચારિત્રની દશામાં (પ્રચુર) આનંદ આવે તે જ ચારિત્ર છે. પંચમહાવ્રત અને નગ્નપણે એ કાંઈ ચારિત્ર નથી.
તોષ વિશ્ચત “અતીન્દ્રિય સખરૂપ પરિણમ્યું છે.”તોષ નો અર્થ કર્યો અતીન્દ્રિય સુખ. “વિક્રત' નો અર્થ પરિણમ્યો. આહાહા ! ભગવાન જે અશુધ્ધ પુણ્ય – પાપના ભાગરૂપે હતો એ દુઃખરૂપ હતો, એને છોડીને જ્યાં સ્વરૂપનો પૂર્ણ અનુભવ થયો -ચારિત્રની રમણતા થઈ. સમ્યગ્દર્શન જ્ઞાન થયા પછી આસ્રવ હતો તેનો વિરોધ કરી સ્વરૂપમાં લીન થયો. આનંદને ધારણ કર્યું તો આનંદરૂપ પરિણમી ગયો... તે ચારિત્ર છે.
વળી કેવું છે? “પરમમ” ઉત્કૃષ્ટ છે.” અતીન્દ્રિય આનંદ પરમ ઉત્કૃષ્ટ (પ્રગટ) થયો છે. અહીંયા પહેલાં અપૂર્ણદશાની વાત ચાલતી હતી. પૂર્ણ આસ્રવ રોકાતાં.... પૂર્ણ સ્વભાવમાં આવી ગયો... તો ઉત્કૃષ્ટ સંવર નામ ધર્મ થઈ ગયો.
પરમતેના બે અર્થ થાય છે. એક તો (પરમમ્) એટલે ઉત્કૃષ્ટ છે. બીજો અર્થ પરમમ્ એટલે પરા... મા, પરા અને એમ બે શબ્દ છે. “પરા' એટલે ઉત્કૃષ્ટ અને “મા”, એટલે આનંદની લક્ષ્મી પ્રગટ થઈ. સંસ્કૃત ટીકામાં છે. “પરમ' એટલે ઉત્કૃષ્ટ આનંદ થયો. પૂર્ણ આસ્રવ રોકાઈને પૂર્ણ આનંદ, પૂર્ણ કેવળ દર્શન થયું. આત્મામાં તો અનાદિનો અનંત આનંદ પડ્યો જ છે, એ તો અનાદિનો છે. અજ્ઞાનીને પણ તેના આત્મામાં અનંત જ્ઞાન પડયું જ છે. તે (આનંદમય) આત્માનું ભાન થઈને અનુભવપૂર્વક આસ્રવનો નિરોધ કરી અને સંવર દશા પૂર્ણદશા પ્રગટ થઈ
ત્યાં પરા-મા” ઉત્કૃષ્ટ લક્ષ્મી પ્રગટ થઈ ગઈ. અનંતજ્ઞાન, અનંત દર્શન, અનંત અરિહંતપદ, પરમાત્મપદ, પરમ લક્ષ્મી પ્રગટ થઈ, જે લક્ષ્મી પોતાની હતી તે હવે પ્રગટ થઈ ગઈ.
આ ધૂળની લક્ષ્મી છે એ તો માટી – ધૂળ છે. મેં ઘણા પૈસા ભેગા કર્યા હતા. કરોડો અબજો, હવે મરણ વખતે હાય હાય થાય! પણ લક્ષ્મી સાથે જાય? મેં તારા માટે બહુ પાપ કર્યું હતું તો તે કાંઈ શરણ આપે? પૈસા કમાવવા માટે જિંદગી ગાળી તો તે (શરણ છે?)
સિકંદર બાદશાહ હતો તેણે દેશને બહુ હેરાન કરી અબજો રૂપિયા ભેગાં કર્યા, તેનું એકદમ મરણ થયું. મરણ ટાંણે તે કહે છે – મેં આટલી લક્ષ્મી ભેગી કરી, પરંતુ મને કોઈ શરણ નથી અરે! મેં ડોકટરો, વૈધો – હકીમોને લાખો રૂપિયા આપી રાખ્યા પણ કોઇ મને શરણ નથી. હું દુઃખી છું ત્યારે આ અબજો રૂપિયા પડ્યા છે. પણ, શરણ નથી. સિંકદર છેલ્લે – મરતી વખતે કહે છે મારો જનાજો હકીમો ખંધે ઉપાડજો, જગતમાં કોઈએ મને મદદ કરી નથી તેમ દુનિયાને ખબર પડે ઘણી બધી વાતો સાંભળી હોય પણ જોયું નથી.
આહાહા! સિકંદર કહે છે – મેં દેશને લૂંટયો, દેવાલય ને લૂંટયા, અબજો રૂપિયા ભેગાં કર્યા પણ હું ખાલી હાથે જાઉં છું. હાથ આમ રાખ્યા (બતાવ્યું) હાથમાં એક પાઈ આવતી નથી. વૈદ્યોને વારસા બાંધી દીધા છે તે પણ ઊભા ઊભા જુએ છે. હવે એટલું કામ કરજો કે – “હું મરી ગયા પછી હકીમને કાંધે ઉપડાવજો.”