________________
૨૬૯
કલશ-૧૩૫ અનુભવ વૈભવ પ્રગટયો છે. એ મહિમા આગળ તેને પરની મહિમા આવતી નથી.
વિષય સુખ, જીવનું સ્વરૂપ નથી” કર્મના ઉદયથી થયેલ વિષયનું સુખ તે જીવનું સ્વરૂપ નથી. છ ખંડના રાજ્ય હોય, છનું હજાર રાણી હોય, મુખ્ય સ્ત્રી પાસે રત્ન હોય તેની અઢાર હજાર દેવી સેવા કરતા હોય. પણ એ બધામાં તેને ભોગબુદ્ધિની રુચિ ઊડી ગઈ છે. તેથી ઉદાસ છે. એ પર ચીજ મારી નહીં, તે મારામાં નહીં, હું એમાં નહીં. ભલે ગૃહસ્થાશ્રમમાં રહેલો સમ્યગ્દષ્ટિ જીવ, પર પદાર્થ પ્રત્યે ઉદાસ છે- વૈરાગી છે. અહીંયા તો પત્ની, છોકરાંવ, કુટુંબ, મકાન, પૈસાએ ઘેરો ઘાલ્યો હોય, એવા ઘેરામાં તે ગૂંચવાય ગયો. એમાં કાંઈક પાંચ, પચાસ લાખ રૂપિયા હોય, બંગલા હોય, ધંધા હોય, બાયડી છોકરાય કાંઈક ઠીક થયા હોય એ ઘેરામાં તે ઘેરાય ગયો. મિથ્યાત્વને લઈને. તે મારા છે એમ માનીને, એવા ઘેરામાં ઘેરાય ગયો. સમ્યગ્દષ્ટિ એવા ઘેરામાં ઘેરાતો નથી. એ કોઈ ચીજ મારી નથી તેમ માને છે.
અહીંયા તો મિથ્યાત્વનો વાંક તેને વાંક કહેવામાં આવે છે. અત્યારે એ વાત ચાલે છે. મિથ્યાત્વ સંબંધનો વાંક એ જ સંસારનું મૂળ કારણ છે. તેની વાત છે. આસક્તિનો પણ વાંક
છે. એ આસક્તિનો રાગ છોડશે ત્યારે સાધુ થશે ને!? આસક્તિમાં રહેશે તો તેને ચારિત્ર થશે? અહીંયા તો અત્યારે સમ્યગ્દષ્ટિને જે મિથ્યાત્વનો અનંત સંસાર હતો એ બંધનું કારણ છે. એ બંધ તેને ઊડી ગયો છે તેને નિર્જરા કહેવામાં આવે છે. અપેક્ષા લેવી જોઈએ, એમ ખેંચતાણ કરે એ ન ચાલે. | મુનિ કોને કહેવાય બાપા? જેને અંદરમાં અતીન્દ્રિય આનંદના ઊભરા આવ્યા છે. જેમ દરિયામાં ભરતી આવે, તેમ આત્મામાં આનંદ ભર્યો છે. તેની વર્તમાન પર્યાયમાં આનંદની ભરતી આવે છે. સમકિતીને આનંદ છે પરંતુ મુનિને તો પર્યાયમાં અતીન્દ્રિય આનંદની ભરતી આવે છે. તેમને પંચ મહાવ્રતાદિનો જરા રાગ ઊઠે તે બંધનું કારણ છે.
અહીં કહે છે- કર્મની સામગ્રીમાં પાંચ ઇન્દ્રિયના વિષયને આસક્તિપણે સમ્યગ્દષ્ટિ ભોગવે છે. એ પરને તો ભોગવે છે ક્યાં? આસક્તિ છે એટલી, છતાં તેના સ્વામીપણે થતો નથી. તેમાં સુખબુદ્ધિ નથી તેમાં મારાપણું નથી, તેથી તેને અનંત સંસારનું કારણ થતું નથી... તેને તો નિર્જરા થાય છે એમ કહે છે. લ્યો! આવું તત્ત્વ છે!! સમકિતીને કોઈ બંધ જ નથી એમ પકડે તે ન ચાલે. ભાઈ ! કઈ અપેક્ષાએ વાત લીધી છે તે બરોબર લેવું જોઈએ.
વિષયનું સુખ, જીવનું સ્વરૂપ નથી” એ શું કહ્યું? પાંચે ઇન્દ્રિયના વિષયની સામગ્રી છે... અને તેમાં થોડી આસક્તિ છે, તે કાંઈ જીવનું સ્વરૂપ નથી. તેમ સમ્યગ્દષ્ટિને અંદરમાં ભાસે છે. અજ્ઞાનીને તો થોડી અનુકૂળતા હોય ત્યાં તો અમને મજા છે ને અમે સુખી છીએ.
શ્રોતા:- એ તો ત્યાગી થઈ જાય ને!
ઉત્તર:- કોણ ત્યાગી થઈ જાય? આત્માના ભાન વિનાનો ત્યાગી ક્યાંથી? મિથ્યાત્વનો ત્યાગ નથી ત્યાં ત્યાગી શેનો ? રાગની એકતાબુદ્ધિ એવી મિથ્યાશ્રદ્ધાનો ત્યાગ નથી.. ત્યાં