________________
૨૭૬
કલશામૃત ભાગ-૪ જાણવાલાયક છે. પરચીજ મારી છે એમ માનવાવાળા મિથ્યાદૃષ્ટિ-પાપી-અધર્મી છે. આવો માર્ગ છે.
જેટલાં પરદ્રવ્ય - દ્રવ્યકર્મરૂપ, ભાવકર્મરૂપ - શુભ અશુભ ભાવ. પુણ્યના ભાવદયા- દાન- વ્રત – ભક્તિના ભાવ તે શુભભાવ. હિંસા-જૂઠ-ચોરી-વિષય- વાસના તે અશુભભાવ- તેને મારા માને છે તે મિથ્યાદેષ્ટિ છે. એ ચીજ મારા જ્ઞાનમાં પરશેય તરીકે જાણવાલાયક છે. એમ માનનાર જીવ સમ્યગ્દષ્ટિ છે. બહુ આકરું કામ ! જવાબદારી ઘણી, વીતરાગ માર્ગમાં શરતું ઘણી.
ત્રિલોકીનાથ વીતરાગ જિનેન્દ્રદેવ પરમેશ્વર જિનવર પ્રભુ! તેની દિવ્ય ધ્વનિમાં આ આવ્યું છે. પોતાના આત્મા સિવાયની જેટલી બીજી ચીજ છે.. પછી તે – વ્રતનો ભાવ હો કે ભક્તિનો ભાવ હો કે વેપારનો ભાવ હો.. એ બધા ભાવ મારા જ્ઞાનમાં પરય તરીકે જાણવા લાયક છે. એ પરણેય મારા છે એવી માન્યતા અધર્મી જીવની છે. આવી વાત હવે! બહારમાં
જ્યાં પાંચ, પચીસ લાખ રૂપિયા મળે, શરીર સુંદર, પત્ની, બાળકો હોય ત્યાં તો એમાં મૂર્ણાય જાય એ મૂઢ છે, તેને જૈનધર્મની ખબર નથી.
જૈન ધર્મ તો તેને કહીએ કે – એ બધી પર ચીજો મારી નથી, તે પરથી ભિન્ન રહીને પરને હું જાણવાવાળો છું. આવી જેને દષ્ટિ હોય તે સમ્યગ્દષ્ટિ ધર્મી છે જૈન છે. ભાષા તો સાદી છે. વસ્તુ તો છે તે છે. અનંતકાળમાં કદી આ કર્યું નથી. છ ઢાળામાં આવે છે...
“મુનિવ્રત ધાર અનંતવાર રૈવેયક ઉપજાયૌ,
પૈ નિજ આતમજ્ઞાન વિના સુખ લેશ ન પાયૌ.” પંચમહાવ્રત પાળ્યા પણ એ તો શુભરાગ છે. એ રાગથી મારી ચીજ ભિન્ન છે જે આનંદ સ્વરૂપ છે તેનો અનુભવ અને દૃષ્ટિ ન કરી- એથી મિથ્યાષ્ટિ રહ્યો. સમજમાં આવ્યું?
“તે સમસ્ત પરદ્રવ્યોનો સર્વ પ્રકારે ત્યાગ.” સમ્યગ્દષ્ટિને સર્વ પરદ્રવ્યોનો ત્યાગ છે. તે મારી ચીજ નથી- તે ત્યાગ છે. રાગ-દયાદાનનો ભાવ અને લક્ષ્મી, આબરુ, કીર્તિ, છોકરાછોકરીઓ તે કોઈ મારી ચીજ નથી. તે મારામાં નથી, હું તેમાં નથી, આહાહા! પરદ્રવ્યોનો સર્વ પ્રકારે ત્યાગ દૃષ્ટિમાં છે તે ધર્મી છે. ધર્મની શરૂઆતવાળા જીવને દૃષ્ટિમાં પરદ્રવ્યનો સર્વથા ત્યાગ થાય છે.
એવી બે શક્તિઓ અવશ્ય હોય છે” ધર્મી જીવ સમ્યગ્દષ્ટિને બે શક્તિઓ પ્રગટે છે, તે બે શક્તિઓ કઈ ? (૧) શુધ્ધ ચૈતન્ય સ્વરૂપ ભગવાન તેના અનુભવનું જાણપણું.
(૨) પોતા સિવાય પરદ્રવ્યનો દૃષ્ટિમાંથી ત્યાગ તેવો વૈરાગ્ય, આ બે શક્તિઓ ધર્મીને કાયમ હોય છે. આવી વાત છે પ્રભુ!
આ શરીર તો માટી-ધૂળ-પુદ્ગલ છે. તેથી પર છે. તે ચીજ જ્ઞાનમાં પરશેય તરીકે જાણવા લાયક છે, પણ તે ચીજ મારી તેમ જ્ઞાનમાં માનવાલાયક છે નહીં. અહીં તો જરી શરીર