________________
૨૮૧
કલશ-૧૩૬ કહેવામાં આવે છે. અહીંયા તો સમ્યગ્દષ્ટિની વાત છે.
“શું કરીને એવો હોય છે? સ્વં પર વ્યતિરમ તત્વત: સાત્વા” આવી જ્ઞાન ને વૈરાગ્ય શક્તિ શું થઈને પ્રગટ થાય છે? પોતાના શુધ્ધ સ્વરૂપનું જ્ઞાન અને રાગાદિથી લઈને સર્વ ચીજનો ત્યાગ એ વૈરાગ્ય-ઉદાસીનતા છે. આવો ત્યાગ કયા કારણથી થાય છે? “શુધ્ધ ચૈતન્ય માત્ર મારું સ્વરૂપ છે, દ્રવ્યકર્મ-ભાવકર્મ-નોકર્મનો વિસ્તાર પરાયો- ગુગલ દ્રવ્યનો છે; (ઘં) પોતાનું શુધ્ધ ચૈતન્યમાત્ર પવિત્ર સ્વરૂપ તે હું આત્મા.
આ શ્લોક બહુ સરસ છે. આને સમજવાનો લોકોને વખત ક્યાં? એક તો આખો દિવસ સ્ત્રી, છોકરાં, ધંધા, રળવું તેમાં વળી બે-પાંચ કરોડ રૂપિયા થઈ જાય ત્યાં તો હું પહોળો ને શેરી સાંકડી થઈ જાય. તેને લાગે હું તો આગળ વધી ગયો. તેને સોજા અર્થાત્ સૂજન થઈ જાય. એ કાંઈ તારી ચીજ નથી.
શ્રોતા- આ કામ તો બધું પૈસાથી જ ચાલે છે ને!
ઉત્તર:- ધૂળમાંય ચાલતું નથી. પૈસા એકઠાં કર્યા હોય, રોગ થાય ત્યારે તે પડયા રહેતા નથી? તે રોગ સંબંધે રોતો નથી? દવા ઘણી કરી-(વગેરે).
દિવસ-રાત, ચોવીસે કલાક, ભગવાન ચિદાનંદ સ્વરૂપ આત્મા રાગથી ભિન્ન જ છે. છતાં અનાદિથી ચોવીસે કલાક રાગથી એકત્વ માને છે. ભગવાન જિનેન્દ્રદેવનો મારગ જુદો બાપા ! એમાં પણ દિગમ્બર જૈનધર્મ અલૌકિક વિધિએ છે. આ ચીજ બીજે ક્યાંય છે નહીં. જેને સાંભળતાં પણ અંદરથી (રોમાંચ) ધ્રુજારી થાય કે – અરે ! આવો મારગ !
અહીં તો સમ્યગ્દષ્ટિ ધર્મની પહેલી સીઢીની વાત છે. પ્રભુ, મારગ તો તારો આવો છે. (ચં) શુધ્ધ ચૈતન્યમાત્ર સ્વરૂપ મારું. “(પરં) દ્રવ્યકર્મ' – એટલે જડ આઠકર્મ. “ભાવકર્મએટલે પુણ્ય-પાપના ભાવ, દયા-દાન-વ્રત-કામ-ક્રોધના ભાવ. “નોકર્મ' – એટલે વાણી આદિ બહારનો સંયોગ “વિસ્તાર પરાયો-પુદ્ગલ દ્રવ્યનો છે.” આ શુભ-અશુભ ભાવ, તેનાં ફળ બંધન, તેનાં ફળ (નિમિત્તે) બહારમાં ધૂળ (પૈસો) આદિ મળે એ બધો પુગલનો વિસ્તાર છે, આત્માનો નહીં.
આહાહા! રાજમલ્લજીની ટીકા તો જુઓ!? શ્રી બનારસીદાસે આમાંથી નાટક સમયસાર બનાવ્યું છે. “પાંડે રાજમલ્લ જિનધર્મી, સમયસાર નાટક કે મર્મી” શ્રી અમૃતચંદ્ર આચાર્ય દિગમ્બર સંત હતા, આ શ્લોક તેમના (રચેલાં) છે. (પરમાગમ મંદિરમાં) વચ્ચે કુંદકુંદાચાર્ય છે, પેલી બાજુ અમૃતચંદ્ર આચાર્ય છે અને પદ્મપ્રભમલધારિદેવ છે જેમણે નિયમસારની ટીકા કરી છે. આ ત્રણેય દિગમ્બર સંત આનંદના ધામમાં રમવાવાળા હતા. તેમને વિકલ્પ આવ્યો અને આ શાસ્ત્ર રચાય ગયા. આ શાસ્ત્રમાં તો પોકાર કર્યો છે.
ધર્મી કોને કહીએ? (વંg૪) સ્વ નામ પોતાના શુધ્ધ સ્વરૂપને પોતાનો માને અને રાગાદિને પુદ્ગલનો ઠાઠ માને. તે મારું નથી, તે બધો દુશ્મનનો વિસ્તાર છે. મારો વિસ્તાર તો