________________
૨૮૪
કલશામૃત ભાગ-૪ પ્રવચન નં. ૧૩૭
તા. ૦૧/૧૧/'૭૭ કળશ ટીકાનો ૧૩૬ કળશ ચાલે છે. હવે આટલું કરે છે સમ્યગ્દષ્ટિ જીવ”શું કહે છે? ધર્મી જીવ-જેને આત્મા પવિત્ર શુદ્ધ પૂરણ સ્વરૂપ છે એવો જેને અનુભવ થયો છે. અનાદિથી પુષ્ય ને પાપના ભાવ એનો જેને અનુભવ છે, વેદન છે એ મિથ્યાત્વ ભાવ છે. હવે પરિણતિ ગુંલાટ ખાય છે. પલટો મારી શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ ધ્રુવ વસ્તુને અનુસરીને જે પોતાના આત્માના આનંદનો અનુભવ, સ્વાદ આવવો તેનું નામ ધર્મી-સમ્યગ્દષ્ટિ કહેવાય છે. આવી વાત છે.
“હવે આટલું કરે તે સમ્યગ્દષ્ટિ જીવ તે શાને માટે? ઉત્તર આમ છે- “સ્વં વસ્તુત્વ વયિત્ન” સ્વ આત્માનું વસ્તુત્વપણું, શુદ્ધપણું, ધ્રુવપણું, આનંદપણું, સ્વચ્છપણું એવું જે વસ્તુનું વસ્તુપણું ભગવાન સ્વરૂપ જ આત્મા છે. તેનું પણું એટલે વસ્તુપણું અતીન્દ્રિય અનંતજ્ઞાન, આનંદ આદિ અનંતગુણ એ વસ્તુનું વસ્તુપણું છે.
[ વયિતુમ ]નિરંતર અભ્યાસ માટે અર્થાત્ વસ્તુની પ્રાપ્તિ માટે” અભ્યાસ કરે એટલે કે તે શુદ્ધ સ્વરૂપને અનુભવે છે. “[ā વસ્તુā] પોતાનું શુદ્ધપણું” સ્વનું એટલે પોતાનું વસ્તુત્વમાં શુદ્ધપણું. પુણ્ય ને પાપના ભાવથી ભિન્ન જુદા ત્રિકાળી આત્માનું શુદ્ધપણું તેનો [ વયિતુમ] અભ્યાસ તેને રેલે (વેદ) અનુભવે તેને સમ્યગ્દષ્ટિ કહીએ.
શ્રોતા- અનુભવવો કેવી રીતે?
ઉત્તર- તે તો કહીએ છીએ. તે તરફની દૃષ્ટિ કરીને અનુભવે છે. આત્મા શુદ્ધ ચૈતન્ય પરિપૂર્ણ સ્વભાવથી ભરેલું શુદ્ધ તત્ત્વ છે. એમાં જે દયા, દાન, વ્રત, ભક્તિના ભાવ એ પુણ્યભાવ મલિન છે. હિંસા, જૂઠ, ચોરી, વાસના એ પાપભાવ મલિન છે. બન્નેથી ભિન્ન ત્રિકાળી આત્મા જે શુદ્ધ સ્વરૂપે છે તેને અનુભવ વેદવું તે (નિરંતરનો અભ્યાસ છે.) એ રાગ ને દ્વેષ, પુષ્ય ને પાપભાવ તેને અનાદિથી પર્યાય બુદ્ધિવાળો જીવ મારા માનતો અજ્ઞાની છે. વર્તમાન અવસ્થા એને માનનારો, રાગને પુણ્ય પાપને અનુભવનારો એ અધર્મી મિથ્યાષ્ટિ છે, આવો માર્ગ છે.
જેને આત્માનું હિત કરવું છે, જન્મ-મરણના આરાના અંત લાવવા છે તેને આત્માનું વસ્તુપણું અનુભવવું. પુણ્ય-પાપના ભાવ આવે પણ એ આત્માનું વસ્તુપણું નથી. ગઈકાલે આવ્યું હતું કે તે બધો પરાયો પુદ્ગલ દ્રવ્યનો વિસ્તાર છે. ઝીણી વાત છે ભાઈ ! અંદરમાં પુણ્ય-પાપના ભાવ થવો, દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજાનો ભાવ કે હિંસા, જૂઠ, ચોરી, ભોગ વાસનાનો ભાવ તેનો વિસ્તાર તે પુદ્ગલનો વિસ્તાર છે. એ જડની દશા છે જડનો વિસ્તાર છે. એમાં આત્મા ન આવ્યો.
જિનેન્દ્ર પરમાત્મદેવ તેને આત્મા કહે છે કે જેમાં અનંતજ્ઞાન, શુદ્ધ સ્વભાવ, ચૈતન્યમૂર્તિ, અનંત શક્તિઓનો સાગર એવી જે ચીજ તેનું જે શુદ્ધપણું પવિત્રપણું, સનું સત્ત્વપણું એનો