________________
કલશ-૧૩૬
૨૮૩ દુશ્મનના પચીસ-પચાસ દિકરા હોય, મોટો વિસ્તાર હોય તેમાં એ મારા છે એમ માને છે? એ તો પરાયો વિસ્તાર છે. તેમ શુભાશુભભાવ, કર્મબંધન અને આ સંયોગી ચીજ એ બધો પુગલનો વિસ્તાર છે. પુદ્ગલ વિસ્તર્યું છે... હું નહીં.
કહેવા માટે નથી, (તત્ત્વત: જ્ઞાવા ) એમ છે ને પાઠમાં! (તત્ત્વત:) વસ્તુ સ્વરૂપ એવું જ છે એમ અનુભવરૂપ જાણે છે. સમ્યગ્દષ્ટિ જીવ,” આ તત્ત્વતઃ જ્ઞાત્વા” ની વ્યાખ્યા કરી, તિર્યંચ સમ્યગ્દષ્ટિ હોય છે, નારકી સમ્યગ્દષ્ટિ હોય છે, દેવ સમ્યગ્દષ્ટિ હોય છે, મનુષ્ય સમ્યગ્દષ્ટિ હોય છે. ચારેય ગતિમાં સમ્યગ્દષ્ટિ હોય છે. ચારેય ગતિમાં સમ્યગ્દષ્ટિ થાય છે. સમ્યગ્દષ્ટિ પોતાને આવો માને છે કે શુધ્ધ સ્વરૂપ જ મારી ચીજ છે અને દયા-દાન-વ્રતથી માંડી બધું જ પુદ્ગલનો વિસ્તાર છે. અહીંયા તો જરા વ્રત, ભક્તિ, પૂજા, દયા-દાન કર્યા તો મેં કર્યું, તે મારી ચીજ છે – તેમ પુદ્ગલના વિસ્તારને પોતાનો માનવો તેણે ચૈતન્યનો અનાદર કર્યો તેથી તે મિથ્યાષ્ટિ છે.
એમ અનુભવરૂપ જાણે છે સમ્યગ્દષ્ટિ જીવ, તેથી જ્ઞાન શક્તિ છે.” ધર્મીને પોતાના સ્વરૂપની જ્ઞાનશક્તિ છે અને રાગાદિ પર છે તેવી પણ જ્ઞાનશક્તિ છે. બન્નેનો વિવેક જ્ઞાનશક્તિમાં છે. હું શુધ્ધ પવિત્ર સ્વરૂપ છું તેવું જ્ઞાન છે અને શુભરાગ-દયા-દાન-વ્રતભક્તિથી માંડીને બધા ભાવએ પુદ્ગલનો વિસ્તાર છે. આ રીતે જ્ઞાનમાં બન્ને શક્તિનું ભાન છે. સ્વપર બન્નેનું ભાન છે. પાઠમાં શબ્દ છે- “સ્વં પર ફર્વ વ્યતિરમ્ તત્ત્વત: જ્ઞાત્વા” લોકો કહે આવો તે જૈનધર્મ હશે? જૈનધર્મમાં તો દયા પાળવી, વ્રત પાળવા, જાત્રા કરવી, ભક્તિ કરવી, મંદિર બનાવવા વગેરે. અરે.. બાપુ! એ તો પર ચીજ છે ભાઈ ! એ તો બધો પુદ્ગલનો વિસ્તાર છે. એમાં તું નથી, તું જ્યાં છો ત્યાં તે નથી.
આ ભાઈ કરોડપતિ છે તો તેનો વિસ્તાર બહારમાં મોટો કહેવાય. આમને તો સાઈઠ મોટરું છે- તેમને તો મોટો-મોટો વિસ્તાર છે. બાપુ! એ બધો પુદ્ગલનો વિસ્તાર છે.
શ્રોતા:- આવી પડે તો શું કરવું? ઉત્તર:- ક્યાં આવી પડે છે? આવી પડે તો એના ઘરમાં રહ્યો.
બહારની ચીજ આત્મામાં આવી જાય ત્યાં? આવી વાત છે બાપા! મહિને બે-પાંચ હજારનો પગાર થઈ જાય તો માને અમે વધી ગયા! ધૂળમાં વધ્યા છે. એ તો પુદ્ગલનો વિસ્તાર છે. (દુનિયા એમ જ માને છે ને!) દુનિયા એમ જ માનીને રખડી મરી છે.
ભગવાન જિનેન્દ્રદેવ ત્રિલોકીનાથની દિવ્ય ધ્વનિમાં આ આવ્યું છે. એ વાત દિગમ્બર સંતો આડતીયા થઈને જગતમાં જાહેર કરે છે. માલ ભગવાનનો છે– સમજમાં આવ્યું? અરે! આ વાત સાંભળવા ન મળે તે ક્યારે સમજે અને ક્યારે કરે ! સમ્ય... દુર્લભ થઈ પડ્યું છે પ્રભુ! જુઓ.. આ દિગમ્બર સંતોની વાણી ! “હવે આટલું કરે છે સમ્યગ્દષ્ટિ જીવ તે શાને માટે ?”