________________
૨૮૨
કલામૃત ભાગ-૪ અનંતા-અનંત ગુણોમયી શુધ્ધ સ્વરૂપ તે મારો વિસ્તાર છે. આ દયા-દાન-વ્રત-ભક્તિના ભાવ, હિંસા-જૂઠ-ચોરીના ભાવ, તેનું બંધન આઠ કર્મ અને તેનું ફળ આ સંયોગ તે બધો પુદ્ગલનો વિસ્તાર છે- તે જડનો પથારો છે. ભારે આકરું કામ ભાઈ !
શ્રોતા- એ પુદગલનો પથારો છે તો (અજ્ઞાની) શાહુકાર રહે છે?
ઉત્તર:- ધૂળમાંય શાહુકાર નથી. શાહુકાર કોને કહે છે? શ્રી નાટક સમયસારમાં આવે છે કે –“રિધ્ધિ-સિધ્ધિ-વૃધ્ધિ દીસે ઘટમેં પ્રગટ સદા, અંતરકી લક્ષ્મી શો અજાચિ લક્ષપતિ હૈ.” આહાહા ! આત્માની રિધ્ધિ” – અંતરમાં છે. બહારની રિધ્ધિ-ધૂળની તે ક્યાં અડે છે. “રિધ્ધિ” - અંતરમાં પૂર્ણાનંદની પ્રાપ્તિ થાય, શાંતિની પ્રાપ્તિ થાય તે સિધ્ધિ છે. “વૃધ્ધિ' – બહારમાં વધ્યા- પાંચ-પચીસ લાખ મળ્યા એ વૃધ્ધિ ધૂળમાંય નથી. અંદરમાં સમ્યગ્દર્શન ઉપરાંત શુદ્ધિની વૃધ્ધિ અર્થાત્ ચારિત્રની વૃધ્ધિ થવી તે. તે શુદ્ધિની વૃધ્ધિ તો અંતરમાં દેખાય છે. આ બહારના પૂળપતિ તે લક્ષપતિ નહીં. જેને ચૈતન્ય આનંદકંદ પ્રભુનું લક્ષ છે તે લક્ષપતિ છે. “દાસ ભગવંત કે ઉદાસ રહે જગત સૌ, સુખિયા સદૈવ ઐસે જીવ સમકિતી હૈ.”
આ કીડી છે, આ કીડી પણ અંદર શક્તિએ ભગવાન છે. એનાં આત્મામાં અનંત આનંદ, સર્વજ્ઞ સ્વભાવ, શાંતિ, સ્વચ્છતા ભરી પડી છે. દ્રવ્યસ્વભાવે એ પણ ભગવાન સ્વરૂપ છે. બહારમાં આ શરીરાદિ, રાગાદિ તે પુદ્ગલનો વિસ્તાર છે. શેઠ! તમારા છ-છ લાખના મકાનો, તમાકુથી ભરેલા ગોદામ તે પુદ્ગલનો વિસ્તાર છે. બન્ને ભાઈઓ બીડીના મોટા વેપારી છે. એ પુદ્ગલના સ્વામી એ ખોટી વાત છે એમ કહે છે. શાહુજી ચાલ્યા ગયા. ચાલીસ કરોડ રૂપિયા, આબરુ મોટી, ચાલીસચાલીસ લાખના મોટા મકાન.. એ બધી કોની ચીજ હતી બાપુ!
શ્લોક બહુ ઊંચો છે. “વં પરં જ રૂવૅ વ્યતિરમ” શુધ્ધ ચૈતન્ય માત્ર મારું સ્વરૂપ છે,” તેમ સમ્યગ્દષ્ટિધર્મની શરૂઆતવાળો, પોતાને આવો માને છે. “(૫૨) દ્રવ્યકર્મભાવકર્મ-નોકર્મનો વિસ્તાર પરાયો- પુદ્ગલ દ્રવ્યનો છે.” એ સ્વનો વિસ્તાર નહીં, એ તો પરનો વિસ્તાર છે. “વિસ્તાર પરાયો- પુદ્ગલ દ્રવ્યનો છે.”
(રૂવં વ્યતિરમ) એવું વિવરણ (તત્ત્વત: જ્ઞાત્વા) કહેવા માટે નથી,” કહેવામાત્ર નથી- એમ કહે છે. અંદર અનુભવમાં માનવા લાયક આ રીત છે. કહેવામાત્ર-ભાષામાં કહે કે - આ તારા અને આ મારા- એમ નથી. હું શુધ્ધ ચૈતન્ય સ્વરૂપ છું તે માત્ર કહેવામાત્ર નથી પરંતુ અનુભવમાત્ર છે.
વસ્તુ સ્વરૂપ એવું જ છે એમ અનુભવરૂપ જાણે છે સમ્યગ્દષ્ટિ જીવ,” આવું સમ્યગ્દષ્ટિ જીવ જાણે છે, કહેવા માત્ર નથી. એ તો બાવો થઈ જાયને ત્યારે થાય. એમ એક માણસ કહેતો હતો. અરે! બાવો જ છે, તે ચીજ તારી ક્યારે થાય? રાગથી માંડીને બધો વિસ્તાર પરાયો છે, તે વિસ્તાર તારો નહીં તે તારી પ્રજા નહીં. એ વાત તો કરે છે. કોઈ