________________
૨૮)
કલશામૃત ભાગ-૪ ભાવ મલિન અશુધ્ધ છે. તે અશુધ્ધ ભાવથી જેણે પોતાનો સંગ છોડયો અને શુધ્ધ ભાવ સાથે સંગ-પરિચય કર્યો છે તે ધર્મી છે. અશુધ્ધના સંગ વિનાની ચીજ તે અસંગ ચીજ છે. તેનો સંગ સંબંધ કર્યો તેણે રાગનો સંબંધ છોડી દીધો.
પાઠમાં આવ્યું ને... “(રાયોતિ ) પુગલ દ્રવ્યની ઉપાધિથી છે જેટલી રાગાદિ અશુધ્ધ પરિણતિ” એ શું કહ્યું? પરદ્રવ્યની ઉપાધિથી અંદરમાં જે રાગ-દ્વેષના, પુણ્ય-પાપના ભાવ થાય તેનાથી “(સર્વત: વિરમતિ) સર્વ પ્રકારે રહિત હોય છે” જ્ઞાનનો પુંજ પ્રભુ! જેનું ચૈતન્ય સ્વરૂપ, સર્વજ્ઞ સ્વરૂપ ત્રિકાળ શક્તિ છે જેની એટલે સર્વજ્ઞ સ્વરૂપે ત્રિકાળ બિરાજમાન છે, તેનો જ્યાં સંબંધ કર્યો અને રાગનો સંબંધ છોડી દીધો, તે સર્વ પ્રકારે પરથી રહિત છે.
ભાવાર્થ આમ છે કે – “આવું લક્ષણ સમ્યગ્દષ્ટિ જીવને અવશ્ય હોય છે.” ધર્મી જીવને આ લક્ષણ જરૂર-જરૂર છે, અવશ્ય હોય છે. આ લક્ષણ ન હોય તો તે સમ્યગ્દષ્ટિ નથી, તે જૈન નહીં જૈન નામ જીતવું. રાગના વિકલ્પથી માંડીને જે કાંઈ પરદ્રવ્ય છે તે મારા નથી. હું તો આનંદ સ્વરૂપ છું તેનું નામ જૈન કહેવામાં આવે છે. જૈન કોઈ સંપ્રદાય નથી, જૈન કોઈ વાડો નથી, જૈન એ તો વસ્તુનું સ્વરૂપ છે. તે વીતરાગ સ્વરૂપે બિરાજમાન છે.
“જિન સો હી હૈ આત્મા, અન્ય સો હી હે કર્મ;
યહી વચન સે સમજ લે, જિન પ્રવચનકા મર્મ.” શ્રી બનારસીદાસજી નાટક સમયસારમાં કહે છે કે
“ઘટ ઘટ અંતર જિન વસૈ, ઘટ ઘટ અંતર જૈન,
મત-મદિરા કે પાન સૌ, મતવાલા સમજૈ ન.” જિન સ્વરૂપી પોતાનો આત્મા છે અને જૈનપણું પણ અંતરમાં છે. રાગની સાથે એકતા તૂટી, રાગાદિ સર્વથા પરદ્રવ્ય હોવાથી મારા નહીં અને હું શુધ્ધ ચૈતન્ય જ્ઞાયક છું એવો અનુભવ થતાં વૈરાગ્યની શક્તિ પ્રગટી.. તેને અહીંયા જૈન કહેવામાં આવે છે. “ઘટ ઘટ અંતર જૈન” એ (રાગાદિ) બાહ્ય જડમાં જૈનપણું હોતું નથી, પરંતુ પોતાના મિથ્યા અભિપ્રાયના મતના દારૂ પીધેલા- રાગ મારો, પુણ્ય મારું તેવું મિથ્યાત્વરૂપી મદિરા પીધી છે. તેથી મતવાલો થઈ ગયો છે. આત્મા રાગથી ભિન્ન છે તેવી દષ્ટિ તેને થતી નથી.
અહીં કહે છે કે- એવું લક્ષણ સમ્યગ્દષ્ટિને જરૂર હોય છે. આવું લક્ષણ હોતાં જરૂર વૈરાગ્ય ગુણ પણ હોય છે. પરથી ઉદાસ અને સ્વના અસ્તિત્વની પૂર્ણ પ્રતીતિ, ભાન છે. પોતાની પૂર્ણ શક્તિનું પૂર્ણ પ્રતીતિનું ભાન અને રાગથી માંડીને સમસ્ત પારદ્રવ્યથી ઉદાસ અર્થાત્ વૈરાગ્ય. આ બે શક્તિઓ સમ્યગ્દષ્ટિને નિરંતર કાયમ હોય છે. શ્રાવકની વાત તો સમ્યગ્દર્શન થયા પછીની છે. સમ્યગ્દર્શન થયા પછી, તેને સ્વરૂપમાં લીનતા જામે અને આનંદની માત્રા થોડી વધે ત્યારે તેને શ્રાવક કહેવામાં આવે છે. આનંદમાં ઘણી લીનતા જામી જાય તો તેને સાધુ