________________
૨૭૯
કલશ-૧૩૬ ગ્રહણ છે.
આવી ચીજ છે. બહારની હોંશું મારી નાખે છે. બે, પાંચ કરોડ રૂપિયા થાય તો માને કે અમે કમાણા અને અમે વધી ગયા. અમે ઉદ્યોગપતિ ઉદ્યોગના ધણી. પાપનો ઉદ્યોગ કર્યો અને એ ધણી થયા.
માર્ગ તો આવો આકરો છે બાપા! છે તો એનામાં, એનો તેથી સરળ છે પણ અનાદિ અનાદિ પોતાના આશ્રય વિના કઠણ થઈ પડયો છે!
(બંને શક્તિઓ જે રીતે હોય છે તે કહે છે- ) “યસ્માત સયં મન મસ્તે પરત સર્વત: રાયોતિ વિરમતિ” આહાહા! શ્લોક તો દિગમ્બર મુનિઓનો છે. સમક્તિી ભાવલિંગી મુનિઓ જેને અંતરમાં અતીન્દ્રિય આનંદનું પ્રચુર સ્વસંવેદન વર્તતું હોય છે. તેને મુનિ કહેવામાં આવે છે. સમુદ્રમાં જેમ કાંઠે પાણીની ભરતી આવે છે તેમ મુનિને વર્તમાન પર્યાયમાં અતીન્દ્રિય આનંદની ભરતી આવે છે. એ મુનિ જગતને જાહેર કરે છે. તેને દુનિયાની કાંઈ પડી નથી. દુનિયા સમતોલ રહેશે કે નહીં! આ માર્ગ ગ્રહણ કરતાં તેનો દુનિયા વિરોધ કરશે કે નહીં? દુનિયા દુનિયાની જાણે ! માર્ગ આ છે.
કારણકે સમ્યગ્દષ્ટિ સહજ જ શુધ્ધ સ્વરૂપમાં અનુભવરૂપ હોય છે” ધર્મની પહેલી સીઢીવાળો. મોક્ષ મહેલનું પહેલું પગથિયું જે સમ્યગ્દર્શન. એ સમ્યગ્દર્શનમાં સહજ જ શુધ્ધ સ્વરૂપનો અનુભવ હોય છે. આત્મા શાંત અને આનંદ સ્વરૂપનો તેને સહજ સ્વભાવિક અનુભવ હોય છે.
તથા (TRUત રાયોતિ) પુદ્ગલ દ્રવ્યની ઉપાધિ છે જેટલી રાગાદિ અશુધ્ધ પરિણતિ, તેનાથી સર્વ પ્રકારે રહિત હોય છે.” (TRI RITયોતિ)” પછી તે ગુણગુણીના ભેદનો વિકલ્પ હો તે રાગ છે. એ રાગના (યોતિ) સંબંધથી વિરક્ત છે. સમકિતી રાગના યોગના સંબંધથી વિરક્ત છે... અને તે શુધ્ધ સ્વરૂપના અનુભવમાં રક્ત છે. આ ક્રિયાને એ બધું ક્યાં ગયું!? વ્રત પાળવા, અપવાસ કરવા એ બધો રાગ છે બાપુ! તને ખબર નથી ભાઈ !
આત્મા અંદર જ્ઞાન જ્યોતિ ઝળહળ જ્યોતિ પ્રભુ છે. એનો એને અનુભવ અને રાગથી માંડીને બધો સંબંધ જ્યાં છુટી ગયો છે અને ચૈતન્યના શુધ્ધ સ્વભાવનો સંબંધ જેને થયો છે. રાંકા (ગરીબ) ના સંબંધમાં હતો એ સંબંધ તેણે છોડી દીધો અને તે બાદશાહના સંબંધમાં આવી ગયો. એમ રાગાદિ પુણ્ય-પાપના ભાવ રાંકા-ભિખારી દુઃખરૂપ છે. ધર્મી સમ્યગ્દષ્ટિની પ્રથમ દૃષ્ટિમાં જ (૨Tયો II) તે રાગના સંબંધથી છૂટી ગયો છે. ભલે તે ચારિત્રમોહના રાગમાં હો! પણ રાગ મારો છે એવો સંબંધ છૂટી ગયો છે. સમજાણું કાંઈ?
આ દેહ તો માટી-જડ-ધૂળ છે. અંદરમાં જે આઠ કર્મ છે તે ઝીણી ધૂળ છે. આ પુણ્યપાપના ભાવ, શુભભાવ જે દયા-દાન-વ્રત ભક્તિનો અને અશુભ ભાવ- કામ ક્રોધનો એ