________________
૨૭૮
કલશામૃત ભાગ-૪ કહીએ, તે કાંઈ આત્મતત્ત્વ નથી. હિંસા, જૂઠ, ચોરી, ભોગ-વાસનાના, ધંધાના ભાવ એ બધા પાપ તત્ત્વ છે, એ કાંઈ આત્મતત્ત્વ નથી. ભવતત્ત્વ છે કે નહિં? જીવ, અજીવ, પુણ્ય-પાપ, આસ્રવ, સંવર, નિર્જરા, બંધ, મોક્ષ.
અહીંયા તો પરમાત્મા સ્વરૂપ જે ત્રિકાળી ભગવાન ચિઠ્ઠન છે તેનો જેને અંતરમાં અનુભવ થયો છે- આ હું, તેને રાગ તે હું એવું દ્રષ્ટિમાંથી ઉડી જાય છે.
શ્રોતા:- રાગ હોય તો રાગને આત્મા એક થઈ જતા હશે?
ઉત્તર:- અજ્ઞાની માને છે ને! એની માન્યતા છે ને! છે તો દ્રવ્ય સ્વભાવ અબંધ, રાગ વિનાની ચીજ અંદર પડી છે, છતાં માને છે કે – રાગ મારો છે એવી માન્યતાએ ઘેરો ઘાલ્યો છે. એ (મિથ્યા) માન્યતાના ઘેરામાં ઘેરાઈ ગયો છે. અંદર ઘેરાઈ ગયો છે, ઘવાઈ ગયો છે. આવી વાતું બાપુ! જિનેન્દ્રદેવ, દિગમ્બર સંતોએ જે માર્ગ કહ્યો છે તે જગતની સાથે ક્યાંય મેળ ખાય એવો નથી.
આહાહા ! ક્ષણમાં દેહ છોડીને ચાલ્યો જાય છે, કરોડો, અબજો રૂપિયા હો! કોઈ શરણ નથી બાપુ! ભગવાન ચિદાનંદ એની જેને દૃષ્ટિ નથી, એનો જેને અનુભવ નથી તે પરચીજને અનુસરીને રાગ, પુણ્ય-પાપના ભાવમાં ઘેરાય ગયો છે. એ મારા એમ માનીને એમાં ત્યાં રોકાય ગયો છે- એ મિથ્યાષ્ટિ છે. તે ચોરાસી લાખ યોનિમાં અવતારમાં પરિભ્રમણ કરનારો છે. વીતરાગ જિનેશ્વર પરમેશ્વરનો માર્ગ આવો છે.
“સમસ્ત પરદ્રવ્યોનો સર્વ પ્રકારે ત્યાગ” સમસ્ત પરદ્રવ્યનો સમસ્ત સર્વ પ્રકારે ત્યાગ છે. તે સમ્યગ્દષ્ટિ છે. આત્મા આનંદ સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ શુધ્ધ પવિત્ર સ્વરૂપનું જ્યાં ભાન થયું તે સમ્યગ્દષ્ટિને અંદરમાં રાગથી માંડીને સર્વ પરદ્રવ્યનો સર્વથા પ્રકારે દૃષ્ટિમાં ત્યાગ છે.
આવી બે શક્તિઓ અવશ્ય હોય છે- સર્વથા હોય છે” જોયું! સર્વથા હોય છે. કથંચિત્ આ અને કથંચિત્ આ એમ નહીં. કથંચિત્ રાગનો ત્યાગ અને કથંચિત્ રાગનું ગ્રહણ એમ નહીં. સર્વથા પ્રકારે પરદ્રવ્યનો દેષ્ટિમાંથી ત્યાગ થઈ ગયો. સમ્યગ્દર્શન અર્થાત્ દષ્ટિમાં ચૈતન્યનું જ્યાં ગ્રહણ થયું ત્યાં પરદ્રવ્યના રાગાદિનો સમસ્ત પ્રકારે સર્વથા ત્યાગ થયો. આવી અવસ્થા જરૂર પ્રગટ થાય છે. બે શક્તિઓ જરૂર હોય છે. સમક્તિી- ધર્મના પહેલાં દરજ્જાવાળો થયો તેને શુધ્ધ સ્વરૂપના અનુભવનું અને રાગાદિ સર્વ પરદ્રવ્યોનો સર્વથા ત્યાગ એટલે કે વૈરાગ્ય એ બે શક્તિઓ સર્વથા જરૂર હોય છે. આવી વાતો સાંભળવી, સમજવી કઠણ પડે!
અરે ! અનાદિથી રખડીને મરી ગયો છે. તે અનંતવાર સાધુ થયો. અનંતવાર મહાવ્રત પાળ્યા પણ એ રાગની ક્રિયા મારી છે અને તેનાથી મને લાભ થશે એમ માનીને તેણે મિથ્યાષ્ટિ છોડી નહીં. જ્યારે સમ્યગ્દષ્ટિ સારા ચક્રવર્તી પદમાં ઊભો હોય છતાં અંતરદૃષ્ટિમાં શુભરાગથી માંડીને સમસ્ત પર દ્રવ્યોનો સર્વ પ્રકારે દૃષ્ટિમાં ત્યાગ છે અને શુધ્ધાત્માનું