________________
કલશ-૧૩૬
૨૭૭ ઠીક હોય તેનાં અહંકાર, સ્ત્રી, કુટુંબ કાંઈક ઠીક મળ્યા તેના અહંકાર- એ બધા મિથ્યાષ્ટિ છે, તેણે ચૈતન્યનું ખૂન કરી નાખ્યું છે. આહાહા! ભગવાન તો જ્ઞાન સ્વરૂપી આત્મા આનંદમૂર્તિ પ્રભુ! તેમાં આ પરચીજ મારી માનીને પોતાની ચીજનો અનાદર કર્યો છે. બહુ ઝીણું ભાઈ ! માર્ગ આવો છે બાપુ!
“તે સમસ્ત પરદ્રવ્યોનો સર્વ પ્રકારે ત્યાગ” ભાષા જોઈ ! ધર્મી જીવને.... સમસ્ત પદ્રવ્યોનો સર્વ પ્રકારે અંતરમાં ત્યાગ છે. તે ભલે ગૃહસ્થાશ્રમમાં હો ! ચક્રવર્તી પદમાં હો ! સમક્તિી ભરત જેવા હો! પરંતુ અંતરમાં શુભરાગને પર માનીને તે બધા પરદ્રવ્યોનો દૃષ્ટિમાં સર્વથા પ્રકારે ત્યાગ છે. અને એક આનંદ સ્વરૂપ ભગવાન તેનું ગ્રહણ છે. દિગમ્બર સંતોની આ ધ્વનિ છે. ગઈકાલે અહીં સુધી ચાલી ગયું તું. “બંને શક્તિઓ જે રીતે હોય છે તે કહે છે
શ્રોતા- સમ્યગ્દષ્ટિને ત્યાગ હોય?
ઉત્તર- ત્યાગ છે. અહીં પાઠમાં કહ્યું ને - સમ્યગ્દષ્ટિને પરનો ત્યાગ છે. પર ચીજ મારી નથી તેવા મિથ્યાત્વનો- વિપરીત શ્રધ્ધાનો (દષ્ટિમાં) ત્યાગ છે. સમ્યક શ્રધ્ધા-રુચિ મારી છે તેમ આવી ગયું.
શ્રોતા:- અચારિત્ર છે તેથી ત્યાગ નથી.
ઉત્તર:- અચારિત્ર છે તે બીજી વાત છે. અચારિત્ર એ પણ જ્ઞાનમાં શેય છે. સાધકને રાગ આવ્યો કે નહીં! એ રાગ છે તે અચારિત્ર છે. અંદરમાં જ્ઞાન સ્વરૂપ ચૈતન્ય પ્રજ્ઞા સ્વરૂપ છે. જ્ઞાનનો પુંજ પ્રભુ આત્મા (દષ્ટિમાં) છે. તેને રાગથી માંડીને પર ચીજ, જ્ઞાનમાં પરણેય તરીકે જાણવા લાયક છે. પર ચીજ મારી છે, તેવી માન્યતા મિથ્યાદૃષ્ટિની છે. તે જૈન નથી. જૈન તો જેણે મિથ્યાત્વ ઉપર જય કર્યો છેનાશ કર્યો છે. તેનો અર્થ એ કે - રાગથી માંડીને પરદ્રવ્ય છે. તે બધાં મારા જ્ઞાનમાં શેય તરીકે જાણવા લાયક છે. તે ચીજ મારી નહીં, તે મારામાં નહીં, અને આ શરીર, રાગાદિમાં- હું નહીં.
શ્રોતા:- કંઈક ભાગની વાત કહો.....!
ઉત્તર- આ ત્યાગની વાત છે. દ્રષ્ટિમાંથી ત્યાગ થયો તે ત્યાગ છે. બાકી પર વસ્તુનો તો આત્મામાં અભાવ જ છે. ત્યાગ રહિત ધર્મ કયારે કર્યો છે?
શ્રોતા- રાગનેય કયાં ગ્રહણ કર્યો છે!
ઉત્તર- ગ્રહણ કર્યો નથી, પણ માન્યતા છે ને કે - આ રાગ મારો છે. તેણે માન્યતાનું ગ્રહણ કર્યું છે. ચૈતન્ય સ્વરૂપી જ્ઞાયક ભગવાન આત્મામાં, રાગ છે જ નહીં. ચૈતન્ય હિરલો અનંત શુધ્ધ શક્તિનો ભંડાર ભગવાન આત્મા પડયો છે. અરે! તેણે ક્યાં સાંભળ્યું છે આવું!!
આત્મામાં અનંત અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ, અનંત સ્વચ્છતા, અનંત વીર્ય, અનંત કર્તા, કર્મ, કરણ, અધિકરણ, પ્રભુતા, ઈશ્વરતા એવી અનંત શક્તિની પવિત્રતાનો પ્રભુ પિંડ છે. તેને અહીંયા આત્મા કહીએ. દયા-દાન-વ્રત-ભક્તિના પરિણામ તેને પુણ્યભાવ