________________
૨૭૫
કલશ-૧૩૬
સીઢીવાળો સમ્યગ્દષ્ટિ તે આવો હોય છે.
“શુધ્ધ સ્વરૂપના અનુભવરૂપ જાણપણું” એમ આવ્યું ને? શાસ્ત્રના જાણપણાની વાત અહીંયા નથી. તેમ રાગ ને પુણ્ય-પાપના જાણપણાની વાત અહીંયા નથી. અને જે એક સમયની વર્તમાન પર્યાય જે છે તે પણ નહીં. ત્રિકાળી શુધ્ધ સ્વરૂપના અનુભવનું જ્ઞાન. હું અખંડ પવિત્ર શુદ્ધ સ્વરૂપ છું તેનો અનુભવ અર્થાત્ પર્યાયમાં આનંદનું વેદન ( પૂર્વકનું ) જાણપણું. ધર્મની આવી શરતું છે. આ દશા (પ્રગટ) થયા વિના તેને જન્મ-મ૨ણનો અંત આવતો નથી. ચોરાસી લાખના અવતાર કરી – કરીને મરી જશે પણ ક્યાંયે સુખ નથી. એ પૈસાવાળા કરોડોપતિ હોય તો પણ તે દુઃખી છે. એ બિચારાને અંતરનો આનંદ ને અંત૨ સ્વરૂપની લક્ષ્મી તેનો અનુભવ ને જ્ઞાન નથી. એ બધા અજ્ઞાની દુઃખી છે.
“જેટલાં ૫૨દ્રવ્ય ” – આત્મા સિવાયની જેટલી ૫૨ વસ્તુ – સ્ત્રી, કુટુંબ, પરિવાર, ધંધા આદિ. ‘દ્રવ્યકર્મ’ અંદર જડ આઠ કર્મ જે છે તે દ્રવ્યકર્મ. ‘ભાવકર્મ' પુણ્ય ને પાપના ભાવ, શુભ અશુભભાવ તે મલિનભાવ છે. ‘નોકર્મરૂપ ’ – વાણી આદિ બહા૨ના સંયોગો એ શેયરૂપ છે. આત્માના જ્ઞાનમાં એ શેયરૂપ છે. આત્મા ચૈતન્ય સ્વરૂપ જ્ઞાનમૂર્તિ પ્રભુ છે. એ જ્ઞાનમાંપુણ્ય–પાપના ભાવ, કર્મબંધન, સંયોગીચીજ-લક્ષ્મી આદિ તે બધા શેય છે. ધર્મીને પોતાના જ્ઞાનમાં તે બધા શેય છે– જાણવાલાયક છે. એ ચીજ મારી છે તેવી માન્યતા મિથ્યાત્વની છે.
પોતાના શુધ્ધ ચૈતન્ય સિવાયના જે દયા-દાન-વ્રત-ભક્તિના ભાવ છે તે પણ શેય છેએટલે જ્ઞાનમાં જાણવા લાયક છે. તે ચીજ પોતાના જ્ઞાનમાં, મારી છે તેમ માનવાલાયક નથી. શરીર, કર્મ, સ્ત્રી, કુટુંબ-પરિવાર, પૈસા, આબરુ એ બધા પોતાના જ્ઞાનમાં ૫૨શેય તરીકે જાણવાલાયક ચીજ છે તેમ શાની જાણે છે.... તેને ધર્મી કહીએ. દયા-દાનના વિકલ્પનો રાગ આવે છે તે પણ મારા જ્ઞાનમાં, ૫૨શેય તરીકે જાણવાલાયક છે. તે ચીજ મારી છે તેમ માનવાલાયક નથી. સૂક્ષ્મ વાત છે ભાઈ ?
અનંતકાળ પરિભ્રમણ કરતાં કરતાં ચોરાસી લાખ યોનિમાં રખડયો. એક-એક યોનિમાં અનંતવાર ઉપજ્યો.... છે... તે મિથ્યાત્વને લઈને. રાગાદિ ભાવ મારા છે એવી માન્યતા તે મિથ્યાત્વ છે. એ મિથ્યાત્વના કારણે ચોરાસીમાં અવતાર લીધા છે.
શ્રોતાઃ- એ માન્યતા જૂઠ્ઠી છે ?
ઉત્ત૨:- એ માન્યતા જ જૂદી છે. આ મારા પૈસા, આ મારા છોકરાં, આ મારી પુત્રી, આ મારી સ્ત્રી–એ માન્યતા મિથ્યાત્વ છે. આત્મા જ્ઞાનસ્વરૂપ પ્રભુ છે તેમાં ૫૨શેય તરીકે જાણવાલાયક છે. પરંતુ તે મારા માનવા લાયક એ ચીજ નથી. તે મારું– તે મારું તેમ માને તે મિથ્યાર્દષ્ટિ જીવ છે. આવી વાત છે ભાઈ !
અહીં કહ્યું ને ! જેટલાં ૫૨દ્રવ્યો છે- મકાન, સ્ત્રી, કુટુંબ, છોકરા-છોકરીઓ, આબરુ એ બધાં પ૨દ્રવ્યો છે. પ્રભુ ચૈતન્ય (આત્મા) તો જ્ઞાનસ્વરૂપ છે. જ્ઞાનમાં તે ૫દ્રવ્ય તરીકે