________________
કલશ-૧૩૬
૨૦૩
શાનાથી થાય છે? “સ્વાન્યપત્તિનુવન્ત્યા” પોતાના શુદ્ધ સ્વરૂપનો લાભ, ૫૨દ્રવ્યનો સર્વથા ત્યાગ, -એવા કારણથી. ૪-૧૩૬.
કળશ નં.-૧૩૬ : ઉ૫૨ પ્રવચન
પ્રવચન નં. ૧૩૫-૧૩૬-૧૩૭
તા. ૩૦–૩૧/૧૦/’૭૭–૦૧/૧૧/’૭૭
“સમ્યગ્દછે: નિયતં જ્ઞાન વૈરાગ્યશક્ત્તિ: ભવતિ” દ્રવ્યરૂપે મિથ્યાત્વ કર્મ ઉપશમ્યું છે જેને ” જેને દર્શનમોહમાં મિથ્યાત્વકર્મ છે તે નાશ થયું છે– ઉપશમ્યું છે ભલે ! જે શુદ્ધ સમ્યક્રૂપે પરિણમ્યો છે. પેલા લોકો કહે છે કે- જીવાદિને માનવા તે સમક્તિ. નવ તત્ત્વોને માનવાં તે સમ્યક્. પરંતુ અહીં તો પવિત્ર પ્રભુ શુદ્ધરૂપે પરિણમે તેને સમક્તિ કહેવામાં આવે છે.
“ભાવરૂપે શુદ્ધ સમ્યક્ત્વભાવરૂપ પરિણમ્યો છે” દ્રવ્યકર્મ એટલે દર્શનમોહ ઉપશમ્યું છે, શમી ગયું છે ભાવમાં. જેને સમ્યગ્દર્શન એટલે હું પૂર્ણ પરમાત્મા સ્વરૂપ છું, હું તો ભગવત્ સ્વરૂપ છું, પૂર્ણ જ છું. એવું જેને જ્ઞાન થઈને, અનુભવ થઈને, પ્રતીતિ થઈ છે તે સમક્તિરૂપે પરિણમ્યો છે. એટલે પર્યાયમાં સમક્તિ દર્શનની દશા થઈ છે.
*
“પરિણમ્યો છે જે જીવ, તેને શુદ્ધસ્વરૂપના અનુભવરૂપ જાણપણું” એકલો શુદ્ધ સ્વરૂપ પૂર્ણ છે તેનું તેને જ્ઞાન થયું છે. વર્તમાન પર્યાય એટલે જ્ઞાનદશામાં શુદ્ધ સ્વરૂપનો અનુભવ છે.
“જેટલાં ૫૨દ્રવ્ય-દ્રવ્યકર્મરૂપ, ભાવકર્મરૂપ, નોકર્મરૂપ શેયરૂપ છે તે સમસ્ત ૫૨દ્રવ્યોનો સર્વ પ્રકારે ત્યાગ” નોકર્મ એટલે શ૨ી૨, વાણી, સ્ત્રી, કુટુંબ, દેશ એ પદ્રવ્ય. આઠકર્મ તે દ્રવ્યકર્મ પુણ્ય, પાપના ભાવ, દયા, દાન, વ્રત, ભક્તિના ભાવ એ ભાવકર્મ છે. નોકર્મ શરીરાદિ જ્ઞેયરૂપ છે. તે તો જ્ઞાનમાં ૫૨ શેય તરીકે જાણવા લાયક છે. આ ધર્મની પહેલી દશા છે. કર્મ, કર્મના નિમિત્તે મળેલી સામગ્રી અને પુણ્ય, પાપના ભાવ તે બધા જ્ઞાનમાં ૫૨શેય તરીકે જાણવા લાયક છે. તે ચીજ મારી છે તે તરીકે માનવા લાયક નથી.
જેટલાં પદ્રવ્ય, શરી૨, કુટુંબ, સ્ત્રી, પરિવાર, પૈસા આબરુ, બંગલા બધું ૫૨દ્રવ્ય છે. ભાવકર્મ અર્થાત્ પુણ્ય ને પાપના ભાવ, નોકર્મ શ૨ી૨, વાણી આદિ.. એ બધા જ્ઞેયો છે. જ્ઞાનમાં ૫૨ જાણવા લાયક છે, એ ૫૨ ચીજ મારી છે એમ ધર્મીને માનવા લાયક નથી.
અહીં પત્નીને અર્ધાંગના કહે. અડધું અંગ પોતાનું અને અડધુ અંગ પત્નીનું એમ કરીને (આખું અંગ માનનાર ) મૂઢ છે. ૫૨ શેય છે એ તો જ્ઞાનમાં ૫૨ તરીકે જાણવા લાયક છે. આત્મામાં એ મારી ચીજ છે તેમ માનવા લાયક નથી. આવું છે.
અહીં વૈરાગ્યની વ્યાખ્યા કરી. “તે સમસ્ત ૫૨દ્રવ્યોનો સર્વ પ્રકારે ત્યાગ” રાગથી માંડીને ૫૨દ્રવ્યનો સ્વભાવમાં ત્યાગ છે. જેમાં દયા, દાનના પરિણામનો પણ ત્યાગ છે. આ તો બહારનો ત્યાગ કરીને બેઠા તો થઈ ગયા ત્યાગી ! જૈન માર્ગનો ત્યાગ કોઈ અલૌકિક છે. એમાં