________________
૨૭૨
કલશામૃત ભાગ-૪ અનાદર કર્યો અને મિથ્યાત્વ સેવ્યું. એ રાગને જેણે ઉપાદેય માન્યો, આદરણીય માન્યો તેણે ભગવાન આત્માને હેય માન્યો. જેણે પૂર્ણાનંદના નાથને ઉપાદેય માન્યો તેણે જે ભાવે તીર્થકર ગોત્ર બંધાય તે ભાવને પણ હેય જાણ્યો. આવું બીજે ક્યાં છે. આ તો વીતરાગ ત્રિલોકનાથનો માર્ગ છે. સમ્યગ્દષ્ટિ ભોગ ભોગવે છે તેમાં અપેક્ષા કઈ લીધી? તે આસક્તિ પ્રત્યે ઉદાસ છેવૈરાગ્ય છે. પરને તો ભોગવી શકતો નથી.
આસક્તિ પ્રત્યે વૈરાગ્ય છે તેથી આસક્તિમાં જીવની કર્તા બુદ્ધિ નથી; તેથી તેને અનંત સંસારનું કારણ નથી થતું અને તે ખરી જાય છે તેમ દૃષ્ટિના જોરે કહેવામાં આવે છે.
(મદાક્રાન્તા) सम्यग्दृष्टेर्भवति नियतं ज्ञानवैराग्यशक्ति: स्वं वस्तुत्वं कलयितुमयं स्वान्यरूपाप्तिमुक्त्या। यस्माज्ज्ञात्वा व्यतिकरमिदं तत्त्वतः स्वं परं च
स्वस्मिन्नास्ते विरमति परात्सर्वतो रागयोगात्।।४-१३६ ।। ખંડાન્વય સહિત અર્થ:- “સચદ: નિયત જ્ઞાનવૈરાયશgિ: ભવતિ (સચદD:) દ્રવ્યરૂપે મિથ્યાત્વકર્મ ઉપશમ્યું છે જેને, ભાવરૂપે શુદ્ધ સમ્યકત્વભાવરૂપ પરિણમ્યો છે જે જીવ, તેને (જ્ઞાન) શુદ્ધસ્વરૂપના અનુભવરૂપ જાણપણું અને (વૈરાગ્ય) જેટલાં પારદ્રવ્ય-દ્રવ્યકર્મરૂપ, ભાવકર્મરૂપ, નોકર્મરૂપ-શેયરૂપ છે તે સમસ્ત પારદ્રવ્યોનો સર્વ પ્રકારે ત્યાગ-(શ9િ:) એવી બે શક્તિઓ (નિયત ભવતિ) અવશ્ય હોય છે-સર્વથા હોય છે; [બંને શક્તિઓ જે રીતે હોય છે તે કહે છે- ] “યસ્માત મયં સ્વનિ શાસ્તે પરાત સર્વત: પાયો વિરમતિ”(વાત) કારણ કે (જયં) સમ્યગ્દષ્ટિ(સ્વરિન શાસ્તે) સહજ જ શુદ્ધસ્વરૂપમાં અનુભવરૂપ હોય છે તથા (TRIÇ RTયો II) પુગલદ્રવ્યની ઉપાધિથી છે જેટલી રાગાદિ અશુધ્ધપરિણતિ, તેનાથી (સર્વત:વિરમતિ) સર્વ પ્રકારે રહિત હોય છે. ભાવાર્થ આમ છે કે આવું લક્ષણ સમ્યગ્દષ્ટિ જીવને અવશ્ય હોય છે. આવું લક્ષણ હોતાં અવશ્ય વૈરાગ્ય ગુણ છે. શું કરીને એવો હોય છે? “વં૫રંવ રૂદ્ર વ્યતિરમ્ તત્ત્વત: જ્ઞાત્વા” (સ્વ) શુદ્ધ ચૈતન્યમાત્ર મારું સ્વરૂપ છે, (પર) દ્રવ્યકર્મભાવકર્મ-નોકર્મનો વિસ્તાર પરાયો-પુદ્ગલદ્રવ્યનો છે, (રૂદ્ધ વ્યતિર) એવું વિવરણ (તત્ત્વત: જ્ઞાત્વા) કહેવા માટે નથી, વસ્તુસ્વરૂપ એવું જ છે એમ અનુભવરૂપ જાણે છે સમ્યગ્દષ્ટિ જીવ, તેથી જ્ઞાનશક્તિ છે. હું આટલું કરે છે સમ્યગ્દષ્ટિ જીવ તે શાને માટે? ઉત્તર આમ છે-“ā વસ્તુત્વે ચિતુમ” (રૂં વસ્તુત્વ) પોતાનું શુદ્ધપણું, તેના (નતિન) નિરંતર અભ્યાસ માટે અર્થાત્ વસ્તુની પ્રાપ્તિને માટે, તે વસ્તુની પ્રાપ્તિ