________________
૨૭૪
કલશામૃત ભાગ-૪ પુણ્યના પરિણામ ઊઠે એ પણ મારા નથી. એનો ત્યાગી તેને તો હજુ સમ્યગ્દષ્ટિ કહીએ. પછી આસક્તિનો ત્યાગ કરીને કરે તેને ચારિત્ર કહીએ.
“તે સમસ્ત પરદ્રવ્યોનો સર્વ પ્રકારે ત્યાગ” સમસ્ત દ્રવ્ય પર છે. સમસ્તમાં બધું આવી ગયું જડ કર્મ, ભાવ કર્મ, સ્ત્રી, કુટુંબ, પરિવાર, પૈસા, આબરુ, મકાન, છોકરા-છોકરીયું વગેરે પરદ્રવ્ય છે. સારા ઘરની દિકરી હોય, (કરિયાવરમાં) બે, પાંચ લાખ લઈને આવી હોય (તે માને) આ મારા છે, તારા ધૂળેય નથી. સાંભળને!
એવી બે શક્તિઓ અવશ્ય હોય છે- સર્વથા હોય છે” સમ્યગ્દષ્ટિને આત્માનો અનુભવ અસ્તિપણાનું જ્ઞાન અને રાગના અભાવ સ્વભાવનો ત્યાગ તે ઉદાસ-વૈરાગ્ય આ બે શક્તિઓ સમ્યગ્દષ્ટિને કાયમ હોય છે. પ્રવચન નં. ૧૩૬
તા. ૩૧/૧૦/૭૭ સમ્યગ્દષ્ટિએ પરનો સંબંધ છોડીને શુધ્ધ ચૈતન્ય આનંદ સ્વરૂપ આત્માનો સંબંધ જોડી દીધો છે. અજ્ઞાનીએ અનાદિથી આત્મા આનંદ, શાંત સ્વરૂપ છે તેનો સંબંધ છોડી દીધો છે. પછી તે રાગ દયા-દાન, વ્રત-ભક્તિનો-પૂજાનો હો પણ એ રાગ છે. રાગની સાથે એકત્વનો સંબંધ તે જ મિથ્યાત્વ છે. તે મિથ્યાષ્ટિ પરિભ્રમણ કરવાવાળો જીવ છે.
દ્રવ્યરૂપે મિથ્યાત્વ કર્મ ઉપશમ્યું છે જેને,” જડકર્મ એવું જે દર્શનમોહ છે તેનો ઉપશમ થઈ ગયો છે, તેનો હવે ઉદય નથી. “ભાવરૂપે શુધ્ધ સમ્યકત્વભાવરૂપ પરિણમ્યો છે જે જીવ” હું તો શુધ્ધ ચૈતન્ય આનંદ છું એવા ભાવરૂપે. સમ્યગ્દર્શનમાં આવી શુધ્ધ દશા–શુધ્ધ પરિણતિરૂપની પવિત્ર દશા પ્રગટ થાય છે. આ તો ધર્મની પહેલી શરૂઆતની વાત છે. સમ્યગ્દર્શનમાં શુધ્ધ સમ્યકરૂપનું પરિણમન છે.
આ દયા-દાન-વ્રત-ભક્તિના રાગથી ભિન્ન, મારી ચીજ પૂર્ણ શુધ્ધ આનંદ છે તેની સાથે એકત્વનો સંબંધ થઈને સમ્યગ્દર્શન એટલે શુધ્ધ શ્રધ્ધાનાં પરિણમનની દશાની ઉત્પત્તિ થઈ છે. આવી ઝીણી વાત બહુ!
એ સમ્યગ્દષ્ટિને “શુધ્ધ સ્વરૂપના અનુભવરૂપ જાણપણું છે.” હું તો શુધ્ધ ચૈતન્ય પવિત્ર આનંદ છું એવું સમ્યગ્દષ્ટિને જ્ઞાન થાય છે. અંદર જે આત્મા છે તે શુધ્ધ સ્વરૂપ પવિત્ર ભગવાન હું છું તેવી અંદરમાં એટલે અનુભવમાં શુધ્ધની પ્રતીતિ થાય છે. આવી ચીજ છે.
શુધ્ધ સ્વરૂપના અનુભવરૂપ જાણપણું” જોયું ? જે શુધ્ધ સ્વરૂપ ચૈતન્ય છે તે પવિત્ર છે, શુભાશુભરાગ અપવિત્ર છે. તેનાથી ભગવાન આત્માની ચીજ ભિન્ન છે. અંદરમાં પવિત્ર ભગવાન આત્મા છે, એવા પવિત્રતાનો અનુભવ તથા તેનું જાણપણું. પાઠમાં એમ લખ્યું છે“શુધ્ધ સ્વરૂપના અનુભવરૂપ જાણપણા”. એકલું શાસ્ત્રનું જ્ઞાન એ નહીં. હું શુધ્ધ પવિત્ર સચ્ચિદાનંદ પ્રભુ છું. સહજ આત્મ સ્વરૂપ શુધ્ધ છું તેવા અનુભવનું જાણપણું- ધર્મની પહેલી