________________
૨૮૬
કલશામૃત ભાગ-૪ એ બધું સહેલું સટ હતું- રખડવામાં. કેમકે- એ રાગની ક્રિયા છે ભાઈ ! તને ખબર નથી. તે રાગમાં વસ્તુનો સ્વભાવ આવ્યો નથી- (અનુભૂતિ થતી નથી) કેમકે તે તો વિભાવ છે.
ત્રિલોકનાથ પરમેશ્વર વીતરાગ જિનેશ્વરદેવ એમ ફરમાવે છે કે પ્રભુ!તારામાં. તારાપણું કંઈ છે કે નહીં? શું વિકારપણું એ તારાપણું છે? તારામાં શુદ્ધપણું તે તારાપણું છે. એ શુદ્ધ સ્વરૂપની સન્મુખ થઈ, નિમિત્ત, રાગ,પર્યાયથી વિમુખ થઈ. પૂર્ણતાની સન્મુખ થતાં જે શુદ્ધતાનો પર્યાયમાં લાભ થાય છે તે વસ્તુનો સ્વભાવ છે- તે ધર્મ છે. અંદર ભગવાન આત્મામાં તો એકલી વીતરાગતા ભરી છે. કેમ બેસે?! એ વીતરાગ સ્વરૂપે જ ભરેલો પ્રભુ છે. શુદ્ધ સ્વરૂપની સન્મુખ થઈને, વર્તમાન દશામાં એટલે પર્યાયમાં વીતરાગપણાનો લાભ થવો તેનું નામ અનુભવ ને ધર્મ છે. અરે! આવી વાતો છે. સાંભળવી પણ કઠણ પડે. અરે! શું થાય!! લોકો બહારમાં (ધર્મમાની) અટવાયને જિંદગી કાઢે છે.
અહીંયા કહ્યું કે- “પદ્રવ્યનો સર્વથા ત્યાગ” પરદ્રવ્ય કોને કહ્યું? દયા, દાન, વ્રત, ભક્તિનો વિકલ્પ તે પરદ્રવ્ય છે. કેમકે તે આત્મામાંથી નીકળી જાય છે. એ સત્ દ્રવ્યનું સ્વરૂપ હોય તો એ નીકળે નહીં. રાગનો જે વિકલ્પ વૃત્તિ છે તેનો સર્વથા અભાવ થઈ જાય છે. સર્વથા કેમ કહ્યું? દયા, દાનનો જે અંશ છે, રાગના વિકલ્પનો જે અંશ આવે છે તેનાથી કાંઈ લાભ થાય તેવી ચીજ નથી. સ્વરૂપનો લાભ અને પરદ્રવ્યનો સર્વથા ત્યાગ એવા કારણથી વસ્તુની પ્રાપ્તિ થાય છે. આ તો વીતરાગ માર્ગ છે. | સર્વજ્ઞ પરમેશ્વર જિનેશ્વરદેવ જે પૂર્ણ વીતરાગી અને પૂર્ણ જ્ઞાની થયા; તો એ પૂર્ણ વીતરાગતા અને પૂર્ણ જ્ઞાન આવ્યું તે કયાંથી આવ્યું? એ કયાંય બહારથી આવે છે? અંદરમાં પૂર્ણ જ્ઞાન ને વીતરાગતાથી પૂર્ણ ભરેલું તત્ત્વ જ. એ આત્માની સન્મુખની દૃષ્ટિ ને જ્ઞાન ને રમણતા થઈ એ સ્વરૂપની પ્રાપ્તિનો લાભ થયો કહેવાય છે. આવું નિશ્ચય ને આવી વાતું છે. પરમ સત્ય વાત તો આ છે.
(પૂ. ગુરુદેવશ્રી સ્વપ્નની વાત કહે છે ) આજ રાત્રે સરખી ઊંઘ નહોતી આવી, જરા કાચી ઊંઘ હતી. પાછલા પહોરે જરા આંખ મિચાણી. ચાર-સાડા ચારે આવીને કોઈએ પૂછ્યું કે– (આત્માને અનુભવવાની) કૂંજી બતાવો. ભાષા ગૂંચી એમ ન હતી. કોઈ હિન્દી હશે ! તમારી હિન્દી ભાષામાં કૂઝી” શબ્દ છે. મેં ગુજરાતીમાં ઉત્તર આપ્યો કે- કૂઝી તો આ છે ભાઈ ! આ તો સ્વપ્નાની વાત છે પાછલા પહોરે આવેલું! આત્મ જ્ઞાન તે કૂકી છે અને તે કેમ? એને તો એમ કહ્યું કે- “એકને જાણે તે સૌને જાણે”, આટલું કહ્યું! જે ભગવાન આત્માને જાણે તે બધાને જાણે છે. એ કોનો પ્રશ્ન હતો.? પણ “મૂંઝી” એટલો શબ્દ હતો. કોઈ હિન્દી હશે ! કોઈક કૂઝી બોલ્ય” તું! આપણે તો કૂંચી કહીએ છીએ. આ તો અડધી મિનિટ ચાલ્યું. ભાઈ ! કૂઝી તો આ છે. આ આત્માનું જ્ઞાન અને રાગ, પુણ્ય-પાપનું પરનું જ્ઞાન એ તો અજ્ઞાન છે.
આત્મજ્ઞાન એટલે? આત્માની પર્યાય છે તે એક અંશ છે, તેટલુંય જ્ઞાન નહીં, રાગનું