________________
કલશ-૧૩૬
૨૮૫ જેને અનુભવ છે. એ સમ્યગ્દષ્ટિ જીવ, પોતાનું શુદ્ધપણું “[યિતુમ] નિરંતર અભ્યાસ માટે અર્થાત્ વસ્તુની પ્રાપ્તિ માટે” સચ્ચિદાનંદ પ્રભુ એ વસ્તુ પોતે છે. એ ચીજની પ્રાપ્તિ માટે નિરંતર અભ્યાસ કરે છે. સ્વ સન્મુખતાનો નિરંતર અભ્યાસ કરે છે. એ વસ્તુની પૂર્ણદશા પ્રાપ્ત કરવા માટે. એ વસ્તુનો અભ્યાસ એટલે પૂર્ણાનંદનો નાથ પ્રભુ! તેની સન્મુખ થઈને તેનો અભ્યાસ કરે છે.
“તે વસ્તુની પ્રાપ્તિ શાનાથી થાય છે? “સ્વાન્ય પ્રાપિમુવજ્યા” પોતાના શુદ્ધ સ્વરૂપનો લાભ” જે અનાદિથી શુભ-અશુભના રાગનો લાભ હતો એ તો અધર્મનો લાભ હતો. અહીંયા કહે છે- વસ્તુનો લાભ છે, પોતાના શુદ્ધ સ્વરૂપનો લાભ છે. દિવાળીમાં ચોપડામાં નથી લખતા- “લાભ સવાયા' નામું લખે ત્યારે લખે. ધૂળમાંય નથી ત્યાં લાભ સવાયા. એ પૈસા તો ધૂળ-માટી જડ છે અને તેને મેળવવાનો) ભાવ છે તે પાપ છે, તેથી ત્યાં પાપનો લાભ છે.
અહીંયા જિનેન્દ્રદેવ પરમાત્મા એમ ફરમાવે છે કે- તારામાં અનંત ધ્રુવ આનંદ છે, અનંતગુણ છે- જેવાં કે અનંત જ્ઞાન, અનંત શાંતિ, અનંત સ્વચ્છતા એવી ચીજનું શક્તિપણું તો આવું છે. એ શુદ્ધપણાની સ્વ સન્મુખ થઈને પ્રાપ્ત કરવું તેને આત્માનો લાભ કહેવાય છે. આ ધૂળ પાંચ લાખ, પચીસ કરોડ મળે તેથી અમે સુખી છીએ.. એમ માનનાર મોટો મૂરખ છે. તે દુઃખમાં ડૂબકી મારે છે અને અમે સુખી છીએ તેમ માને છે.
શ્રોતા- પૈસા કમાય અને મૂરખ?
ઉત્તર- અહીંયા તેને મૂરખ કહે છે, પૈસાથી મને લાભ થયો એમ માન્યું તો પાપનો લાભ થયો છે. પૈસા તો જડ, ધૂળ છે પણ મને મળ્યા એવો જે ભાવ થાય તે મિથ્યાભ્રમ ને ભ્રાંતિ છે– એ પાપ છે.
(યિતમ) નિરંતર અભ્યાસ” જુઓ તો ખરા !! જેમ રાગ ને પુણ્ય-પાપના ભાવનો અનાદિથી નિરંતર અભ્યાસ છે. અતૂટક ભાવે નિરંતર પાપનો અભ્યાસ, તેમ શુદ્ધ સ્વરૂપની સન્મુખતાનો વારંવાર અભ્યાસ, અનુભવ કરતાં સ્વરૂપનો લાભ થાય છે. આકરી વાત છે. દુનિયા એ ધર્મને કયાંય, કયાંય કલ્પી બેઠી છે. જ્યારે ધર્મ તો વસ્તુના સ્વરૂપની પ્રાતિને કહે છે. શુદ્ધ સ્વભાવ, તેની પર્યાયમાં પ્રાપ્તિ થવી તેને ધર્મ કહે છે. એ વ્રત, તપ, ભક્તિ ને પૂજા, દયા ને દાન, હિંસા ને જૂઠ એ બધો વિકારનો લાભ છે. અર્થાત્ વિકાર છે. આકરી વાતું ભાઈ !
અહીંયા તો એ કહ્યું કે વસ્તુની પ્રાપ્તિ શાનાથી થાય છે? “પોતાના શુદ્ધ સ્વરૂપનો લાભ” તેની પ્રાપ્તિથી થાય છે. “પદ્રવ્યનો સર્વથા ત્યાગ” બે વાત કરી. તે દયા, દાન, વ્રત, ભક્તિના વિકલ્પનો રાગ હો! પરંતુ એ રાગનો ત્યાગ અને શુદ્ધ સ્વભાવની પવિત્રતાનો લાભ તેને અહીંયા સમ્યગ્દષ્ટિ ને ધર્મી કહે છે. પેલા કહે– વ્રત પાળો, દયા પાળો, તપસા કરો