________________
કલશ-૧૩૫
૨૭૧ સ્વભાવ છે હોં!! કેવળી પરમાત્મા પર્યાયમાં સર્વજ્ઞ થયા, પણ આ દરેક આત્મા તો ગુણે સર્વજ્ઞ છે. કેમકે જો સ્વભાવથી અને શક્તિએ સર્વજ્ઞ ન હોય તો કેવળીને જે સર્વશપણું પ્રગટયું તે ક્યાંથી આવશે?? તે ક્યાંય બહારથી આવે છે? આ આત્મા સર્વજ્ઞ સ્વભાવી છે પ્રભુ! દરેક ભગવાન આત્મા હોં! અરે, અભવીનો આત્મા હોય તો તે પણ જ્ઞસ્વભાવી છે. જ્ઞસત્ત્વ, જ્ઞશક્તિમયી છે.
સ્તુતિમાં “સ” શબ્દ આવે છે. “હૈયું સત્ સત્ જ્ઞાન જ્ઞાન ધબકે... એમાં નહીં પણ “જે વજે સુમુમુક્ષુ સર્વ ઝળકે, 'મુમુક્ષુનું સત્ત્વ ઝળકે. સત્ એવો ભગવાન એવું સત્ત્વ જે સહજ છે તે ઝળકે છે. સત્ એવો ભગવાન આત્મા ત્રિકાળી તેનો જે ગુણ છે સન્ત તે સનું સત્ત્વ છે તે પર્યાયમાં ઝળકે તેને સર્વ કહેવાય છે. અરે! આવી વાતું ભારે! આ તો દયાપાળો, વ્રત કરો, ઉપવાસ કરો, દાન કરો, મંદિર બંધાવો, જાત્રા કરો આમાં બિચારા મરી ગયા. એ બધી તો રાગની ક્રિયાઓ છે. તેનાથી મને લાભ થશે તેમ માનશે તો મિથ્યાત્વ થતાં અનંત સંસાર વધારે છે.
અહીંયા તો કહે છે કે- આસક્તિ હોવા છતાં તે જીવનું સ્વરૂપ નથી. આસક્તિ હોવા છતાં તે સામગ્રી કાંઈ ભોગવાતી નથી. તેમાંથી તેની સુખબુદ્ધિ ઊડી ગઈ છે. તેથી તે આસક્તિથી સમ્યગ્દષ્ટિ ઉદાસ છે. તેથી તેને વિષય સુખમાં રતિ ઉપજતી નથી. “એ કારણથી કર્મ બંધ થતો નથી” આ કારણથી અનંતો સંસાર વધે એવો કર્મ બંધ થતો નથી.
ભાવાર્થ આમ છે કે- સમ્યગ્દષ્ટિ જે ભોગ ભોગવે છે તે નિર્જરા નિમિત્તે છે” એ આસક્તિને ન ગણતાં તે આસકિત પણ ખરી જાય છે, દૃષ્ટિના જોરમાં તેનો આદર નથી, તેનો સ્વામી નથી, સુખબુદ્ધિ નથી. સુખબુદ્ધિ આત્મામાં છે, અહીં આદર છે, સત્કાર છે માટે એ ચીજ ખરી જાય છે એમ કહેવામાં આવે છે. આવો વીતરાગ માર્ગ છે.
તેણે તો અત્યાર સુધી એવું સાંભળ્યું કે- એકેન્દ્રિયા, બેઇન્દ્રિયા, તેઇન્દ્રિયા, ચોરેન્દ્રિયા, અભીયા વત્તીયા લેશ્યા. તસ્સ મિચ્છામિ દુક્કડમ્ એ બધી વાતો બહારની છે. એ બધી તો રાગની ક્રિયાની વાતું છે. અહીં તો સમ્યગ્દષ્ટિને રાગની આસક્તિમાં સુખબુદ્ધિ ઊડી ગઈ છે. તેને રાગનું સ્વામીપણું ઊડી ગયું છે. રાગમાં રતિ નથી, એ રાગ જીવનું સ્વરૂપ છે તે ઊડી ગયું છે. રાગથી ઉદાસ છે માટે તેને અનંત સંસારનું કારણ એવું કર્મ બંધાતું નથી. જે (ભોગ) ભોગવે છે તે નિર્જરા નિમિત્તે છે. આ અપેક્ષાએ વાત છે. કોઈ સર્વથા એમ માની લ્ય કે આસકિત છે તેની બિલકુલ નિર્જરા થઈ જાય છે અને તેને જરા પણ બંધ નથી- તો એમ નથી. આસક્તિનું અલ્પ બંધન છે. કર્મની સ્થિતિ અલ્પ બંધાય છે પણ તે અનંત સંસારનું કારણ થતું નથી, માટે તેને નિર્જરા કહેવામાં આવે છે. આમાં કેટલી શરતું ! યાદ કેટલું રાખવું.
શ્રોતા- એક જ શરત છે આત્માને શ્રદ્ધવો..!
ઉત્તર- બસ, બસ... આનંદના નાથની સામું જોવું તે એક જ શરત છે. પર્યાયની, રાગની સામું જોવાનું છોડી દે! જેણે રાગને, પર્યાયની સામું જોયું તેણે ભગવાન આત્માનો