________________
૨૬૭
કલશ-૧૩૫
ભોગવતો હોવા છતાં તેને થતું નથી.
મિથ્યાત્વથી જે અનંત સંસાર બંધાતો તે બંધ હવે તેને થતો નથી. અનંતભવનું જે પરિભ્રમણ હતું મિથ્યાત્વનું એ પરિભ્રમણનું કા૨ણ હવે રહ્યું નહીં. આવી વાતો છે. આમાં દુનિયાના ડહાપણ કામ ન આવે. શાસ્ત્રના જાણનારાનું પણ કામ ન આવે.
અહીંયા તો અંદ૨માં પૂર્ણાનંદનો નાથ ! અનંત આનંદનો રસ કંદ પ્રભુ એનો જેને સ્વાદ આવ્યો તે સમ્યગ્દષ્ટિની વાત છે. વસ્તુ આનંદમય છે, એના નમૂના અર્થાત્ સ્વાદ દ્વારા જેને આખો આત્મા આનંદમય છે એવો અનુભવ થયો, તે કર્મની સામગ્રીને જરી ભોગવે, તેને આસકિતનો ભાવ હોય તો પણ તે ભાવ અનંત સંસારના બંધનું કારણ એ નહીં થાય. પેલાએ પાંચ ઇન્દ્રિયના વિષયને છોડયા હોય, ત્યાગી હોય, જૈનનો સાધુ થયો હોય છતાં અંદરમાં દયા, દાન, વ્રતના પરિણામ પુણ્ય છે અને તે દુઃખરૂપ છે, છતાં તેમાં તેને સુખબુદ્ધિ છે. એ પુણ્ય મને લાભદાયક છે એમ માને છે તેથી એ મિથ્યાર્દષ્ટિ અનંત સંસારને વધારે છે.
જ્યારે સમ્યગ્દષ્ટિને પૂર્વ નામકર્મને લઈને થોડી સામગ્રી મળી કે ઘણી મળી, એ ચીજ ૫૨ છે, તે મારી ક્યાં છે ? તે મારામાં ક્યાં છે ? હું એમાં ક્યાં છું? ધર્મીને ૫૨માંથી સ્વામીપણાની બુદ્ધિ ઊડી ગઈ છે. રાગની આસક્તિમાંથી ધણીપદુ છૂટી ગયું છે. ભગવાન આનંદ સ્વરૂપ પ્રભુ ! જ્ઞાતાદેષ્ટા તેનો સેવક થયો– તેને સેવનાર થયો તે વિષયને સેવે છતાં તેને અનંત સંસારનું બંધન છે નહીં.
શ્રોતા:- શાની ભોગને ભોગવે છતાં નિર્જરા ?
ઉત્ત૨:- આ અપેક્ષાએ નિર્જરા છે હોં ! તેને મિથ્યાત્વ સંબંધી બંધ નથી. વળી સમ્યગ્દર્શનના જો૨ના બળે આત્મામાં સુખબુદ્ધિ છે, છતાં રાગ આવે તો પણ તેની નિર્જરા થાય છે તે દૃષ્ટિની પ્રધાનતાની અપેક્ષાએ છે. આસક્તિની પણ નિર્જરા થઈ જાય છે એમ કહેવામાં આવે છે. ઝીણું બહુ!
આ તત્ત્વ સમજ્યું પડશે. ચોરાસીમાં રખડી મરે છે. કરોડપતિઓ મહેલને મૂકીને ચાલ્યા જાય છે. એ ૫૨ પદાર્થ મા૨ા છે અને હું એનો છું એવી જે મિથ્યાબુદ્ધિ છે તે તેને અનંત સંસારમાં રખડાવના૨ છે.
સાધક, સામગ્રીમાં પડયો દેખાય છતાં, જેને રાગનો યોગ સંબંધ નથી, જેને દયા, દાનના વિકલ્પની સાથે પણ જીવને સંબંધ નથી, એ સંબંધને તોડી નાખ્યો છે એવા જીવને, કર્મના કા૨ણે મળેલી સામગ્રી ભોગવે. તેને આસક્તિના પરિણામ થોડા હોય છે, છતાં પણ દૃષ્ટિના જોરની અપેક્ષાએ તેને મિથ્યાત્વથી થતો અનંત સંસારનો બંધ તેને નથી માટે તેને નિર્જરા કહેવામાં આવે છે. આથી કોઈ એમ માની લે કે ભોગની આસક્તિ છે તે નિર્જરાનું કારણ છે તો એમ નથી. અહીં તો દૃષ્ટિના જોરની અપેક્ષાએ એ વાત છે. સાધકને પણ આસક્તિથી કર્મનો થોડો બંધ છે. કર્મનો રસ થોડો છે તેથી કર્મની સ્થિતિ થોડી પડે છે તેને