________________
૨૬૮
કલશામૃત ભાગ-૪ અહીંયા ગણવામાં આવી નથી.
કોઈ એકાન્ત માની લે કે સમ્યગ્દષ્ટિ થયો એટલે હવે તેને કાંઈ જરી પણ બંધ નથી એમ નથી. રાગની એકતાબુદ્ધિ તે મહાસંસારનું કારણ હતું તે હવે નથી. ત્રણલોકનો નાથ ભગવાન પૂર્ણ પવિત્ર છે અને શુભ રાગનો કણ મહા અપવિત્ર છે. તે બેની એકતાબુદ્ધિ છે એ મહાસંસાર-મિથ્યાત્વ છે. આવી વાતો છે.
“સમ્યગ્દષ્ટિ જીવ પંચેન્દ્રિય સંબંધી વિષયોને સેવે છે” જોયું? અહીં પાંચેઇન્દ્રિય લીધી, કાન, આંખ, નાક, જીભ અને સ્પર્શ એ ભોગ ભોગવે. એટલે તેમાં તેની થોડી આસક્તિ છે. બાકી ભોગવી શકતો નથી.
તો પણ પંચેન્દ્રિય ભોગનું ફળ છે- જ્ઞાનાવરણાદિ કર્મનો બંધ તેને પામતો નથી” જે અનંત સંસારનું કારણ તેને પામતો નથી. જે જ્ઞાનાવરણી, દર્શનાવરણી, અનંત સંસારનું કારણ થાય તેવા કર્મબંધનને તે પામતો નથી. સમ્યગ્દર્શનના જોરમાં તેને અનંત સંસારનું કારણ થાય તેવો બંધ થતો નથી. આગામી ભવનું આયુષ્ય જ્યારે બંધાય ત્યારે તેને શુભભાવ આવે ત્યારે બંધાય. નહીંતર તેને અશુભ ભાવેય આવે છે. છતાં તે અશુભભાવના કાળમાં ભવિષ્યના ભવનો બંધ પડતો નથી. સ્વર્ગના વૈમાનિક દેવના આયુષ્યનો બંધ પણ શુભભાવ આવે ત્યારે થાય છે. સમ્યગ્દષ્ટિને એ બંધ નથી એમ ગણવામાં આવ્યું છે. તે બંધ અનંત સંસારનું કારણ નથી માટે ગણવામાં આવ્યો નથી.
જ્ઞાનાવરણાદિ કર્મનો બંધ, તેને પામતો નથી. એવું પણ શા કારણથી?“જ્ઞાનવૈભવ વિરતાવનાત” શુદ્ધ સ્વરૂપનો અનુભવ તેનો મહિમા” ભગવાન પૂર્ણ પવિત્ર અનંતગુણનો ધણી છે. અનંત. અનંત ગુણરાશિનો ઢગલો પ્રભુ આત્મા છે. તેની જેને અંતરમાં મહિમા આવી છે, જ્યાં તેનો અનુભવ થયો છે; એ અનુભવ અને મહિમાને કારણે હવે તેને અનંત સંસારના નવા કર્મ બંધાતા નથી– એક વાત થઈ. હવે બીજી વાત પરમાત્મા આનંદમયી છે, એના આનંદની મીઠાશ આગળ, રાગનો ભાવ આવ્યો પણ તેની મીઠાશ ઊડી ગઈ છે તેથી તેને અનંત સંસારનું બંધન થતું નથી.
[વિરતાવનાત્] કર્મના ઉદયથી છે વિષયનું સુખ, જીવનું સ્વરૂપ નથી” સમ્યગ્દષ્ટિને વૈરાગ્ય..વૈરાગ્ય. સમકિતી અશુભભાવને તો કાળા નાગ જેવો દેખે છે. “ભોગ ભુજંગ મુનિરાજ' ભોગને ભુજંગને કાળાનાગ જેવો દેખે છે. અહીંયા તો સમકિતીની વાત છે.
આહાહા! આનંદનો નાથ પ્રભુ! અતીન્દ્રિય આનંદનો સાગર પ્રભુ... તેનું જેને ભાન ને સ્વાદ આવ્યો છે તે પર પ્રત્યે ઉદાસ છે. પરમાં ક્યાંય સુખ લાગતું નથી માટે તે પરથી ઉદાસ છે. આ સમ્યગ્દર્શન સહિતની વાત છે હોં ! તેથી...
સૌ પ્રથમ એ લીધું કે- સ્વરૂપની મહિમા છે, સ્વરૂપનો અનુભવ છે અને પર તરફ વૈરાગ્ય નામ ઉદાસ છે. અસ્તિ નાસ્તિથી વ્યાખ્યા કરી. એ શું કહ્યું? જ્ઞાન વૈભવ તે સ્વરૂપનો