________________
૨૬૬
કલશામૃત ભાગ-૪ રાગથી અલ્પબંધ થાય પણ તે અનંત સંસારના બંધને ન કરે. અહીંયા તો અનંત સંસા૨નું પરિભ્રમણ એવો જે મિથ્યાત્વ ભાવ તે અનંતભવનું કારણ છે. એ મિથ્યાત્વનો જેને નાશ થયો છે અને જેને આત્માનું ભાન થયું છે. તેની વાત છે.
જેવા અરિહંત ૫૨માત્મા પર્યાયે ૫રમાત્મા છે એવો જ ને એવડો મારો દ્રવ્ય સ્વભાવ છે. અરિહંતને પ૨માત્મ દશા પર્યાયમાં પ્રગટ થઈ છે અને મારા દ્રવ્યમાં ૫૨માત્મ દશા એવી અને
એવડી પૂર્ણ દશા (શક્તિરૂપે ) છે. આકરી વાતું બાપુ ! આ સંસા૨નો મોહ જગતને મારી નાખે છે. સ્ત્રીમાં સુખ છે, છોકરાવમાં પૈસામાં સુખ છે, રૂપાળું શરીર ઠીક લાગે છે એ બધો મિથ્યાત્વ ભાવ અનંત સંસારનું કા૨ણ છે.
ધર્મી એવો જે ભગવાન આત્મા તેનો ધર્મ એટલે આનંદાદિ સ્વાદનો પર્યાયમાં સ્વીકાર થયો છે. હવે તેને પાંચે ઇન્દ્રિયની સામગ્રી હોય પણ તે બધામાંથી સુખબુદ્ધિ ઊડી ગઈ છે. તે વિષયો પ્રત્યે જરી આસકિત છે છતાં તેમાં સુખબુદ્ધિ ઊડી ગઈ છે. આપે ! આવી વાતું છે... આવી શરતું છે.
માતા ચાલીસ વર્ષની હોય, સ્નાન કરતી હોય નગ્ન હોય, આડો ખાટલો રાખેલ ન હોય અને છોકરો યુવાન આવી ચડે તો તે માતા ઉ૫૨ નજ૨ ક૨તો જ નથી. એ મારી માં છે– જનેતા છે. તેના ઉપર તેની નજરુ જતી જ નથી. તેમ ધર્મીને કર્મના નિમિત્તે મળેલી સામગ્રી, તેની ઉ૫૨ નજરું જ નથી. સમ્યગ્દર્શનની નજર તો દ્રવ્ય ઉ૫૨ છે.
શ્રોતા :- નિર્વિકલ્પ ન હો ત્યારે ?
ન
ઉત્તર :- નિર્વિકલ્પ ભલે ન હો ! સમ્યગ્દર્શનની નજરું વર્તે છે, પ્રતીતિ દ્રવ્યની છે. (સવિકલ્પમાં પરિણતિ ચાલુ છે. ) લબ્ધમાં સમ્યગ્દર્શન જ્ઞાન વર્તે છે. તેથી શાંતિ અને આનંદનો સ્વાદ પણ છે. હજુ રાગની આસક્તિ પણ છે, એ આસક્તિનો રસ નથી. આસક્તિમાં સુખબુદ્ધિ નથી. બહા૨ની જે સામગ્રી મળી છે તેમાંથી સુખબુદ્ધિ ઊડી ગઈ છે. સમ્યગ્દર્શન શું છે.. એ સમજાણું કાંઈ ? વીતરાગ ૫૨મેશ્વર જૈનના માર્ગમાં આ વાત છે, આવી વાત બીજે ક્યાંય છે નહીં.
અહીંયા કહે છે કે– સમ્યગ્દષ્ટિ ભોગવે તો પણ તે અસેવક છે. શા કારણથી ? “યત્ ના વિષયસેવને અપિ વિષય સેવનસ્ય સ્તં તું ન અનુત્તે” જે કારણથી સમ્યગ્દષ્ટિ જીવ શ્લોકમાં બીજા પદમાં છેલ્લે ‘ના’ આવ્યું ને ? તેનો અર્થ “સમ્યગ્દષ્ટિ જીવ” [વિષયસેવને અપિ] પંચેન્દ્રિય સંબંધી વિષયોને સેવે છે” પાંચ ઇન્દ્રિયોના વિષયને સેવે છે. ચક્ષુથી રૂપને જોવે છે, કાનથી નિંદા, પ્રશંસાને સાંભળે છે, નાકથી સુગંધને સૂંઘે છે, ૨સથી રસનો સ્વાદ લ્યે છે અને સ્પર્શથી સ્પર્શ ભોગવે છે. સ્પર્શમાં ૨ાગની આસક્તિ છે તો પણ પંચેન્દ્રિયભોગનું ફળ જે અનંત સંસાર તે ફળ તેને આવતું નથી. કેમકે મિથ્યાત્વનો જ્યાં નાશ થયો અને સમ્યગ્દર્શન થયું એટલે પેલું મિથ્યાત્વ જે અનંત સંસારનું કારણ હતું એ ફળ હવે સમકિતી વિષયને