________________
૨૬૪
કલશામૃત ભાગ-૪ કહેવામાં આવે છે.
શ્રોતાઃ- (અનંત) ગુણોના નામે નથી આવડતા !
ઉત્તર-પૂરા ગુણોના નામ ભલે ન આવડતા હો! તેનું કાંઈ કામ નથી. ગોળનું નામ ન આવડે તેથી ગોળનો સ્વાદ છે તે કાંઈ ચાલ્યો જાય? ઝીણી વાત છે પ્રભુ! તેમ ભગવાન આત્મામાં! એક સેંકન્ડના અસંખ્યમાં ભાગમાં તેને અનંત ગુણ છે ને વ્યક્ત પર્યાયનું અંશે વેદન આવે છે. અનંતગુણ છે તેના નામે ન આવડે, તેની સંખ્યાની પણ કદાચિત્ ખબર ન હોય. પણ તે અનંતગુણનો પિંડ પ્રભુ! ભગવત્ સ્વરૂપ આત્મા પોતે છે તેની સન્મુખ થઈ અને નિમિત્ત, રાગ, પર્યાયથી વિમુખ થઈને આત્માની પ્રાપ્તિની શરતું ઘણી બાપુ !
અનંતગુણનો પિંડ પ્રભુ આત્મા! અરૂપી આનંદઘન પ્રભુ! એનું જેને જ્ઞાન થઈ પ્રતીત થઈ અને રાગથી ભિન્ન પડયો તેથી અરાગી આત્માનો સ્વાદ તેને આવ્યો છે. તે સમ્યગ્દષ્ટિ છે. આને ધર્મની પહેલી સીઢી પહેલી શ્રેણી કહે છે. આટલી વાતો છે. અહીં તો સમ્યગદષ્ટિને નિર્જરા થાય છે એ વર્ણવવું છે ને !!
શ્રોતાઃ-મુનિને તો ત્યાગ છે તેથી નિર્જરા હોય ને !!
ઉત્તર- અહીં અત્યારે મુનિની વાત નથી. સમ્યગ્દષ્ટિ થયો તેને મિથ્યાત્વ અને અનંતાનુબંધીના ભાવથી જે અનંત સંસાર બંધાતો હતો એ હવે નથી બંધાતો. એટલી વાત અહીંયા લેવી છે. સમ્યગ્દર્શનમાં મિથ્યાત્વ અને અનંતાનુબંધી થતાં નથી. તેને બીજા આગ્નવ છે; બંધ છે તેને અહીંયા ગૌણ ગણીને એને નથી એમ કહેવામાં આવ્યું છે. આ સમ્યગ્દષ્ટિની વ્યાખ્યા થઈ. જૈનમાં જન્મ્યા દેવ, ગુરુ, સાચા માન્યા માટે તે સમ્યગ્દષ્ટિ છે- એમ નથી.
આહાહા ! સમ્યક તો સત્ જેટલું આત્માનું સત્ છે તે. “(ના) સમ્યગ્દષ્ટિ જીવ” અંદર પાઠમાં લખ્યું છે જુઓ! પાંચમી લીટીમાં આવે છે. “ના” એટલે આત્મા. “ના” એટલે પોતાનું સ્વરૂપ બતાવવું છે. “ના” એ નકારના અર્થમાં વપરાયેલ નથી. આત્માના શુદ્ધ સ્વરૂપના અર્થમાં “ના” છે. અહીંયા ઝીણી વાત છે પ્રભુ!
અનંતકાળથી રખડે છે એ દુઃખી છે. તે અબજોપતિ હો કે શેઠિયો કે રાજા કે દેવ હો! એ બધા દુઃખી છે. તે રાગ ને વૈષના વેદનારા-આકુળતાના વેદનારા આકુળતાવાળા દુઃખી છે.
અહીંયા તો જેને આત્માનું દર્શન થયું, આત્મા પૂર્ણ જ્ઞાન અને પૂર્ણ આનંદનો રસકંદ છે તેનો જેને શ્રદ્ધામાં સ્વીકાર થયો, જ્ઞાનની વર્તમાન પર્યાયમાં જેનું જ્ઞાન થયું પરંતુ વસ્તુ ન આવી, પણ તેનું જ્ઞાન આવ્યું. સમજાણું કાંઈ?
એવો જે સમ્યગ્દષ્ટિ જીવ, જેણે અનંતકાળમાં જે કામ નહોતું કર્યું એવું કામ કર્યું. ભલે તે મુનિ થયો ન હોય, ત્યાગી થયો ન હોય બહારથી પરંતુ તે અંદરમાં રાગના યોગના સંબંધનો ત્યાગી છે. મને રાગનો સંબંધ નથી, હું તો અનંત જ્ઞાન ને આનંદના સંબંધવાળું તત્ત્વ છું. કળશ- ૧૩૬માં કહ્યું છે- “RITયોતિ” ઝીણી વાત છે પ્રભુ!