________________
૨૬૨
કલશામૃત ભાગ-૪ છે; તેથી સમ્યગ્દષ્ટિનો ભોગ નિર્જરા છે અહીં નિર્જરામાં બન્ને આવી ગયું. જેને આત્માનું સમ્યક દર્શન થયું છે તેને મિથ્યાત્વ સંબંધીનો આસ્રવ બંધ છે નહીં, તેને તો સંવર છે. એ ઉપરાંત હવે પૂર્વના કર્મ છે મર્યાદા પૂરી થયે ખરી જાય છે. “પાછલું ઉદયફળ દઈને મૂળથી નિર્જરી જાય છે. આમાં કોઈ એમ લઈ લ્ય કે- સમકિતીને જરા પણ દુઃખેય નથી અને આસ્રવ પણ નથી તો એમ નથી.
અહીંયા તો સમ્યગ્દર્શનની મુખ્યતાથી જે બંધ નથી તેને ગણવામાં આવ્યો છે. બીજો બંધ છે તેને ગૌણ ગણવામાં આવ્યો છે. એને ગૌણ ગણીને (બંધન) નથી એમ કહેવામાં આવ્યું છે. બપોરના પ્રવચનમાં એમ ચાલે છે કે જ્યાં સુધી ચારિત્ર વૈભવ પ્રગટતો નથી અર્થાત્ સ્વરૂપની રમણતા ન જાગે ત્યાં સુધી સમકિતીને પણ રાગ છે, દુઃખ છે. એટલો આસ્રવ છે. તેને નવાં કર્મના આવરણ પણ આવે છે. વીતરાગનો અનેકાન્ત માર્ગ જેમ છે તેમ સમજવો જોઈએ. એકાન્ત તાણીને બેસે તો આમાં ચાલે નહીં.
“ઉદયફળ દઈને મૂળથી નિર્જરી જાય છે; તેથી સમ્યગ્દષ્ટિનો ભોગ નિર્જરા છે જોયું? ભોગ નિર્જરાનો હેતુ છે. તો પછી ભોગના ભાવ છોડવા એ કાંઈ રહેતું નથી પણ એમ નથી. અહીંયા તો સમ્યગ્દર્શનમાં દૃષ્ટિનું જોર કેવું વર્તે છે તે બતાવ્યું છે. રાગ આવે છતાં તેમાં તેને પ્રેમ નથી રસ નથી એથી તેનો ભોગ નિર્જરી જાય છે તેમ કહેવામાં આવે છે. પરંતુ કોઈ તાણીને એમ ખેંચી જાય કે- સમ્યગ્દષ્ટિ ગમે તેવા ભોગ ભોગવે, રાગ કરે તો પણ તેને કોઈ વાંધો નથી એમ માનનારો સ્વચ્છંદી છે.
દિગમ્બરમુનિ સાચા સંત જંગલમાં વસે. આત્માના આનંદના ધામમાં રહે, છતાં પણ જરી પંચ મહાવ્રતનો વિકલ્પ આવે છે એટલો આસ્રવ છે. એ દુઃખ છે, તેને પણ એટલું બંધન છે. સમજાણું કાંઈ? સમ્યગ્દષ્ટિને આ રીતે નિર્જરા કહેવામાં આવી છે.
( રથોદ્ધતા) नाश्नुते विषयसेवनेऽपि यत् स्वं फलं विषयसेवनस्य ना। ज्ञानवैभवविरागताबलात्
सेवकोऽपि तदसावसेवकः ।।३-१३५ ।। ખંડાન્વય સહિત અર્થ “તત સસૌ સેવ: પિનસેવક:"(ત) તે કારણથી (સૌ) સમ્યગ્દષ્ટિ જીવ (સેવવ: 39) કર્મના ઉદયથી થયેલ છે જે શરીરપંચેન્દ્રિયવિષયસામગ્રી, તેને ભોગવે છે તોપણ (સેવ:) ભોગવતો નથી. શા કારણથી? “યત ના વિષયસેવને પ વિષયસેવનસ્ય વં નં ન કરવુતે” (ય) જે