________________
૨૬૩
કલશ-૧૩૫
કારણથી (ના) સમ્યગ્દષ્ટિ જીવ (વિષયસેવને અપિ) પંચેન્દ્રિયસંબંધી વિષયોને સેવે છે તોપણ (વિષયસેવનસ્ય સ્તં નં) પંચેન્દ્રિયભોગનું ફળ છે જ્ઞાનાવરણાદિ કર્મનો બંધ, તેને (ન અનુત્તે ) પામતો નથી. એવું પણ શા કા૨ણથી ? “જ્ઞાનવૈભવવિશાળતાવનાત્” (જ્ઞાનવૈભવ) શુદ્ધસ્વરૂપનો અનુભવ, તેનો મહિમા, તે કારણથી અથવા (વિરાતાવનાત્) કર્મના ઉદયથી છે વિષયનું સુખ, જીવનું સ્વરૂપ નથી, તેથી વિષયસુખમાં રતિ ઊપજતી નથી, ઉદાસભાવ છે, એ કારણથી કર્મબંધ થતો નથી. ભાવાર્થ આમ છે કે-સમ્યગ્દષ્ટિ જે ભોગ ભોગવે છે તે નિર્જરાનિમિત્તે છે. ૩-૧૩૫. કળશ નં.-૧૩૫ : ઉપર પ્રવચન
પ્રવચન નં. ૧૩૫
તા. ૩૦/૧૦/’૭૭
“તત્ અસૌ સેવળ: અપિ સેવ: તે કા૨ણથી સમ્યગ્દષ્ટિ જીવ” અહીંયા સમ્યગ્દષ્ટિનું મહાત્મ્ય વર્ણવવું છે. જેને આત્મા પૂર્ણ શુદ્ધ આનંદ સ્વરૂપ છે તેનું જ્યાં અંત૨માં જ્ઞાન થઈને, અનુભવ થઈ અને આત્માના આનંદનો સ્વાદ આવ્યો છે તેને સમ્યગ્દષ્ટિ કહે છે.
આ આત્મા વસ્તુ છે, દેહ તો માટી જડ છે તેનાથી અંદર જુદી ચીજ છે. તેમ જે આઠ કર્મ જડ ધૂળ છે તેનાથી જુદી ચીજ છે. શુભ-અશુભ ભાવ હિંસા, જૂઠું, ચોરી, વાસનાના પાપ ભાવ એનાથી વસ્તુ અંદર જુદી છે. તેમ દયા, દાન, વ્રત, તપ, ભક્તિ, પૂજા આદિના ભાવ એ પુણ્ય છે, તેનાથી પણ આત્મા ભિન્ન ચીજ છે. એવી ચીજનો અંત૨માં સ્વીકાર થઈ અને આનંદનો અનુભવ આવ્યો, અતીન્દ્રિય આનંદનો આસ્વાદ આવ્યો. કેમકે આત્મા અતીન્દ્રિય આનંદ સ્વરૂપ છે. આ રાગનો સ્વાદ જુદો આવે છે તે આકુળતારૂપ છે. એ રાગથી જુદો અનાકુળ સ્વાદ છે.
અહીંયા અજ્ઞાનીને જ્ઞાની એ બેની વાત લેવી છે. મિથ્યાત્વ એ જ મહા સંસા૨નું કા૨ણ છે. તેથી જ્યાં મિથ્યાત્વ ગયું ત્યાં સમ્યગ્દર્શન થયું. હવે તેને અનંત સંસારનું કા૨ણ એવો બંધ નથી– એ અપેક્ષાએ તેને બંધ નથી એમ કહેવામાં આવે છે.
અનાદિથી અજ્ઞાનમાં માને છે કે પુણ્ય ને પાપ, રાગદ્વેષ, શુભ ને અશુભભાવ એ મારાં એવો જે મિથ્યાત્વ ભાવ તેનો આકુળતારૂપ આસ્વાદ અજ્ઞાનીને અનાદિથી છે. એ દિગમ્બર સાધુ થયો તો પણ તેણે ત્યાં રાગના સ્વાદને જોયો છે. રાગથી ભિન્ન ભગવાન આનંદ સ્વરૂપ છે તે આત્માને સર્વજ્ઞ ૫૨મેશ્વ૨ જિનેશ્વરદેવે જોયો છે, એને એ જોતો નથી.
આત્મા અતીન્દ્રિય આનંદનો પિંડ છે. એ આનંદના સ્વાદ વિના ગમે તેટલા મહાવ્રત આદિ તપ પાળે એ બધી દુઃખરૂપ દશા છે. એવા પુણ્ય ને પાપના રાગ ભાવથી ભિન્ન અંદ૨ મારી ચીજ છે એવી જેને પોતાના અસ્તિત્વના હોવાપણાની પર્યાયમાં જ્ઞાનને પ્રતીત આવી. આત્મામાં અનંતગુણો છે એ બધાનો એક અંશ વ્યક્તપણે વેદનમાં આવે છે. તેને સમ્યગ્દષ્ટિ