________________
કલશ-૧૩૪
૨૬૧ તેને અનુભવે છે. તેને અનુસરીને જે જ્ઞાન થયું તેને આનંદનું વેદન છે. આવા જીવને બહારની સામગ્રી બંધનું કારણ થતી નથી. પરંતુ તેને નિર્જરા થાય છે તેમ અહીંયા કહેવું છે.
“તેથી કર્મના ઉદય ફળમાં રતિ ઉપજતી નથી” કર્મના ફળમાં ધર્મી જીવને પ્રેમ આવતો નથી. જેમ દુશ્મનના દિકરા ઉપર પ્રેમ નથી તેમ તેને પર વસ્તુમાં પ્રેમ નથી. વેરી કર્મની અને તેના ફળની આ બધી સામગ્રી છે. એ બધો દુશ્મનનો વિસ્તાર છે. ધર્મી તો તેને ઉપાધિ જાણે છે. અરે..! એ મારા સ્વરૂપમાં ક્યાં છે અને તેનામાં હું ક્યાં છું એમ જાણી સામગ્રીને દુઃખરૂપ જાણે છે જોયું? બાહ્ય સામગ્રીને દુઃખ જાણે છે કેમકે તે દુઃખનું નિમિત્ત છે ને!
“ઉપાધિ જાણે છે, દુઃખ જાણે છે, તેથી અત્યંત લૂખો છે; આવા જીવને કર્મનો બંધ થતો નથી તે લૂખા પરિણામનું સામર્થ્ય છે.” આ જ્ઞાન અને વૈરાગ્યનું કહ્યું. વૈરાગ્યનો અર્થ એવો નથી કે- બાયડી, છોકરાં, દુકાન છોડી અને સાધુ થયો એટલે તેને વૈરાગ્ય થયો છે. પુણ્યપાપ અધિકારમાં વૈરાગ્યની વ્યાખ્યા એવી આવે છે કે- અંતર આત્મામાં દૃષ્ટિ થઈ છે તેને પુણ્ય-પાપ પ્રત્યે વૈરાગ્ય છે. બાહ્ય સામગ્રીની શું વાત કરવી પરંતુ અશુભને શુભભાવ જેવાં કેદયા, દાન, વ્રત, ભક્તિ તેનાં પ્રત્યે જેને વૈરાગ્ય છે અર્થાત્ તેના પ્રત્યે રુચિ નથી. ધર્મની વાતુંએ અલૌકિક છે બાપુ! એ કાંઈ જાત્રા કરી લીધી, એકાદ કલાક સાંભળી લીધું માટે થઈ ગયો ધર્મ..! તેથી “આવો અર્થ નક્કી કર્યો કે સમ્યગ્દષ્ટિ જીવને શરીર, ઈન્દ્રિય આદિ વિષયોનો ભોગ નિર્જરાને લેખે છે” આ વાત અપેક્ષાથી લીધી છે હોં !! બહારમાં જેટલું લક્ષ જાય છે એટલો રાગ તો છે પણ તેને મિથ્યાષ્ટિપણું નથી, દૃષ્ટિ અપેક્ષાએ નિર્જરા થાય છે તેમ કહ્યું છે.
કોઈ એમ માની લ્ય કે જ્ઞાની થયો તેને ભોગ છે તે નિર્જરાનો હેતુ છે તો પછી ભોગનો રાગ છોડીને પછી સ્વરૂપમાં રમણતા કરવી, ચારિત્ર લેવું એવું ક્યાં રહ્યું? અજ્ઞાનીને મિથ્યાત્વ સંબંધીનો જે ભાવ છે તે ભાવ તેને નથી.. એ અપેક્ષાએ સમ્યગ્દષ્ટિને બહારના ભોગો નિર્જરાનો હેતુ કહીને, તેને કર્મ ખરી જાય છે તેમ કહ્યું છે. એમાંથી કોઈ એમ લ્ય કે સમ્યગ્દષ્ટિને ગમે તેવા પરિણામ અને ગમે તેવા ભોગ હોય તો પણ તેને બંધ નથી. એમ નથી. હા, સમ્યગ્દષ્ટિને પણ જ્યાં સુધી રાગ છે ત્યાં સુધી નવો બંધ થાય છે. તેને પુણ્યનો બંધ થાય છે અને પાપનો બંધ થાય છે. અહીંયા તો તેને સમ્યગ્દર્શનનું જોર અને તેનાથી વિરુદ્ધ જે મિથ્યાત્વ અને અનંતાનુબંધીનું બંધન નથી એથી નિર્જરા છે એમ કહેવામાં આવે છે.
“ભોગ નિર્જરાને લેખે છે, નિર્જરા થાય છે; કેમકે આગામી કર્મ તો બંધાતું નથી” સમ્યગ્દર્શન છે એટલે સંવર છે. સત્ય દર્શનમાં પૂર્ણાનંદનો નાથ આત્મા તેનો અનુભવ છે... તેથી સમ્યગ્દર્શન તે સંવર છે. એટલે મિથ્યાત્વ સંબંધી નવાં કર્મ આવતાં નથી અને તે નિર્જરાને લેખે છે.
કેમકે આગામી કર્મ તો બંધાતું નથી, પાછલું ઉદયફળ દઈને મૂળથી નિર્જરી જાય