________________
૨૬૦
કલશામૃત ભાગ-૪ ઉત્તર- સિદ્ધાંત એટલે સત્ય. આ સિદ્ધાંત જે સત્ય છે તેની વાત છે. જુઓ પાઠમાં કેટલું લખ્યું છે. (૧) બહારની સામગ્રી છે તે કર્મનું સ્વરૂપ છે, તે મારું સ્વરૂપ નથી તેમ સમકિતી જાણે છે, (૨) એ સામગ્રી જીવને દુઃખમય છે, (૩) તે જીવનું સ્વરૂપ નથી, (૪) તે ઉપાધિ છે. ચાર વાત કહી. | બાપા પાસે મૂડી નહોતી અને આપણી પાસે કરોડ બે કરોડની મૂડી થઈ તો આપણે કાંઈક આગળ વધ્યા તેમ અજ્ઞાની માને. તેણે ઉપાધિને વધારી છે. ચાર બોલથી વાત કરી. સામગ્રી કર્મનું સ્વરૂપ છે, તે જીવને દુઃખમય છે, જીવનું સ્વરૂપ નથી અને તે ઉપાધિ છે.
“આવું જાણે છે તે જીવને જ્ઞાનાવરણાદિ કર્મનો બંધ થતો નથી” મિથ્યાત્વનો જે મુખ્ય બંધ છે તે બંધન જ્ઞાનીને થતું નથી. “સામગ્રી તો એવી છે કે મિથ્યાદેષ્ટિને ભોગવતાં માત્ર કર્મબંધ થાય છે;” પત્ની રૂપાળી હોય, છોકરાં રૂપાળા હોય, પૈસા, બંગલા હોય એ બધાને દેખતાં જ મિથ્યાષ્ટિને એકલું પાપ થાય છે.
શ્રોતા- એ બધું ઘરમાં હોય તો શું કરવું?
ઉત્તર- એ એનાં ઘરમાં ક્યાં છે? પોતાને પરથી ભિન્ન અનુભવવો જાણવો. રાગને પુણ્યના ફળથી પણ હું ભિન્ન છું, પુણ્યનો ભાવ થાય તેનાથી પણ હું ભિન્ન છું એમ જાણવું... અનુભવવું. તેનું નામ ધર્મ છે. આવો આકરો માર્ગ છે.
સામગ્રી તો એવી છે કે- મિથ્યાષ્ટિને ભોગવતાં માત્ર કર્મબંધ થાય છે;” સામગ્રીને દેખે ત્યાં આપણે જાણે આગળ વધી ગયા ધંધામાં પૈસામાં, શરીરમાં. કોઈ કહેતા હોય કેસાંઈઠ સાંઈઠ વરસ થયા એમાં કોઈ દિવસ માથે સૂંઠ ચોપડી નથી. અમને કોઈ રોગ આવ્યો નથી તેથી અમો સુખી છીએ. ધૂળમાંય સુખી નથી સાંભળીને હવે! શરીરમાં રોગ ન આવ્યો એમાં શું લાભ થઈ ગયો ? આ શરીર તો જગતની માટી ધૂળ છે. કોઈ દિવસ તાવ નથી આવ્યો એમાં આત્માને શું?
જીવને કર્મબંધ થતો નથી તે જાણપણાનું સામર્થ્ય છે એમ જાણવું;” જ્ઞાન ને વૈરાગ્ય બેની વાત કરી. અંતરમાં ચૈતન્ય ભગવાન આત્મા છે તે નિજ આત્માનું શુદ્ધ આનંદકંદનું જ્ઞાન છે એટલે કે તેને શેય બનાવીને તેનું જાણપણું કર્યું છે. આ બધું જાણપણાનું સામર્થ્ય છે. આ શાસ્ત્રના જાણપણાની કે બીજાના જાણપણાની વાત અહીંયા છે જ નહીં. અંતરમાં ચિદાનંદ પ્રભુ આત્મા! અનંતગુણનો સાગર-ચૈતન્ય રત્નાકર એવું જેને અંતરજ્ઞાન છે એ જાણપણાના સામર્થ્યનું આ ફળ છે. તે બહારની સામગ્રીમાં ઊભો હોવા છતાં તેને કર્મનું બંધન થતું નથી.
“અથવા સમ્યગ્દષ્ટિ જીવ નાના પ્રકારનાં કર્મના ઉદયફળ ભોગવે છે, પરંતુ અત્યંતર શુદ્ધ સ્વરૂપને અનુભવે છે” બહારમાં આ બધી સામગ્રી છે તેમ દેખાય છે પરંતુ અંતરમાં તો પવિત્ર આનંદનો નાથ આત્મા છે તેને અનુભવે છે. તેથી તેને બંધ થતો નથી. બહારમાં આ બધું દેખાવા છતાં પણ અત્યંતરમાં શુદ્ધ ચૈતન્ય વસ્તુ આત્મા પવિત્રતાનો પિંડ પ્રભુ આત્મા